જાતીય સતામણીનાં કેસમાં એક્ટર વિજયબાબુને કોઈ રાહત નહીં, સતત છઠ્ઠા દિવસે પોલીસ સામે હાજર થયા, જુઓ કેવા હાલ

Share this story

No relief to actor Vijaybabu

  • ફરિયાદી અનુસાર, વિજય બાબુએ તેને ફિલ્મમાં કામ અપાવવાના બદલામાં તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.

ફિલ્મ જગતમાં આપણે હંમેશા મૂવી, ફેશન અને ગોસિપની ચર્ચાઓ સાંભળતા હોઇએ છીએ. ત્યારે એક એવા સમાચાર આવ્યા છે કે જેનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં (Film industry) ખળભળાટ મચી ગયો છે.  ફિલ્મમાં દમદાર ભૂમિકા નિભાવીને અભિનેતાઓ (Actor) ફેન્સના મનમાં એક ઊંડી છાપ છોડી જાય છે. મોટા ભાગના સ્ટાર્સ વિશે આપણે પોઝિટીવ જ સાંભળીએ છીએ ત્યારે એક આવા જ એક સ્ટાર્સ પર જાતીય સતામણનો (Sexual harassment) આરોપ લાગતા ચકચાર મચી ગયો હતો.

સાઉથના સુપરસ્ટાર અને નિર્માતા વિજય બાબુ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં બની રહ્યા છે. જાતીય સતામણીના કેસમાં એમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 22 એપ્રિલે વિજય બાબુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી અનુસાર, વિજય બાબુએ તેને ફિલ્મમાં કામ અપાવવાના બદલામાં તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.

આ ગંભીર આરોપ કોઝિકોડ જિલ્લાની રહેવાસી પીડીતાએ કેસ દાખલ કરાવતા પોલીસને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે એક્ટર વિજય બાબૂએ ફિલ્મોમાં કામ અપાવવાના બહાને તેણીને ફ્લેટ પર બોલાવતો હતો. કોચી વાળા ફ્લેટ પર બોલાવીને એક્ટર  પીડિત મહિલા સાથે યૌન ઉત્પીડન કરતો હતો. પીડિતાએ આગળ જણાવતા કહ્યું કે વિજય બાબૂએ તેની સાથે એક વાર નહિં પરંતુ ઘણીવાર રેપ કર્યો હતો. 22 એપ્રિલે વિજય બાબુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એ પછી અભિનેતા 27 જૂનના દિવસે એર્નાકુલમ ટાઉન સાઉથ પોલીસસ્ટેશનમાં હજાર થયા હતા. એ સમયે અધિકારીઓ એ તેમની સાથે ઘણા સવાલ જવાબ પણ કર્યા હતા.

કેસ દાખલ થતાં જ બાબુ ઘણા દિવસ સુધી ગાયબ રહ્યા હતા. એ પછી કોચિ પોલીસ એમની સામે લુકઆઉટ સર્કુલર બહાર પાડ્યું હતું. જો કે પોલીસને આશંકા હતી કે તેઓ દેશ છોડની ચાલ્યા ગયા છે. એ પછી એમની સામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેરળના ઉચ્ચ ન્યાયાલયે એમને અગ્નિમ જામીન આપી હતી છતાં પણ એમને હાલ અધિકારીઓ સામે પેશ થવું પડે છે. જો કે આ બધા વચ્ચે વિજય બાબુએ એક ફેસબુક લાઈવ કર્યું હતું અને તેની સામે લાગેલ દરેક આરોપોને ખોટ ગણાવ્યા હતા અને ખુદને નિર્દોષ સાબિત કર્યા હતા.

આજે કેરળ હાઈકોર્ટના નિર્દેશ મુજબ અભિનેતા-નિર્માતા વિજય બાબુ તેમની સામે નોંધાયેલા જાતીય શોષણના કેસના સંબંધમાં પૂછપરછ માટે એર્નાકુલમ ટાઉન સાઉથ પીએસમાં સતત છઠ્ઠા દિવસે તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થયા છે.

આ પણ વાંચો –