સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની ઝાટકણી કાઢીને કહ્યું, લોકોની ભાવના દુભાઈ છે, માફી માંગો નહીતર…

Share this story

The Supreme Court slapped Nupur Sharma

  • રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયા કુમારની બેરહેમીથી હત્યાના મામલે મોટો ખુલાસો થયો છે. NIA ની તપાસમાં માલૂમ પડ્યુ કે, મોહંમદ રિયાઝ અને ગૌસ મોહંમદ આ હત્યાકાંડમા એકલા જ સામે ન હતા, પરંતુ તેમનુ એક ગ્રૂપ છે. જેમાં ડઝનેક લોકો સામેલ છે. તો બીજી તરફ, સુપ્રિમ કોર્ટે આ નુપુર શર્માના નિવેદન મામલે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને કહ્યુ કે, લોકોની ભાવના દુભાઈ છે, માફી માંગે નુપુર શર્મા

મોહંમદ પયંગબરની (Mohammad Payangbar) વિરુદ્ધ કથિત ટિપ્પણીને લઈને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ નુપુર શર્માએ (Nupur Sharma) સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ (Former BJP spokesperson Nupur Sharma) સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે, તેમની વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં જેટલા પણ પણ કેસ નોંધાયા છે. તે તમામને દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવે. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) કડક વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ટીવી પર આવીને તેઓ દેશની જનતાથી માફી માંગે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, દેશમાં આજે જે પણ થઈ રહ્યુ છે, તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. મોહંમદ પયંગબરને લઈને કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા પર કડક વલણ દાખવ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, નુપુર શર્માના નિવેદનથી દેશભરના લોકોની ભાવના ભડકી છે.

તેના માટે તેઓએ માફી માંગવી જોઈએ. કોર્ટે કહ્યુ કે, જે કંઈ પણ થયુ તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, નુપુર શર્માની વિરુદ્ધ દિલ્હી, કોલકાત્તા, બિહારથી લઈને પુણે સુધી અલગ અલગ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો –