મૂંછો હોય તો મગન કાકા જેવી, અપક્ષ ઉમેદવાર વોટ માંગવા નીકળે તો લોકો તેમની મૂંછ સાથે રમે છે

Share this story

If a moustache, like Magan kaka

  • હિંમતનગર બેઠકથી ગુજરાત વિધાનસભા માટે અપક્ષ ચૂંટણી લડી રહેલા પૂર્વ આર્મીમેન મગનભાઈ સોલંકી તેમની લાંબી મૂંછને કારણે ચર્ચામાં રહે છે.

સાબરકાંઠા (Sabarkantha) વિધાનસભાની બેઠકનો ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમ્યાન એક એવા પણ ઉમેદવાર છે કે જેઓ પોતાની અઢી ફુટ લાંબી મૂંછોને કારણે ચર્ચામાં આવ્યા છે. લાંબી મૂંછોને લઈને નિવૃત્ત આર્મી કેપ્ટન મગનભાઈ સોલંકી (Retired Army Captain Maganbhai Solanki) આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. સૈન્યમાં કેપ્ટન પદેથી (Captain) નિવૃત્ત થયેલા મગનભાઈ સોલંકી પોતાની મુછો પર ગર્વ ધરાવે છે.

મગનભાઇ પોતાની મુછોને લઇને વિસ્તારમાં જાણીતા છે. કારણ કે તેમની મુછો અઢી ફુટ જેટલી લાંબી છે અને લાંબી મુછોને લઇને તેઓ અલગ ઓળખ ધરાવે છે. તેઓ 2017ની વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. તેમજ 2019 ની લોકસભાની ચૂંટણીમા પણ તેઓ ઉભા રહ્યા હતા.

મગનભાઈ સોલંકી જ્યાં પણ જાય છે ત્યાં લોકો સૌથી પહેલા તેમની મુંછો પર જ નજર ફેરવે છે. આ વિશે તેઓ કહે છે કે લોકો મારી મુંછ જોઈને આકર્ષિત થાય છે. હું પ્રચારમાં જઉ તો બાળકો મારી મુંછોને અડીને જુએ છે.

મગનભાઇ અને તેમના પત્ની દરરોજ મગન ભાઇની મુંછોની કાળજી રાખવામાં સવારે એક કલાકનો સમય ખર્ચે છે આ માટે સવારે મુંછોને શેમ્પુથી ધોઇને ખાસ પ્રકારના તેલથી માલિશ કરે છે. અને માલિશ કર્યા બાદ લાંબી મુંછોને ગોળ વાળીને પોતાના બંને ગાલ પર રાખે છે અને આમ તેમનો ચહેરો એક ફૌજીને શોભે તેવો ભરાવદાર દેખાઇ આવે છે. મગનભાઇ આમ તો 19 વર્ષની ઉંમરથી જ પોતાની મુંછોની પર સાર સંભાળ લેવાની શરૂઆત કરી હતી અને મુંછોને ક્યારેય જીવનમાં કાતરને અડવા દીધી નથી.

આમ કરતા કરતા આજે તેમની મુંછો અઢી ફુટ જેટલી લાંબી થઈ ચુકી છે. ફૌજમાં હતા ત્યારે મુંછોને લઈને ફૌજમાં પણ તેઓ અન્ય જવાનોથી અલગ તરી આવતા હતા. અને તેમને ફૌજમાં પણ તેમને મુંછોની માવજત કરવા અને તેને સારવારને લઇને ઇનામો પણ મળતા હતા. ત્યાર બાદ 28 વર્ષ સેવા આપી હતી અને હવે નિવૃત્ત થઇને પોતાની સિક્યુરિટી સંસ્થા ઉભી કરી છે.

મગનભાઈ સોલંકીની મૂંછો બંને તરફ અઢી અઢી ફૂટ એટલે કે પાંચ ફૂટ લાંબી છે. તેઓ 18 વર્ષના થયા ત્યારથી માંડીને આજ દિન સુધી તેમને કદી મૂછો કપાવી જ નથી. તેઓ મુછથી ખુબ જ પ્રચલિત બન્યા છે.

પણ આ પહેલા તેઓ ખાનગી કંપનીમાં સિક્યુરિટી ઓફીસર તરીકે નોકરી મેળવવા જતા જ તેમની મુંછોએ પણ તેમને ખાસ આકર્ષણ ઉભુ કરતા સરળતાથી નોકરી મળી જતી હતી. મગનભાઇના પત્ની મંજુલાબેન પણ પત્નીની મુંછો માટે દરરોજ વિશેષ કાળજી લેવા માટે મદદ કરે છે.

આમ તો આટલી લાંબી મુંછોએ આકર્ષણનું કેન્દ્ર છે. અને આકર્ષણનો લાભ લઇને હવે મગનભાઇએ અપક્ષ ઉમેદવારીમાં ફોર્મ તો ફરી દીધુ છે. પણ તેઓ ખાસ પ્રચાર કરતા નજરે નથી ચઢતા પણ આકર્ષણ જરૂર વર્તાઈ રહ્યુ છે.

આ પણ વાંચો :-