02 July 2022, Horoscope Gujarat Guardian
મેષઃ- આવક વધતાં આનંદની અનૂભુતી વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજીરમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી ધંધામં રાહત રહેશે.
વૃષભઃ- દિવસ દરમ્યાન આનંદમાં વૃદ્ધિ થાય. મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી ધંધા માટે ઉત્તમ દિવસ.
મિથુનઃ- આકસ્મિક ખર્ચ આવી પડે. માનસીક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂં મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.
કર્કઃ- નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રો ને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂં. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.
સિંહઃ- નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો સંબંધોમાં લાભ.
કન્યાઃ- ધરમાં આદ્યાત્મિક વાતાવરણ બને . પૂજન અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મી ની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.
તુલાઃ- ધનહાનિ નો યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારો માં સાવઘાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઇ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્ર ફળનો અનુભવ થશે.
વૃશ્ચિકઃ- ભાગીદારી તથા પત્નિસુખ માં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.
ધનઃ- દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવક નું પાતું સરભર તતું જણાય. પરિવારના સભ્યો સાથે સંધર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.
મકરઃ- દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહ નું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વઘતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાન ની અણધારેલી પ્રગતિ થી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ, હાડકા નબળા થતા જણાય.
કુંભઃ- સાહસ કરવાની ભવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.
મીનઃ- પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.
આ પણ વાંચો –