Big stake of Congress in Gujarat
- ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસે જ્ઞાતિનું કાર્ડ ખેલ્યું .
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Election 2022) માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયુ છે. પ્રથમ તબક્કામાં સરેરાશ મતદાનનો આંકડો 63.14 પર પહોંચ્યો હતો. જેમાં આ વર્ષે ઓછુ મતદાન નોંધાયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસે ગુજરાતમાં (Gujarat Congress) મોટા નિર્ણય લીધા છે.
કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયો છે કે, જો તેમની ગુજરાતમાં સરકાર બની તો OBC માં ઠાકોર સમાજના મુખ્યમંત્રી હશે. તેમજ સરકારમાં એક-બે નહિ, પરંતુ ત્રણ ઉપમુખ્યમંત્રી હશે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગેહલોતની મીટિંગ બાદ આ નિર્ણયો લેવાયા છે. ત્યારે બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહ્યું છે.
કોગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટી ચાલ ચાલી છે. તેઓએ ચૂંટણી પ્રચારમાં રાજનીતિ બદલીને મોટા નિર્ણયો લીધા છે. પ્રથમ તબક્કામાં ધીમી ગતિએ ચાલેલા મતદાનને જોતા ગુજરાત કોંગ્રેસ હવે મેદાને આવ્યુ છે. આ માટે ગુજરાત કોંગ્રેસે જો તેમની સરકાર બનશે તો મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી કયા સમાજમાંથી હશે તે જાહેરાત કરી દીધી છે.
ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના મત અંકિત કરવા માટે ગુજરાત કોંગ્રેસ માસ્ટરસ્ટ્રોક માર્યો છે. જેમાં કોંગ્રેસે કહ્યું કે, જો તેમની સરકાર આવશે તો ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનાવવામા આવશે. આ સાથે જ તેમણે ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાઁથી હશે.
ગુજરાત કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવાનું મેજિક લઈ આવી છે. 2007, 2012 ના પરિણામો બતાવે છે કે, 27 વર્ષની કોંગ્રેસની કમિટેડ વોટબેંક તેમની સાથે રહે છે. એવરેજ સીટ આવતી હતી તે કમિટેડ વિસ્તારમાંથી આવે છે. આ વિસ્તારમાંથી કોંગ્રેસના ખાતાના જ વોટ પડે છે.
આ કમિટેડ વોટે કોંગ્રેસનું સ્થાન ગુજરાતમાં જાળવી રાખ્યું છે. તેથી આ વિસ્તારના લોકોને યોગ્ય સ્થાન આપવાનું ગુજરાત કોંગ્રેસે મન બનાવી લીધું છે. બીજા તબક્કાના મતદાનને બે દિવસ બાકી છે. ત્યારે પોતાના પક્ષ તરફ વોટ કોંગ્રેસની આ રાજનીતિ છે.
આ પણ વાંચો :-