HomeNationalપંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસના ચાર ડબ્બામાં ભીષણ આગ, મુસાફરોમાં મચી અફરાતફરી

પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસના ચાર ડબ્બામાં ભીષણ આગ, મુસાફરોમાં મચી અફરાતફરી

Date:

Related stories

ધનતેરસ 2026: પૂજા ક્યારે અને કેવી રીતે કરવી? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું ધાર્મિક મહત્ત્વ

દિવાળીના પર્વની શરૂઆત ધનતેરસથી થાય છે. હિન્દુ ધર્મમાં ધનતેરસનું...
spot_img

પંજાબમાં શુક્રવારે (6 નવેમ્બર) કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજપુરા નજીક સરાઈ બાંજારા રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ચાર ડબ્બામાં આગ ફાટી નીકળતાં મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આગને કારણે ટ્રેનના ડબ્બાઓમાંથી ધુમાડાના ગોટેગોટા ઊડતા જોવા મળ્યા હતા.

મળતી માહિતી અનુસાર, અમૃતસરથી ન્યૂ જલપાઈગુડી જતી ટ્રેન નંબર 12508 કર્મભૂમિ એક્સપ્રેસમાં બપોરના સમયે આ ઘટના બની હતી. ટ્રેનના એન્જિનથી પાંચમા ડબ્બામાં આગ લાગ્યા બાદ અન્ય ડબ્બાઓ સુધી પણ આગ ફેલાઈ હોવાના અહેવાલ છે.

આગ લાગતાં જ ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરોએ સુરક્ષિત સ્થળે પહોંચવા માટે ઉતાવળ કરી હતી. ઘટનાની જાણ થતાં રેલવે અધિકારીઓ અને ઇમરજન્સી ટીમો દ્વારા પરિસ્થિતિને સંભાળવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, આગ લાગવાનું સંભવિત કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, રેલવે તંત્ર દ્વારા આગનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.

રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થયાના અહેવાલ સામે આવ્યા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Subscribe

Latest stories