Eknath Shinde arrives in Goa
- મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે ફરી એક ગોવા પહોંચ્યા છે. જ્યાં તેઓ તમામ બળવાખોર ધારાસભ્યોને લેવા માટે પહોંચ્યા છે.
મહારાષ્ટ્રના (Maharashtra) નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) ફરી એક ગોવા પહોંચ્યા છે. જ્યાં તેઓ તમામ બળવાખોર ધારાસભ્યોને (Rebel legislators) લેવા માટે પહોંચ્યા છે. કહેવાય છે કે, એકનાથ શિંદે તમામ ધારાસભ્યોને લઈને મુંબઈ બંગાળી માછીમારને લાગી લોટરી, માત્ર એક જ માછલીએ બનાવ્યો લાખોપતિ(Mumbai) પાછા ફરશે. આ અગાઉ ગોવામાં આ ધારાસભ્યોની બેઠક પણ થઈ શકે છે. અગાઉ એકનાથ શિંદે પણ ગોવામાં હતા, જો કે તેમના સાથી ધારાસભ્યો ત્યાં જ રોકાઈ રહ્યા હતા, પણ હવે ફ્લોર ટેસ્ટ અને વિધાનસભા સ્પિકરની (Assembly Speaker) ચૂંટણી પહેલા ધારાસભ્યોનું મુંબઈ પાછા ફરવું ખૂબ જ જરૂરી છે.
વિધાનસભા સ્પિકરની થશે ચૂંટણી :
કહેવાય છે કે, ગોવામાં રોકાયેલા એકનાથ શિંદે જૂથના તમામ 50 ધારાસભ્યો બપોરે 2 વાગ્યે વિશેષ ચાર્ટર પ્લેન મારફતે મુંબઈ આવશે. આ અગાઉ ધારાસભ્ય દીપક કેસરકર બપોરે 12 કલાકે પીસી કરશે. આપને જણાવી દઈએ કે, રવિવારે 3 જૂલાઈએ વિધાનસભાનું વિશેષ સત્ર થશે, તેમાં સ્પિકરના નામની પસંદગી થશે. જેમાં સામેલ થવા માટે એકનાથ શિંદ જૂથના તમામ 50 ધારાસભ્યો આજે ગોવાથી મુંબઈ આવશે. મુંબઈમાં તેમની કડક સુરક્ષા વચ્ચે હોટલ ટ્રાઈડેંટ અથવા તાજ પ્રેસિડેંટમાં રોકવામાં આવશે.
બળવાખોરો માટે કડક સુરક્ષા વ્યવસ્થા :
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બળવાખોર ધારાસભ્યોનું ખાસ ધ્યાન રાખવામા આવશે. તેના માટે પહેલાથી તૈયારીઓ થઈ ચુકી છે. ઉદ્ધવ ઠાકરેની ખુરશીની નીચે ઉતાર્યા બાદ આ તમામ બળવાખોર ધારાસભ્યો શિવસૈનિકોના ગુસ્સાનો સામનો કરી રહ્યા છે. જેને જોતા ગુવાહટીથી લઈને ગોવા સુધી પોલીસની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ અગાઉ આ બળવાખરો ધારાસભ્યોનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં શિંદે સીએમ બનતા ખુશીથી ઝુમવા લાગ્યા હતા.
આ પણ વાંચો –