03 July 2022, Horoscope Gujarat Guardian
મેષઃ- આર્થિક ક્ષેત્રે સફળતા મળતા. આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઇ બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યો માં પરસ્પર પ્રેમ જળવાશે.નોકરી ધંધા ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારૂં રહેશે.
વૃષભઃ- કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજના પૂર્ણ વ્યિકતત્વ રહેશે. ધગશ, ઉત્સાહ માં વધારો. થોડી સ્વાર્થવૃત્તિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્યકિતઓને પ્રગતિ-સફળતા મળે.
મિથુનઃ- સ્વભાવ જીદ્દી થાય. આવક માં ધટાડો નોંધાય. પરિવારમાં શાંતિ અને સંપની અનુભૂતી થાય. નવા આર્થિક આયોજનો સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારૂં રહેશે. જીવનસાથી ની તબિયત સાચવવી.
કર્કઃ- દિવસ દરમ્યાન શારિરિક અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્ય ના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ-સહકાર મળતો જણાય.
સિંહઃ- નાણાંકીય બાબતોથી લાભ સંભવે કુટુંભમાં સુખ શાંતિ વધે. જમીન-મકાન મિલકતથી લાભ મળતો જણાય. રંગ રસાયણ ટાયરના ધંધાવાળા વ્યક્તિઓને માટે શુભ દિવસ. મિત્રો સાથે મન દુઃખન થાય. એ સાચવવું.
કન્યાઃ- આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઇ બહેનો તથા પૂરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બને. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય. નવા કાર્યના શરૂઆત શક્ય બને. નોકરી માં બઢતી તથા ધંધામાં પ્રગિત થાય. પિતાની તબિયત સાચવવી.
તુલાઃ- બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય. બપોર બાદ ભાગ્ય સાથ આપતું જણાય. નોકરી ધંધા માં પરિસ્થિતિ સુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણો નું શુભ ફળ મળતુ જણાય. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ શુભ ફળદાયી નિવડે.
વૃશ્ચિકઃ- દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતોમાં સફળતા મળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ઘટતી જણાય. શરીરમાં થાક. સુસ્તી નો અનુભવ થાય. ગળાના રોગોથી સાચવવું.
ધનઃ- ગઇ કાલની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ-ઉત્સાહ નો અનુભવ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભ કાર્ય નું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.
મકરઃ- આવક ઘટતી જણાય. બચત ઓછી થાય. છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારો માં શુદ્ધતા રહે. પરિવાર ના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આદ્યાત્મિક પ્રગતિ થાય.
કુંભઃ- દિવસ દરમ્યાન શકિત સ્ફુર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટુંભના સભ્યો સાથે વિશ્વાસ નું વાતાવરણ સર્જાય. મવા રોકાણોથી લાભ થાય. જુના રોકાણોથી આવક વધતી જણાય. શરદી – ખાંસી નો ઉપદ્રવ રહે.
મીનઃ- માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધશે. નોકરીમાં ઇન્સેન્ટીવની પ્રાપ્તિ શક્ય બને. ધંધામાં પ્રગતિ થાય. મવુુ વાહન ની ખરીદી શક્ય બને. સ્ત્રી વર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિ ને ગળાના દુઃખાવાથી સાચવવું.
આ પણ વાંચો –