the most expensive cheese
- વિશ્વનું સૌથી મોંઘું ચીઝ કહેવાતું આ ચીઝ સોનારની કોઈપણ દુકાનમાં વેચી શકાય છે, પણ આ ચીઝ આટલું મોંઘું કેમ ? આમાં ખાસ શું છે ?
બોલિવૂડની ફિલ્મ ‘3 ઈડિયટ્સ‘ના (3 idiots) એક રાજુ રસ્તોગીની (Raju Rastogini) માતાએ એકવાર સમજદારીપૂર્વક કહ્યું હતું કે આજકાલ પનીર એટલું મોંઘું થઈ રહ્યું છે કે તેને સોનારની દુકાનમાં વેચવું જોઈએ. વિશ્વનું સૌથી મોંઘું ચીઝ (Expensive cheese) કહેવાતું આ ચીઝ સોનારની કોઈપણ દુકાનમાં વેચી શકાય છે, પરંતુ આ ચીઝ આટલું મોંઘું કેમ? આમાં ખાસ શું છે ? લક્ઝરી પનીરની કિંમત આશરે 800 થી 1000 યુરો (લગભગ 82,000 રૂપિયાથી થોડી વધારે) પ્રતિ કિલો છે. તે વિશ્વના સૌથી મોંઘા ચીઝમાંનું એક માનવામાં આવે છે.
અહીં ગધેડીના દૂધનું પનીર કેમ મોંઘું છે ?
ડેઈલી મેલના એક અહેવાલ અનુસાર, આ પનીર ગધેડીના દૂધમાંથી બનાવવામાં આવે છે અને તે સફેદ રંગનું હોય છે. જો કે તે સ્પેનિશ પનીર જેવું બનેલું હોવાનું જણાય છે, પરંતુ તેનો સ્વાદ તેનાથી તદ્દન અલગ છે. બ્રિટિશ સુપરમાર્કેટ્સમાં સ્પેનિશ ચીઝ માન્ચેગો ખૂબ સસ્તું છે અને સ્પેનિશ ચીઝ £13 પ્રતિ કિલો (અંદાજે રૂ. 1245 પ્રતિ કિલો)માં ઉપલબ્ધ છે. ગધેડા પનીરને પુલે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિશે જણાવી દઈએ કે સર્બિયાના ઝાસાવિકામાં ગધેડીના દૂધમાંથી ચીઝ બનાવવામાં આવે છે.
એક કિલો ચીઝ કેટલા લિટર દૂધમાં બને છે ?
એવું કહેવાય છે કે એક કિલો કીમતી ચીઝ બનાવવા માટે લગભગ 25 લીટર તાજા ગધેડીના દૂધની જરૂર પડે છે. અહીંનું ફાર્મ બોટલ્ડ ગધેડાનું દૂધ પણ બનાવે છે, જે ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાનું સૌંદર્ય રહસ્ય હોવાનું કહેવાય છે. ઇજિપ્તની પ્રખ્યાત રાણી વિશે એવું પણ કહેવાય છે કે તે દરરોજ ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી.
ગધેડીનું ચીઝ વિશ્વના સૌથી મોંઘા ખોરાકમાંથી એક છે :
અન્ય મોંઘી વસ્તુઓમાં સ્વીડિશ મૌસ ચીઝનો સમાવેશ થાય છે જેની કિંમત આશરે £630 પ્રતિ કિલોગ્રામ છે. Caciocavallo Podolico એ એક દુર્લભ ઇટાલિયન જાતિની ગાયના દૂધમાંથી ઉત્પાદિત ચીઝ છે જે માત્ર મે અને જૂન દરમિયાન દૂધ ઉત્પન્ન કરે છે.
આ પણ વાંચો –
- ઉદયપુર હત્યા કેસમાં વધુ એક ખુલાસાથી હડકંપ, કાવતરા પાછળ 2 નહીં પરંતુ આટલા લોકોની હતી સંડોવણી
- કચ્છમાં બકરીને આવે છે માતાજી, કહે છે કેવો રહેશે આ વર્ષે વરસાદ