‘You know what Islam is’
- ઉર્ફીએ પોસ્ટમાં લખ્યું છે કે, તે આ વ્યક્તિ અંગે મુંબઈ પોલીસને ફરિયાદ કરશે.
ઉર્ફી જાવેદ (Urfi Javed) માત્ર પોતાના બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટને (Bold fashion statement) કારણે જ નહીં પરંતુ બેફામ નિવેદનોને (Blatant statements) કારણે પણ ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ ઉંચા ઈરાદાઓ સાથે પોતાના વિચારો વ્યક્ત કરવામાં શરમાતી નથી. પછી ભલે ઉર્ફીને આ કારણે ટ્રોલ થવું પડે.
ઉર્ફીને કોણે કરી નારાજ ?
ઉર્ફીએ ઉદયપુરમાં થયેલા કન્હૈયાલાલ હત્યાકાંડની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઉર્ફીએ લખ્યું હતું કે, અલ્લાહ ધર્મના નામે આવી બર્બરતા ક્યારેય મંજૂર નથી. ત્યારબાદ ઉર્ફીને લોકો તરફથી ધમકીભર્યા અને અશ્લીલ મેસેજ મળવા લાગ્યા હતા. ઉર્ફીએ એક યુઝર્સના મેસેજનો સ્ક્રીનશોર્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. આ વ્યક્તિ સામે ઉર્ફી એક્શન લેવાની છે. ઉર્ફીએ પોસ્ટમાં લખ્યું છે કે, તે આ વ્યક્તિ અંગે મુંબઈ પોલીસને ફરિયાદ કરશે.
ઉર્ફીને શું ધમકી મળી ?
ઉર્ફીને મેસેજમાં અનેક યુઝર્સે અપશબ્દો કહીને તેનું મોં બંધ રાખવાનું કહ્યું છે અને એક યુઝર્સે તેને ધમકી આપતા કહ્યું હતું કે, ‘તને ખબર છે ઈસ્લામ શું છે’. જો કોઈ અમારા પયગંબરનું અપમાન કરે તેને અમે કેવી રીતે છોડી શકીએ. આ વ્યક્તિના મેસેજે ઉર્ફીનો પારો ઉંચો કરી દીધો છે. ઉર્ફી મુંબઈ પોલીસને ટેગ કરીને કહ્યું હતું કે, આ વ્યક્તિ વિરૂદ્ધ હું ફરિયાદ કરવા માંગુ છું. આ વ્યક્તિ ધર્મના નામે મારવાની ધમકી આપી રહ્યો છે.
આ પણ વાંચો –