નૂપુર શર્મા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપનારા મૌલાનાની ધરપકડ, જાહેરમાં આપી હતી ધમકી

Share this story

Maulana arrested for making

  • નૂપુર શર્મા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપનારા મૌલાનાને રાજસ્થાનના બૂંદીમાંથી ધરપકડ કરવામાં આવ્યા છે.

નૂપુર શર્મા (Nupur Sharma) વિરુદ્ધ ભડકાઉ ભાષણ (Provocative speech) આપનારા મૌલાનાને (Maulana) રાજસ્થાનના બૂંદીમાંથી ધરપકડ કરવામાં આવ્યા છે. મૌલાનાની ધરપકડની માગ ઉદયપુરમાં કનૈયાલાલની (Kanaiyalal) હત્યા બાદ થઈ રહી હતી. તેમની ધરપકડ ન થતાં પોલીસ પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા હતા. પણ હવે પોલીસે તેને બૂંદીમાંથી ધરપકડ કરી લીધો છે. બૂંદી પોલીસે સસ્પેન્ડેડ ભાજપ નેતા નુપુર શર્મા (Nupur Sharma) વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં બે મૌલાનાની ધરપકડ કરી છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે.

ભડકાઉ ભાષણ આપ્યા હતાં :

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બૂંદી કલેક્ટ્રેટ પર મૌલાના મુફ્તી નદીમે નુપુર વિરુદ્ધ ભડકાઉ નિવેદનબાજી કરી હતી. આ મામલે હવે પોલીસે મૌલાનાની ધરપકડ કરી લીધી છે. તો વળી મૌલાનાના સમર્થકો પણ પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા. સુરક્ષાને જોતા ત્યાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા નૂપુર શર્મા વિરુદ્ધ મૌલાના મુફ્તી નદીને ભડકાઉ ભાષણ આપતા કહ્યું હતું કે, જો કોઈ આંખ ઉંચી કરશે તો, તેની આંખો ફોડી નાખીશું, જો કોઈ આંગળી ઉઠાવશે તો તેની આંગળી તોડી નાખીશું અને કોઈ હાથ ઉઠાવશે તો તેનો હાથ તોડી નાખીશું.

સોશિયલ મીડિયા દ્વારા લોકોને ઉશ્કેરવા આરોપ :

મૌલાનાએ બૂંદી કલેક્ટ્રેટ પર એવું પણ કહ્યું હતું કે, જો અમારા પયગંબર વિરુદ્ધ બોલનારા પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો મુસ્લિમ સમાજ રિએક્શન આપવાનું જાણે છે. મૌલાનાએ બૂંદી મુસ્લિમોને ઉકસાવતા કહ્યું હતું કે, જ્યારે પણ કોઈ પયગંબર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે તો તે બચી શકશે નહીં. જાણકારી અનુસાર 3 જૂને બૂંદી કલેક્ટ્રેટ પરિસરમાં રેલી થઈ હતી. આ દરમિયાન મૌલાના મુફતી મદીન અને મૌલાના આલમ ગૌરીએ ભડકાઉ ભાષણો આપ્યા હતા. તેમણે લોકોને ઉકસાવ્યા હતા.

આ પણ વાંચો –