Discussed case of Modasa
- આ કિસ્સો વાયુવેગે પ્રસરતા આચાર્ય તથા મહિલાના સંતાનો અને પરિવારજનો પણ શરમમાં મુકાઇ ગયા હતા.
તાલુકામાં (Modasha) એક ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાની એક પ્રાથમિક શાળાનો આચાર્ય (principal elopes with woman) બે સંતાનોની માતાને (married woman escaped) ભગાડીને લઇ ગયો છે. ગત 24મી જૂનના આ લોકો ભાગી જતા દોડધામ મચી ગઇ હતી. આ કિસ્સો વાયુવેગે પ્રસરતા આચાર્યના (Principal) સંતાનો અને પરિવારજનો પણ શરમમાં મુકાઇ ગયા હતા. જે બાદ મોડાસા ટાઉન પોલીસ મથકે (Modasa Town Police Station) આ ઘટનાની જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી હતી. જે બાદ પોલીસે આચાર્ય અને મહિલાની શોધખોળ શરૂ કરી હતી.
આચાર્ય અને મહિલા બંને બે સંતાનોના વાલી છે :
આ અંગે મળતી માહિતી પ્રમાણે આ શાળાનો આચર્ય પણ બે સંતાનોનો પિતા છે. મહિલાના પરિવારને શોધખોળ બાદ ધ્યાનમાં આવ્યું હતુ કે આ લોકો ચોટિલા વિસ્તારમાં છે. જે બાદ પરિવારજનો આ લોકોને શોધીને મોડાસા લઇ આવ્યા હતા. મોડાસા પોલીસમાં આ મહિલાને પહેલા રજૂ કરીને ઘરે લઇ ગયા હતા. જોકે, આ કિસ્સાની ચર્ચાઓ આખા પંથકમાં વાયુવેગે થઇ રહી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે આ શાળાનો આચર્ય પણ બે સંતાનોનો પિતા છે. મહિલાના પરિવારને શોધખોળ બાદ ધ્યાનમાં આવ્યું હતુ કે, આ લોકો ચોટિલા વિસ્તારમાં છે. જે બાદ પરિવારજનો આ લોકોને શોધીને મોડાસા લઇ આવ્યા હતા. મોડાસા પોલીસમાં આ મહિલાને પહેલા રજૂ કરીને ઘરે લઇ ગયા હતા. જોકે, આ કિસ્સાની ચર્ચાઓ આખા પંથકમાં વાયુવેગે થઇ રહી હતી.
આ પણ વાંચો –
- નૂપુર શર્મા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપનારા મૌલાનાની ધરપકડ, જાહેરમાં આપી હતી ધમકી
- નિવૃત્તિ પછી પણ રાષ્ટ્રપતિ કોવિંદનો ‘જલવો’ યથાવત રહેશે , જીવનભર મળશે આ સુવિધાઓ