પ્રોટોકોલનું ઉલ્લંઘન : PM મોદીના સ્વાગત માટે ફક્ત એક મંત્રી અને યશવંત સિન્હા માટે મંત્રીઓની આખી ફૌજ લઈને પહોંચ્યા મુખ્યમંત્રી KCR

Share this story

Violation of protocol Chief Minister KCR a

  • હૈદરાબાદમાં આજથી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઈ રહી છે. જેમાં ભાગ લેવા માટે પીએમ મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ અને પદાધિકારીઓ સામેલ થવાના છે.

તેલંગણાની (Telangana) સત્તાધારી ટીઆરએસ (Authorized TRS) અને વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) વચ્ચે રાજકારણ ગરમાયેલું છે. આ તમામની વચ્ચે આજે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી (PM Modi) આજે હૈદરાબાદ (Hyderabad) પહોંચશે. બીજી બાજૂ વિપક્ષી રાષ્ટ્રપતિ ઉમેદવાર યશવંત સિન્હા (Yashwant Sinha) પણ હૈદરાબાદના બેગમપેટ (Begumpet) એરપોર્ટ પર પહોંચશે. મોદીના સ્વાગત માટે રાજ્યમાંથી ફક્ત એક મંત્રી ગયાં, તો વળી સિન્હાને લઈને સીએમ કેસીઆર સહિત આખુ મંત્રીમંડળ ગયું.

પીએમ મોદીના પહોંચ્યા બાદ થોડી કલાક બાદ સિન્હા બેગમપેટ પહોચ્યાં. ત્યાં રાજ્ય સરકાર તરફથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ખુદ સીએમ કેસીઆર અને તેમના મંત્રીગણ ત્યાં હાજર રહેશે. આ બાજૂ પીએમ મોદીના સ્વાગત માટે રાજ્ય સરકારમાંથી ફક્ત એક મંત્રીને મોકલ્યા છે. મોટા ભાગે પ્રધાનમંત્રી જ્યારે કોઈ રાજ્યની મુલાકાતે જાય છે, તો રાજ્યપાલ સહિત સીએમ તથા રાજ્યના મંત્રીઓ પણ એરપોર્ટ પર જઈને તેમનું સ્વાગત કરશે. કેસીઆર પહેલા પણ પીએમ મોદીની મુલાકાતથી દૂર રહેલા છે.

ત્રીજી વાર પ્રોટોકોલનું ઉલ્લંઘન :

છ મહિનામાં ત્રીજી વાર છે, જ્યારે સીએમ કેસીઆર પીએમ મોદીની યાત્રા દરમિયાન પ્રોટોકોલનું પાલન નહીં કરે. આ અગાઉ પીએમ મોદી ઈંડિયન સ્કૂલ ઓફ બિઝનેસની 20મી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે તેલંગણા ગયા હતા, ત્યારે પણ કેસીઆર બેંગલુરુ જતાં રહ્યા હતા. આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ પીએમ મોદી હૈદરાબાદની મુલાકાતે ગયા હતા, ત્યારે પણ કેસીઆર તેમના સ્વાગત માટે પહોંચ્યા નહોતા.

કેસીઆરે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સિન્હાને ટેકો આપ્યો છે. તેલંગણાના સીએમ તથા ટીઆરએસના પ્રમુખ રાવે સિન્હાને વિપક્ષના ઉમેદવાર બનાવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. 18 જૂલાઈએ થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સિન્હાની ટક્કર એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ સાથે થવાની છે.

આ પણ વાંચો –