Tuesday, Apr 22, 2025

નવઘણજી ઠાકોરની ચીમકી,”CM અમારા હોવા જોઇએ નહીં તો ખુલ્લી તલવાર સાથે પટ્ટા ખેલાશે”

3 Min Read

Navghanji Thakor’s shou

  • અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોર હંમેશાથી પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. તેમણે આજે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) આવનારા સમયમાં ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ત્યારે રાજનીતિક પાર્ટીઓની સાથે-સાથે બધા સમાજના લોકો પણ સક્રિય બની ગયા છે. પાટીદાર સમાજે આગામી 2022 વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections 2022) માં પાટીદાર મુખ્યમંત્રી (Patidar CM) હોવો જોઈએ તેવી માંગણી બાદ હવે ઠાકોર સમાજે (Thakor Samaj) પણ પોતાના સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી માંગણી કરી છે.

અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ભાગ રૂપે એક બેઠક મળી હતી. જેમાં અધ્યક્ષ નવઘણજી ઠાકોરે (Navghanji Thakor) આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવો જોઈએ તેવી માંગણી કરી હતી. નવઘણજી ઠાકોરે ભાજપ, કોંગ્રેસ તેમજ આમઆદમી પાર્ટીને ચીમકી આપી છે. બનાસકાંઠામાં અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે, 2022માં કોઈ પણ સંજોગોમાં મુખ્યમંત્રી અમારા સમાજનો જ હોવો જોઈએ.

અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોર હંમેશાથી પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. તેમણે આજે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આવનાર 2022માં અમારા સમાજના મુખ્યમંત્રીની માંગણી માટે ગુજરાતની ભૂમિ પર ખુલ્લી તલવાર સાથે પટ્ટા ખેલવાના છે.

ભાજપ કોંગ્રેસ પક્ષને સીધી ચીમકી આપતા ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી ચહેરો જાહેર કરવાની કરી વાત નવઘણજી ઠાકોરે કરી હતી. આ દરમિયાન નવઘણજી ઠાકોર આવતીકાલે વાવના ઢીમાથી ફાગવેલ સુધી 4 દિવસની ક્ષત્રિય ઠાકોર વિજય યાત્રા શરૂ કરશે. ક્ષત્રિય સમાજના આગેવાન નવઘણજી ઠાકોર હંમેશા વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે.

નવઘણજી ઠાકોરે કહ્યું હતું કે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતનો મુખ્યમંત્રી મારો ઠાકોર જોઈએ. ઠાકોર સમાજના મુખ્યમંત્રીની માંગણી ભાજપ, કોંગ્રસે અને આમ આદમી પાર્ટી પાસે કરે છે. આગામી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા અમારા ઠાકોર સમાજનો મુખ્યમંત્રી જાહેર નહીં કરો તો ઠાકોર સમાજનો ક્રોધ સહન નહીં કરી શકો. આવનાર 2022માં અમારા સમાજના મુખ્યમંત્રીની માંગણી માટે ગુજરાતની ભૂમિ પર ખુલ્લી તલવાર સાથે પટ્ટા ખેલવાના છે.

આ પણ વાંચો –

Share This Article