Home Blog Page 1395

હવે લાયસન્સ-વાહન સંબંધિત સેવા માટે નહી ખાવા પડે RTOમાં ધક્કા, રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

0

No longer have to eat for license

  • ગુજરાતમાં હવે લાયસન્સ અને વાહન સંબંધિત સુવિધાઓ માટે ઘરે બેઠા જ ચપટીમાં થઇ જશે કામ, રાજ્ય સરકાર દ્વારા નવી 20 સેવાઓ ફેસલેસ કરવામાં આવશે.

ડિજિટલ ઇન્ડિયાના (Digital India) સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત તમામ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ ડિજિટલ સેવાઓ થકી પારદર્શી અને પેપરલેસ ગવર્નન્સનું (Paperless governance) ઉદાહરણ પુરુ પાડે છે. ત્યારે વાહનવ્યવહાર (Transportation) ક્ષેત્રે આવતી તમામ સેવાઓ પૈકી 80 ટકા સેવાઓ હવે ઓનલાઇન ફેસલેસ (Faceless online) પુરી પાડવામાં આવશે. જી હા, આરટીઓ કચેરી ખાતે હવે લોકોએ ધક્કા ખાવા નહી પડે. ઘરે બેઠા જ નાગરિકોના 50 ટકા પ્રશ્નો સોલ્વ થઇ જશે. જેથી સમય અને સંશાધનની બચત થશે.

લાયસન્સ સંબંધિત સેવાઓ થશે ફેસલેસ :

ગુજરાતમાં હવેથી લાયસન્સ સંબંધિત વધુ 12 સેવાઓ અને વાહન સંબંધિત 8 સેવાઓ આધાર E-KYC થકી ફેસલેસ  પુરી પાડવાની કાર્યવાહી શરૂકરવામાં આવશે. જેમાં અરજદાર દ્વારા રજૂ કરેલ આધાર નંબરને આધીન ઓનલાઈન ફી અને દસ્તાવેજો અપલોડ કરી અરજી સબમિટ કરી આરટીઓના ફેસલેસ કાઉન્ટર પરથી અરજદારને સીધી સેવા પુરી પાડવામાં આવશે. જેથી અરજદારને કચેરી ખાતે આવવાનું રહેશે નહી.

‘One Nation One Challan’ ઇ-ચલણ સૉફ્ટવેર

કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા એન્ફોર્સમેન્ટ માટે ‘One Nation One Challan’ અંતર્ગત ઇ-ચલણ સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર કેન્દ્ર સરકારના વાહન તથા સારથી સોફટવેર સાથે ઇન્ટીગ્રેશન થયેલ હોવાથી રાજ્યની કોઇપણ આરટીઓ કચેરીમાં નોંધાયેલ વાહન અને લાયસન્સ સંબંધિ માહિતી જાણી શકાય છે. અગાઉ મેમો મેન્યુઅલ ધોરણે આપવામાં આવતો હતો તે હવે Point of Sale (POS) મશીન દ્વારા ઓનલાઇન ઇસ્યુ કરવામાં આવે છે અને સ્થળ પર જ માંડવાળની રકમ પણ ઓનલાઇન જ સ્વીકારવામાં આવે છે.

વાહનોનો ઓનલાઇન ટેક્સ  ભરી શકાશે :

આ ઉપરાંત, IT બેઝ્ડ સોલ્યુશન થકી દેશમાં સૌપ્રથમ આંતરરાજ્ય બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોમાં વાહનોનો ઓનલાઇન ટેક્સ અને ઓવરડાયમેન્શન ફી સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનાથી Ease of Doing Businessમાં વૃદ્ધિ-ટ્રાન્સપોર્ટ સેક્ટરને વધુ ગતિ મળી છે અને આંતરરાજ્ય વાહનો કોઇપણ અડચણ વિના રાજ્યમાં મુસાફરી કરી શકે છે.

આ પણ વાંચો –

સહકારી ક્ષેત્ર હવે “સહકારી રહ્યું નથી આ વાત રમણકાકા સમજી શક્યા નહીં”

  • ચેરમેન રમણકાકા સામે અવિશ્વાસની દરખાસ્ત એપીએમસીના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી રહેશેઃ સારૂ થયું તેમની સામે ભ્રષ્ટાચાર કે ગેરરીતિના આક્ષેપો થયા નથી

  • લાખો ખેડૂતો સાથે સંકળાયેલી ખેતીવાડી માર્કેટને વટવૃક્ષ જેવી સંસ્થા બનાવવામાં રમણ જાનીના યોગદાનને ઓછું આંકી શકાય તેમ નથી, પરંતુ તેઓ બદલાતા સમય અને સંજોગોને ઓળખી શક્યા નહીં

  • મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બદલાતા સમય અને સંજોગોને સમયસર ઓળખી ગયા હોત તો પોતીકા સભ્યોના બળવાનો ભોગ બન્યા ન હોત

સતત ત્રણ દાયકા સુધીનું લાંબુશાસનકોઇને પણ ખટકે” આ વાત રમણ જાનીએ સમજવાની જરૂર હતી, પરંતુ આ બધુ “સ્વભાવ અને સમજદારી” ઉપર નિર્ભર છે.

પાછલા કેટલાક સમયથી વિવાદોમાં સપડાયેલી ખેતીવાડી માર્કેટ (APMC)ના ચેરમેન રમણ જાનીએ આજે અચાનક રાજીનામું ધરી દીધું હતું. તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી પરંતુ બોર્ડની બેઠક મળે ત્યાર પહેલા જ રમણ જાનીએ ચેરમેનપદેથી રાજીનામું આપી દઈને અવિશ્વાસની દરખાસ્તને નિરર્થક બનાવી દીધી હતી.

રમણ જાનીના રાજીનામા પાછળ અનેક તર્ક ઊભા કરી શકાય પરંતુ તેમના જ નજીકના મનાતા કેટલાક લોકો સાથે વાંકુ પડવા ઉપરાંત પોતાનો “આકરો સ્વભાવ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. આજે રાજીનામુ આપતા પહેલા રમણ જાનીએ કેટલાક લોકો તરફ ઈશારો કર્યો હતો, પરંતુ નામજોગ સ્પષ્ટતા કરી નહોતી. અલબત્ત રમણ જાની (પટેલ)ને પાછલા કેટલાક દિવસથી તેમની સામે આકાર લઈ રહેલા વિરોધ અને અવિશ્વાસની દરખાસ્ત અંગે ગંધ આવી ગઈ હતી પરંતુ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવશે એવી ગણતરી નહોતી.

બિનસત્તાવાર જાણવા મળતી વિગતો મુજબ રમણ જાનીની નજીકના મનાતા લોકોએ એપીએમસીના વહિવટ સામે ઊભા થયેલા વિવાદો અંગે તેમને માહિતગાર કર્યા હતા અને મામલો ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સુધી પણ પહોંચ્યો હતો પરંત ઉકેલ આવ્યો નહોતો. પાછલા લગભગ ચાર દાયકા કરતા વધુ સમયથી ખેતીવાડી માર્કેટ (એપીએમસી) સાથે સંકળાયેલા રમણ જાનીને કદાચ એવો ભરોસો હતો કે તેમની સામે બળવો કરવામાં આવશે નહીં. કારણ કે મોટાભાગના સભ્યો તેમનો આદર કરતા હતા. અને આવા વિશ્વાસને કારણે જ તેઓ ચેરમેનપદે ટકી રહેવા મક્કમ રહ્યા હતા. પરંતુ બદલાયેલો સમય અને સંજોગોનો તેમને અંદાજ આવ્યો નહોતો. રમણ જાની (પટેલ) પાછલા ૨૫ વર્ષથી એપીએમસીના ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા હતા. અઢી દાયકા જેટલા લાંબો સમય ચેરમેન તરીકે પસાર કર્યો હોવાથી એપીએમસી તેમના પરિવારની પેઢી હોય એવી સંસ્થા બની ગઈ હતી.
એપીએમસીના ડિરેકટર્સ અને સ્ટાફના માણસો પણ રમણકાકાના શબ્દોને ઉથાપી શકતા નહોતા. રમણકાકાની રહેમ દૃષ્ટી હેઠળ ઘણા લોકો “તરી ગયા હશે. પરંતુ રમણકાકા પોતાનો સ્વભાવ બદલી શકયા નહોતા. એપીએમસીને વટવૃક્ષ જેવી વિરાટ સંસ્થા બનાવવામાં રમણ જાનીનું પહાડ જેવડું યોગદાન છે. સહારા દરવાજાની વર્ષો પુરાણી માર્કેટનું પૂણા-કુંભારિયા રોડ ઉપરના વિશાળ કેમ્પસમાં ખસેડવાના તેમના યોગદાનને અવગણી શકાય તેમ નથી. વળી તેમણે આજીવન પર્યત સહકારી ક્ષેત્રની આગેવાનીને લોહીમાં વણી લીધી હતી. પરંતુ તેમને બદલાતા સમય, સંજોગ અને યુગની સાથે બદલાવાની જરૂર હતી.

એકધારા ત્રણ દાયકાના શાસન સામે કોઈને પણ “ખટકે એ માની શકાય વળી આટલા લાંબા કાર્યકાળ દરમિયાન કોઈના કહેવાથી કોઈની ભલામણોને પગલે “આંખ આડા કાન કર્યા પણ હશે પરંતુ વાંકુ પડે ત્યારે જ બધુ બહાર આવતું હોય છે. ઉપરાંત નવી પેઢીના લોકોના મનમાં પણ કંઈક કરવાની ઈચ્છાઓ આકાર લેતી હોય છે. આ વાત રમણકાકાએ સમજવાની જરૂર હતી. રમણ પટેલ યુવાન મટીને “રમણકાકા’ તરીકે ઓળખાવા માંડ્યા આ દિવસે જ રમણકાકાએ બીજી પેઢીના મનમાં આકાર લેતા વિચારોને પામી લેવાની જરૂર હતી. લોકો તેમને આદર ચોક્કસ આપતા હતા પરંતુ આ “આદરની પાછળ અપેક્ષાઓ પણ હોઈ શકે.

મોટાભાગની સહકારી સંસ્થાઓમાં જ્યારે કોઈ આગેવાન લંબો સમય ખુરસી ઉપર ટકી રહે ત્યારે આવું બનતું જ હોય છે. ઉત્તર ગુજરાતની અનેક સહકારી સંસ્થાઓમાં વિવાદો ચાલે છે અને ઘણા સામે ફોજદારી કેસ પણ થયા છે. સારું થયું કે રમણકાકા સામે ભ્રષ્ટાચાર, ગેરરીતિના સીધા કોઈ આક્ષેપ થયા નથી. અન્યથા કોઈપણ સંસ્થાના વહિવટીમાં વાંધા કાઢવા કે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મોટી વાત નથી. જાહેર જીવનમાં ટોચના હોદા ઉપર રહીને ‘બેદાગ’ રહેવાનું પણ શકય નથી. વળી સુરત એપીએમસી માર્કેટનું ટર્નઓવર લગભગ બે હજાર કરોડનું છે.

ખેર, ખરેખર તો રમણકાકાની માનભેર નિવૃત્તિ અને વિદાય થવી જોઈતી હતી પરંતુ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવાની ઘટના એપીએમસીના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી રહેશે.
થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં બનેલી ઘટનાએ એક ચોક્કસ ઉદાહરણ આપ્યું છે. જાહેર જીવનમાં લાંબો સમય સત્તા ઉપર બેસી રહેલા લોકો ઉગતી પેઢી અને આસપાસ આકાર લઈ રહેલી ઘટનાને ઓળખી શકતા નથી ત્યારે પોતાના શરમજનક પતનની ઘટનાઓ ચોક્કસ બનવા પામે છે.

મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહ્યા વગર આસપાસમાં બદલાઈ રહેલા સમીકરણો સમજીને સમયસર નિર્ણય લીધા હોત તો કદાચ મધરાત્રે રાજીનામું આપવાની નોબત આવી ન હોત! અને હવે કદાચ શિવસેનાનો ગઢ પણ તેમના હાથમાં રહેશે કે કેમ? એ પણ સવાલ છે.

એક અનુભવ એવું પણ કહે છે કે સહકારી ક્ષેત્રના જુની પેઢીના આગેવાનો પોતે પ્રમાણિક હોવાથી આકરો સ્વભાવ ધરાવતા હોય છે અને કોઈની ભલામણોને ગ્રાહ્ય રાખવાના મતના હોતા નથી પરંતુ હવે સહકારી ક્ષેત્ર માત્ર ‘સહકારી રહ્યું નથી સહકારનું પણ વેપારીકરણ” અને “રાજકારણ બની ગયું હોવાથી રમણકાકા જેવા જુની પેઢીના લોકોએ ખરેખર તો માનભેર હોદાઓ છોડી દેવા જોઈએ. અથવા તો “પ્રેકટીકલ બની જવું જોઈએ. પરંતુ આ બધુ વ્યક્તિગત સ્વભાવ અને સમજદારી ઉપર નિર્ભર છે.

એપીએમસી જેવી વગદાર અને લાખો ખેડૂતો સાથે સંકળાયેલી સંસ્થાના ચેરમેનપદેથી રમણકાકાની મજબૂરી ભરી વિદાય સહકારી ક્ષેત્ર માટે અકળાવનારી બની રહેવા સાથે આવનારી પેઢી માટે પણ બોધપાઠ સમાન બની રહેશે.

આ પણ વાંચો –

 04 જૂલાઈ 2022, રાશિફળ : કષ્ટભંજનદેવની કૃપાથી આ રાશિના જાતકોને વ્યવસાયમાં મળશે સફળતા

04 July 2022, Horoscope Gujarat Guardian

મેષઃ- નાણાંકીય બાબતો માટે અનુકુળતા જળવાય. આવકનું પાસુ મજબૂત બને. કુટુંબમાં પરસ્પરના મતભેદો ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળે. નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી જરૂરી. આરોગ્ય સારૂં રહેશે.

વૃષભઃ- લાગણીશીલતાનું પ્રમાણ વધતંુ જણાય. સંબંધના ખેંચાણ ને કારણે ખોટું કામ ન થઇ જાય એનું ધ્યાન રાખવું. પારિવારિક જીવનમાં સ્નેહ વધે. ભાગ્યનો સાથ મળે છે. ધંધાકીયક્ષેત્રે નવીન ઉર્જાનો અનુભવ થાય.

મિથુનઃ- ગુસ્સાનું પ્રમાણ વધે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ વર્તાય. હાલના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. દામ્પત્ય સુખમાં આનંદ વર્તાય.

કર્કઃ- વિચારવાયુનું પ્રમાણ વધે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ વર્તાય. હાલના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. દામ્પત્ય સુખમાં આનંદ વર્તાય.

સિંહઃ- આવકનું પ્રમાણ જળવાય. પરિવારમં પરસ્પર પ્રેમની ભાવના બળવત્તર બને. ધારેલા કાર્ય પાર પાડી શકાય. નાણાંકીય રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. આરોગ્ય જળવાય. થોડો શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ- આવકનું પાસુ મજબૂત બને છે. ગણત્રીપૂર્વકના ‌આર્થિક રોકાણો યોગ્ય રીતે કરી શકશો. કાર્યક્ષેત્રે સફળતા અને યશના સહભાગી બનશો. માતાની તબિયત સાચવવાની સલાહ છે. સંતાનની પ્રગતિથી આનંદ જળવાય.

તુલાઃ- આળસનો અનુભવ થાય. કામકાજ કરવાની ઇચ્છા ન થાય. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં માનસિક તણાવ રહે. અગત્યના કાર્યો, રોકાણો મુલતવી રાખવા. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળશે. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને.

વૃશ્ચિકઃ- આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. ભાઇ-બહેન સાથેના સંબંધોમાં તણાવ રહે. સ્થાવર-જંગમ મિલકતક્ષેત્રે ફાયદો અનુભવી શકાય. ગળાના રોગોથી સાવચેતી જરૂરી. વૈવાહિક જીવનમાં પ્રેમ વધે.

ધનઃ- મન અશાંત રહે. નકારાત્મક વિચારો વધે. ડિપ્રેશનના દર્દી માટે વિશેષ સાવધાની જરૂરી. નાણાંકીય આવક અટકતી જણાય. સ્થાવર-જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાય. માતાની  તબિયત સાચવવી. દામ્પત્ય જીવનમાં ગુસ્સો ટાળવો.

મકરઃ- માનસિક સ્થિરતા જળવાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય, માન-સન્માન વધતા જણાય. ખોટા ખર્ચ ટાળવા. મિલકત તથા વાહન અંગે શુભ સમય છે. સંતાન સુખમાં વધારો સંભવે. આરોગ્ય જળવાય. માથામાં ઇજા થાય તો સાવધાની જરૂરી.

કુંભઃ- માનસિક તણાવ વધતો જણાય. આવકનું પ્રમાણ ધાર્યા કરતાં ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. ધંધામાં નાણાં ફસાઇ જવાના યોગ બને છે. માતૃસુખ જળવાય. સ્ત્રી વર્ગ તરફથી લાભ. પાણીનો રોગોથી સાચવવું.

મીનઃ- આત્મવિશ્વાસ વધવાને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પરસ્પર પ્રેમમાં વધારો થાય. સંતાનની તબિયતની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

આ પણ વાંચો –

નવઘણજી ઠાકોરની ચીમકી,”CM અમારા હોવા જોઇએ નહીં તો ખુલ્લી તલવાર સાથે પટ્ટા ખેલાશે”

0

Navghanji Thakor’s shou

  • અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોર હંમેશાથી પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. તેમણે આજે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) આવનારા સમયમાં ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ત્યારે રાજનીતિક પાર્ટીઓની સાથે-સાથે બધા સમાજના લોકો પણ સક્રિય બની ગયા છે. પાટીદાર સમાજે આગામી 2022 વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections 2022) માં પાટીદાર મુખ્યમંત્રી (Patidar CM) હોવો જોઈએ તેવી માંગણી બાદ હવે ઠાકોર સમાજે (Thakor Samaj) પણ પોતાના સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી માંગણી કરી છે.

અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ભાગ રૂપે એક બેઠક મળી હતી. જેમાં અધ્યક્ષ નવઘણજી ઠાકોરે (Navghanji Thakor) આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવો જોઈએ તેવી માંગણી કરી હતી. નવઘણજી ઠાકોરે ભાજપ, કોંગ્રેસ તેમજ આમઆદમી પાર્ટીને ચીમકી આપી છે. બનાસકાંઠામાં અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે, 2022માં કોઈ પણ સંજોગોમાં મુખ્યમંત્રી અમારા સમાજનો જ હોવો જોઈએ.

અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોર હંમેશાથી પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. તેમણે આજે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આવનાર 2022માં અમારા સમાજના મુખ્યમંત્રીની માંગણી માટે ગુજરાતની ભૂમિ પર ખુલ્લી તલવાર સાથે પટ્ટા ખેલવાના છે.

ભાજપ કોંગ્રેસ પક્ષને સીધી ચીમકી આપતા ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી ચહેરો જાહેર કરવાની કરી વાત નવઘણજી ઠાકોરે કરી હતી. આ દરમિયાન નવઘણજી ઠાકોર આવતીકાલે વાવના ઢીમાથી ફાગવેલ સુધી 4 દિવસની ક્ષત્રિય ઠાકોર વિજય યાત્રા શરૂ કરશે. ક્ષત્રિય સમાજના આગેવાન નવઘણજી ઠાકોર હંમેશા વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે.

નવઘણજી ઠાકોરે કહ્યું હતું કે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતનો મુખ્યમંત્રી મારો ઠાકોર જોઈએ. ઠાકોર સમાજના મુખ્યમંત્રીની માંગણી ભાજપ, કોંગ્રસે અને આમ આદમી પાર્ટી પાસે કરે છે. આગામી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા અમારા ઠાકોર સમાજનો મુખ્યમંત્રી જાહેર નહીં કરો તો ઠાકોર સમાજનો ક્રોધ સહન નહીં કરી શકો. આવનાર 2022માં અમારા સમાજના મુખ્યમંત્રીની માંગણી માટે ગુજરાતની ભૂમિ પર ખુલ્લી તલવાર સાથે પટ્ટા ખેલવાના છે.

આ પણ વાંચો –

અમરાવતી હત્યાકાંડના માસ્ટરમાઇન્ડની ધરપકડ, મર્ડર માટે આરોપીઓને કર્યા મોટિવેટ

Arrest of mastermind of Amravati

  • મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના માસ્ટરમાઇન્ડને પોલીસે નાગપુરથી ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ આરોપીઓની ઓળખ નાગપુરના એક એનજીઓના માલિક ઇરફાન ખાનના રૂપમાં થઇ છે. આ સાથે જ પોલીસે જણાવ્યું કે કેમિસ્ટ હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ ઇરફાને જ હત્યાની યોજના બનાવી હતી.

મહારાષ્ટ્રના (Maharashtra) અમરાવતીમાં (Amravati) કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના માસ્ટરમાઇન્ડને પોલીસે નાગપુરથી ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ આરોપીઓની ઓળખ નાગપુરના (Nagpur) એક એનજીઓના માલિક ઇરફાન ખાનના રૂપમાં થઇ છે. આ સાથે જ પોલીસે જણાવ્યું કે કેમિસ્ટ હત્યાકાંડના (Chemist massacre) માસ્ટરમાઇન્ડ ઇરફાને જ હત્યાની યોજના બનાવી હતી. અન્ય આરોપીઓને હત્યા માટે મોટિવેટ કરવાનું કામ પણ ઇરફાન ખાને જ કર્યું હતું.

તમને જણાવી દઇએ કે 54 વર્ષીય કેમિસ્ટની 21 જૂનના રોજ મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં ચાકૂ મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસને શંકા હતી કે મહરાષ્ટ્રમાં નૃશંસ હત્યા ત્યારે થઇ જયારે તેણે ફેસબુક પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ લખી હતી. તે અમરાવતીમાં અમિત મેડિકલ સ્ટોરના નામેથી કેમિસ્ટની દુકાન ચલાવતો હતો.

ઘટના રાત્રે 10 વાગ્યાથી 10.30 વાગ્યા દરમિયાનની છે. જ્યારે કોલ્હે પોતાને દુકાન બંધ કરીને બાઇક પર ઘરે જઇ રહ્યો હતો. તેમનો પુત્ર સાકેત (27) અને તેમની પત્ની વૈષ્ણવી એક અલગ વાહનમાં તેમની સાથે હતા. ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ શનિવારે કહ્યું કે હત્યાની તપાસ એનઆઇએ કરશે. પ્રવક્તાએ ટ્વીટ કર્યું કે એનઆઇએ ઉમેશ કોલ્હેની હત્યાની પાછળના કાવતરાની તપાસ કરશે. જેની 21 જૂનના રોજ હત્યા કરી દેવામાં આવી હતી.

પ્રવક્તાએ કહ્યું કે એનઆઇએ સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સંબંધોની કોઇપણ પ્રકારની સંલિપ્તતાની ગહન તપાસ કરશે. માસ્ટરમાઇન્ડની ધરપકડ સાથે જ આ કેસમાં અત્યાર સુધી 7 લોકોની ધરપકડ થઇ ચૂકી છે.

આ પણ વાંચો –

03 જુલાઈ 2022, રાશિફળ : માં ખોડલ આ રાશિના જાતકોના તમામ કષ્ટો કરશે દુર, વ્યવસાયમાં થશે પ્રગતી

03 July 2022, Horoscope Gujarat Guardian

મેષઃ- આર્થિક ક્ષેત્રે સફ‍ળતા મળતા. આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઇ બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યો માં પરસ્પર પ્રેમ જળવાશે.નોકરી ધંધા ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારૂં રહેશે.

વૃષભઃ- કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજના પૂર્ણ વ્ય‌િકતત્વ રહેશે. ધગશ, ઉત્સાહ માં વધારો. થોડી સ્વાર્થવૃત્તિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્યકિતઓને પ્રગતિ-સફળતા મળે.

મિથુનઃ- સ્વભાવ જીદ્દી થાય. આવક માં ધટાડો નોંધાય. પરિવારમાં શાંતિ અને સંપની અનુભૂતી થાય. નવા આર્થિક આયોજનો સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારૂં રહેશે. જીવનસાથી ની તબિયત સાચવવી.

કર્કઃ- દિવસ દરમ્યાન શારિરિક અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્ય ના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ-સહકાર મળતો જણાય.

સિંહઃ- નાણાંકીય બાબતોથી લાભ સંભવે કુટુંભમાં સુખ શાંતિ વધે. જમીન-મકાન મિલકતથી લાભ મળતો જણાય. રંગ રસાયણ ટાયરના ધંધાવાળા વ્યક્તિઓને માટે શુભ દિવસ. મિત્રો સાથે મન દુઃખન થાય. એ સાચવવું.

ન્યાઃ- આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઇ બહેનો તથા પૂરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બને. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય. નવા કાર્યના શરૂઆત શક્ય બને. નોકરી માં બઢતી તથા ધંધામાં પ્રગ‌િત થાય. પિતાની તબિયત સાચવવી.

તુલાઃ- બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય. બપોર બાદ ભાગ્ય સાથ આપતું જણાય. નોકરી ધંધા માં પરિસ્થિતિ સ‌ુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણો નું શુભ ફળ મળતુ જણાય. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ શુભ ફળદાયી નિવડે.

વૃશ્ચિકઃ- દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતોમાં સફળતા મ‍ળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ઘટતી જણાય. શરીરમાં થાક. સુસ્તી નો અનુભવ થાય. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ- ગઇ કાલની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ-ઉત્સાહ નો અનુભવ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભ કાર્ય નું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.

મકરઃ- આવક ઘટતી જણાય. બચત ઓછી થાય. છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારો માં શુદ્ધતા રહે. પરિવાર ના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આદ્યાત્મિક પ્રગતિ થાય.

કુંભઃ- દિવસ દરમ્યાન શકિત સ્ફુર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટુંભના સભ્યો સાથે વિશ્વાસ નું વાતાવરણ સર્જાય. મવા રોકાણોથી લાભ થાય. જુના રોકાણોથી આવક વધતી જણાય. શરદી – ખાંસી  નો ઉપદ્રવ રહે.

મીનઃ- માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધશે. નોકરીમાં ઇન્સેન્ટીવની પ્રાપ્તિ શક્ય બને. ધંધામાં પ્રગતિ થાય. મવુુ વાહન ની ખરીદી શક્ય બને. સ્ત્રી વર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિ ને ગળાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો –

‘તને ખબર છે ઈસ્લામ શું છે’ ઉર્ફી જાવેદને મળી મારી નાખવાની ધમકી

‘You know what Islam is’

  •  ઉર્ફીએ પોસ્ટમાં લખ્યું છે કે, તે આ વ્યક્તિ અંગે મુંબઈ પોલીસને ફરિયાદ કરશે.

ઉર્ફી જાવેદ (Urfi Javed) માત્ર પોતાના બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટને (Bold fashion statement) કારણે જ નહીં પરંતુ બેફામ નિવેદનોને (Blatant statements) કારણે પણ ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ ઉંચા ઈરાદાઓ સાથે પોતાના વિચારો વ્યક્ત કરવામાં શરમાતી નથી. પછી ભલે ઉર્ફીને આ કારણે ટ્રોલ થવું પડે.

ઉર્ફીને કોણે કરી નારાજ ?

ઉર્ફીએ ઉદયપુરમાં થયેલા કન્હૈયાલાલ હત્યાકાંડની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઉર્ફીએ લખ્યું હતું કે, અલ્લાહ ધર્મના નામે આવી બર્બરતા ક્યારેય મંજૂર નથી. ત્યારબાદ ઉર્ફીને લોકો તરફથી ધમકીભર્યા અને અશ્લીલ મેસેજ મળવા લાગ્યા હતા. ઉર્ફીએ એક યુઝર્સના મેસેજનો સ્ક્રીનશોર્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. આ વ્યક્તિ સામે ઉર્ફી એક્શન લેવાની છે. ઉર્ફીએ પોસ્ટમાં લખ્યું છે કે, તે આ વ્યક્તિ અંગે મુંબઈ પોલીસને ફરિયાદ કરશે.

ઉર્ફીને શું ધમકી મળી

ઉર્ફીને મેસેજમાં અનેક યુઝર્સે અપશબ્દો કહીને તેનું મોં બંધ રાખવાનું કહ્યું છે અને એક યુઝર્સે તેને ધમકી આપતા કહ્યું હતું કે, ‘તને ખબર છે ઈસ્લામ શું છે’. જો કોઈ અમારા પયગંબરનું અપમાન કરે તેને અમે કેવી રીતે છોડી શકીએ. આ વ્યક્તિના મેસેજે ઉર્ફીનો પારો ઉંચો કરી દીધો છે. ઉર્ફી મુંબઈ પોલીસને ટેગ કરીને કહ્યું હતું કે, આ વ્યક્તિ વિરૂદ્ધ હું ફરિયાદ કરવા માંગુ છું. આ વ્યક્તિ ધર્મના નામે મારવાની ધમકી આપી રહ્યો છે.

આ પણ વાંચો –

પ્રોટોકોલનું ઉલ્લંઘન : PM મોદીના સ્વાગત માટે ફક્ત એક મંત્રી અને યશવંત સિન્હા માટે મંત્રીઓની આખી ફૌજ લઈને પહોંચ્યા મુખ્યમંત્રી KCR

0

Violation of protocol Chief Minister KCR a

  • હૈદરાબાદમાં આજથી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઈ રહી છે. જેમાં ભાગ લેવા માટે પીએમ મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ અને પદાધિકારીઓ સામેલ થવાના છે.

તેલંગણાની (Telangana) સત્તાધારી ટીઆરએસ (Authorized TRS) અને વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) વચ્ચે રાજકારણ ગરમાયેલું છે. આ તમામની વચ્ચે આજે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી (PM Modi) આજે હૈદરાબાદ (Hyderabad) પહોંચશે. બીજી બાજૂ વિપક્ષી રાષ્ટ્રપતિ ઉમેદવાર યશવંત સિન્હા (Yashwant Sinha) પણ હૈદરાબાદના બેગમપેટ (Begumpet) એરપોર્ટ પર પહોંચશે. મોદીના સ્વાગત માટે રાજ્યમાંથી ફક્ત એક મંત્રી ગયાં, તો વળી સિન્હાને લઈને સીએમ કેસીઆર સહિત આખુ મંત્રીમંડળ ગયું.

પીએમ મોદીના પહોંચ્યા બાદ થોડી કલાક બાદ સિન્હા બેગમપેટ પહોચ્યાં. ત્યાં રાજ્ય સરકાર તરફથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ખુદ સીએમ કેસીઆર અને તેમના મંત્રીગણ ત્યાં હાજર રહેશે. આ બાજૂ પીએમ મોદીના સ્વાગત માટે રાજ્ય સરકારમાંથી ફક્ત એક મંત્રીને મોકલ્યા છે. મોટા ભાગે પ્રધાનમંત્રી જ્યારે કોઈ રાજ્યની મુલાકાતે જાય છે, તો રાજ્યપાલ સહિત સીએમ તથા રાજ્યના મંત્રીઓ પણ એરપોર્ટ પર જઈને તેમનું સ્વાગત કરશે. કેસીઆર પહેલા પણ પીએમ મોદીની મુલાકાતથી દૂર રહેલા છે.

ત્રીજી વાર પ્રોટોકોલનું ઉલ્લંઘન :

છ મહિનામાં ત્રીજી વાર છે, જ્યારે સીએમ કેસીઆર પીએમ મોદીની યાત્રા દરમિયાન પ્રોટોકોલનું પાલન નહીં કરે. આ અગાઉ પીએમ મોદી ઈંડિયન સ્કૂલ ઓફ બિઝનેસની 20મી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે તેલંગણા ગયા હતા, ત્યારે પણ કેસીઆર બેંગલુરુ જતાં રહ્યા હતા. આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ પીએમ મોદી હૈદરાબાદની મુલાકાતે ગયા હતા, ત્યારે પણ કેસીઆર તેમના સ્વાગત માટે પહોંચ્યા નહોતા.

કેસીઆરે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સિન્હાને ટેકો આપ્યો છે. તેલંગણાના સીએમ તથા ટીઆરએસના પ્રમુખ રાવે સિન્હાને વિપક્ષના ઉમેદવાર બનાવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. 18 જૂલાઈએ થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સિન્હાની ટક્કર એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ સાથે થવાની છે.

આ પણ વાંચો –

પત્રકારો માટે મોટી જાહેરાત: કોરોનાકાળમાં જીવ ગુમાવનારા પત્રકારોને સરકાર આપશે 5-5 લાખ રૂપિયા, કેન્દ્રએ આપી મંજૂરી

0

Big announcement for journalist

  • કેન્દ્રની મોદી સરકાર કોરોનાકાળમાં જીવ ગુમાવનારા 35 પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રની મોદી સરકાર (Modi government) કોરોનાકાળમાં જીવ ગુમાવનારા 35 પત્રકારોના (Journalists) પરિવારોને આર્થિક મદદ (Financial help) આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ માહિતી અને પ્રસારણ મંત્રાલયના (Ministry of Broadcasting) સચિવ અપૂર્વ ચંદ્રાની (Secretary Apoorva Chandra) અધ્યક્ષતામાં પત્રકાર કલ્યાણ યોજના સમિતિ દ્વારા રાખવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આપેલી જાણકારી અનુસાર, તેમાં જર્નલિસ્ટ વેલફેર સ્કીમ અંતર્ગત આવા પત્રકારોના 16 પરિવારને પણ સામેલ કરવામાં આવ્યા છે, જેમનું મોત કોવિડ 19ના કારણે થયા હતા.

પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયતા :

સરકાર તરફથી નાણાકીય મદદ અંતર્ગત તમામ 35 પત્રકારોના પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આપવામાં આવશે. તો વળી જર્નલિસ્ટ વેલફેર સ્કીમ અંતર્ગત સમિતિએ સંસ્થાનના દિશા નિર્દેશ મુજબ બે દિવ્યાંગ પત્રકારો અને પાંચ ગંભીર બિમારીઓનો સામનો કકરી રહેલા પત્રકારોને સારવાર માટે મદદની પણ ભલામણ કરી છે. સમિતિએ બેઠક દરમિયાન કુલ 1.81 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત કોવિડ 19ના કારણે જીવ ગુમાવનારા પત્રકારોના 123 પરિવારને આર્થિક મદદ મળી ચુકી છે. હાલમાં કુલ 139 પરિવારોને આર્થિક મદદ આપવામાં આવી છે.

આ યોજના વિષમ પરિસ્થિતિઓના કારણે પત્રકારોના મોત થવાના સ્થિતિમાં પરિવારને 5 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ આપવામાં આવે છે. તો વળી સ્થાનિક વિકલાંગતા, ગંભીર દુર્ઘટનાઓ અને ગંભીર બિમારીઓના કેસમાં પત્રકારોને આર્થિક મદદ આપવામાં આવે છે. ગત વર્ષે 134 પત્રકારોને અને તેમના પરિવારને અલગ અલગ ક્ષેણીમાં 6.47 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવી છે.

આ પણ વાંચો –

મોડાસાનો ચર્ચિત કિસ્સો : શાળાના આચાર્ય બે સંતાનોની માતા સાથે ભાગી ગયા અને પછી…

0

Discussed case of Modasa

  • આ કિસ્સો વાયુવેગે પ્રસરતા આચાર્ય તથા મહિલાના સંતાનો અને પરિવારજનો પણ શરમમાં મુકાઇ ગયા હતા.

તાલુકામાં (Modasha) એક ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાની એક પ્રાથમિક શાળાનો આચાર્ય (principal elopes with woman) બે સંતાનોની માતાને (married woman escaped) ભગાડીને લઇ ગયો છે. ગત 24મી જૂનના આ લોકો ભાગી જતા દોડધામ મચી ગઇ હતી. આ કિસ્સો વાયુવેગે પ્રસરતા આચાર્યના (Principal) સંતાનો અને પરિવારજનો પણ શરમમાં મુકાઇ ગયા હતા. જે બાદ મોડાસા ટાઉન પોલીસ મથકે (Modasa Town Police Station) આ ઘટનાની જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી હતી. જે બાદ પોલીસે આચાર્ય અને મહિલાની શોધખોળ શરૂ કરી હતી.

આચાર્ય અને મહિલા બંને બે સંતાનોના વાલી છે :

આ અંગે મળતી માહિતી પ્રમાણે આ શાળાનો આચર્ય પણ બે સંતાનોનો પિતા છે. મહિલાના પરિવારને શોધખોળ બાદ ધ્યાનમાં આવ્યું હતુ કે આ લોકો ચોટિલા વિસ્તારમાં છે. જે બાદ પરિવારજનો આ લોકોને શોધીને મોડાસા લઇ આવ્યા હતા. મોડાસા પોલીસમાં આ મહિલાને પહેલા રજૂ કરીને ઘરે લઇ ગયા હતા. જોકે, આ કિસ્સાની ચર્ચાઓ આખા પંથકમાં વાયુવેગે થઇ રહી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે આ શાળાનો આચર્ય પણ બે સંતાનોનો પિતા છે. મહિલાના પરિવારને શોધખોળ બાદ ધ્યાનમાં આવ્યું હતુ કે, આ લોકો ચોટિલા વિસ્તારમાં છે. જે બાદ પરિવારજનો આ લોકોને શોધીને મોડાસા લઇ આવ્યા હતા. મોડાસા પોલીસમાં આ મહિલાને પહેલા રજૂ કરીને ઘરે લઇ ગયા હતા. જોકે, આ કિસ્સાની ચર્ચાઓ આખા પંથકમાં વાયુવેગે થઇ રહી હતી.

આ પણ વાંચો –