અડધી રાતે ઘટ્યા ગેસનાં બાટલાના ભાવ, નવો ભાવ જોઈને ખુશ થઈ જશો

Share this story

Gas bottle prices dropped

  • આજથી એલપીજી સિલિન્ડરના ભાવ 198 રૂપિયા ઘટી ગયા છે, પરંતુ કિંમતોમાં ઘટાડો માત્ર કમર્શિયલ ગેસના બોટલમાં કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજીના ભાવમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી… તો જાણી લો નવો ભાવ

એલપીજી સિલેન્ડર (LPG cylinder) આજથી 198 રૂપિયા સસ્તુ થઈ ગયો છે. પરંતુ ભાવમાં ઘટાડો માત્ર કમર્શિયલ સિલિન્ડર (Commercial cylinder) પર જ કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. મધ્ય રાત્રિએ આજના નવા ભાવ જાહેર થઈ ગયા છે. ચાર મહાનગરમાં એલપીજીના કમર્શિયલ સિલિન્ડરની કિંમતોની વાત કરીએ તો ઈન્ડેન કંપનીનું (Inden Company) સિલિન્ડર આજથી દિલ્હીમાં 198 રૂપિયા સસ્તુ થઈ ગયુ છે. કોલકાત્તામાં 182 રૂપિયાનો ઘટાડો થયો છે. મુંબઈમાં 190.52 રૂપિયા, જ્યારે કે ચેન્નાઈમાં તેમાં 187 રૂપિયાનો ઘટાડો થયો છે.

પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલે કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે અને નવો ભાવ જાહેર કર્યો છે. જ્યારે કે ઘરેલ એલપીજી સિલિન્ડરમાં હાલ ગ્રાહકોને કોઈ રાહત મળી નથી. તેઓને પહેલાની જ જેમ જ રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે, 14.2 કિલોવાળા ઘરેલુ સિલેન્ડર ન તો સસ્તો થયો છે, ન તો મોંઘો થયો છે. આજે પણ પણ 19 મેના જૂના ભાવ પર જ મળી રહ્યો છે.

મે મહિનામાં વધ્યા હતા કમર્શિયલ એલપીજીના ભાવ :

ઉલ્લેખનીય છે કે, જૂનમાં ઈન્ડેનનો કમર્શિયલ સિલિન્ડર 135 રૂપિયા સસ્તો થયો હતો. જ્યારે કે મે મહિનામાં ગેસના બોટલના ભાવ વધતા ગ્રાહકોને બે વાર ઝટકો લાગ્યો હતો. ગેસનો બોટલનો ભાવ મહિનામાં પહેલીવાર 7 મેના રોજ 50 રૂપિયા વધારવામાં આવ્યો હતો અને 19 મેના રોજ ગેસનો બોટલના ભાવમાં વધારો થયો હતો.

એક વર્ષમાં કેટલો મોંઘો થયો એલપીજી :

દેશની રાજધાની દિલ્હીમાં ગત એક વર્ષથી ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 834.50 રૂપિયાથી વધીને 1003 રૂપિયા પહોંચી ગયો છે. 19 મે, 2022 ના રોજ અંતે 14.2 કિલો ઘરેલુ એલપીજી સિલિન્ટરનો રેટ 4 રૂપિયા વધારવામાં આવ્યો હતો. આ પહેલા 7 મેના રોજ ભાવ 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો. 22 માર્ચ, 2022 ના રોજ 949.50 રૂપિયાની સરખામણીમાં 7 મેના રોજ એલપીજી સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો હતો.

આ પણ વાંચો –