HomeGujaratયુવકે સગીરા પર દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો, મળવા ન આવતાં આપી ધમકી

યુવકે સગીરા પર દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો, મળવા ન આવતાં આપી ધમકી

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

The youth made a vide

  • આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ સગીરાની નક્કી થયેલી સગાઈ તોડાવી નાખી હતી. આ સમગ્ર મામલે સગીરા અને તેના માતા પિતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત

સુરત (Surat Crime)ના અઠવા પોલીસ સ્ટેશન (Athva Police) વિસ્તારમાં રહેતી સગીરાને એક યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ (Rape) બાંધ્યા હતા. જોકે આ પ્રેમસંબંધ (Love Affaire) દરમિયાન યુવકે યુવતીને અંગતપળોના વીડિયો (Video) પણ કેમેરામાં કેદ કર્યા હતા અને યુવતીને અવારનવાર ફરવા લઈ જઈ દુષ્કર્મ (Surat Rape) આચર્યુ હતું.

જોકે યુવતી ફરવા જવાની ના પાડતા તેના વીડિયો વાયરલ કરવાની ધમકી યુવક વારંવાર આપતો હતો અને તેની સગાઈ તોડવાની વાત પણ કહેતો હતો. સાથે જ યુવતીને મારી નાખવાની ધમકી આપી યુવકે યુવતીની સગાઈ તોડી નાખતા યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી..

સુરતમાં સતત મહિલા અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે તેમાં પણ બાળકી સાથે સગીરા પર દુષ્કર્મની ઘટનામાં સતત સામે આવી રહી છે. તેવામાં વધુ એક ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો. સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલી ચોગાન શેરી ખાતે રહેતા જાસીમ સલીમ શેખના એ એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન કરવાની લાલચ આપીને જાસીમ શેખ સગીરાને અવારનવાર ફરવા લઈ જતો હતો અને દુષ્કર્મ પણ આચર્યું હતું.

આ સાથે જ સગીરાની અન્ય જગ્યાએ સગાઈ થઈ જતા ધમકી આપતા કહેતો હતો કે, તું મારી સાથે ફરવા નહીં આવે તો તારા લગ્ન જ્યાં નક્કી થયા છે. ત્યાં હું જાણકરી તારા લગ્ન થવા નહી દઈશ. જાસીમ શેખ સગીરાને ધમકી આપતો કે તું મારી સાથે નહીં આવે તો તારા માતા-પિતાને જાનથી મારી નાંખીશ. આરોપીએ સગીરાને મરજી વિરુદ્ધ ડુમસ ફરવા લઈ જઈ લગ્ન કરવાની લાલચ આપી ડુમસ ખાતે વીડિયો ક્લિપ બનાવી લીધી હતી.

વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ સગીરાની નક્કી થયેલી સગાઈ તોડાવી નાખી હતી. આ સમગ્ર મામલે સગીરા અને તેના માતા પિતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો –

Subscribe

Latest stories

spot_img