No longer have to eat for license
- ગુજરાતમાં હવે લાયસન્સ અને વાહન સંબંધિત સુવિધાઓ માટે ઘરે બેઠા જ ચપટીમાં થઇ જશે કામ, રાજ્ય સરકાર દ્વારા નવી 20 સેવાઓ ફેસલેસ કરવામાં આવશે.
ડિજિટલ ઇન્ડિયાના (Digital India) સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત તમામ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ ડિજિટલ સેવાઓ થકી પારદર્શી અને પેપરલેસ ગવર્નન્સનું (Paperless governance) ઉદાહરણ પુરુ પાડે છે. ત્યારે વાહનવ્યવહાર (Transportation) ક્ષેત્રે આવતી તમામ સેવાઓ પૈકી 80 ટકા સેવાઓ હવે ઓનલાઇન ફેસલેસ (Faceless online) પુરી પાડવામાં આવશે. જી હા, આરટીઓ કચેરી ખાતે હવે લોકોએ ધક્કા ખાવા નહી પડે. ઘરે બેઠા જ નાગરિકોના 50 ટકા પ્રશ્નો સોલ્વ થઇ જશે. જેથી સમય અને સંશાધનની બચત થશે.
લાયસન્સ સંબંધિત સેવાઓ થશે ફેસલેસ :
ગુજરાતમાં હવેથી લાયસન્સ સંબંધિત વધુ 12 સેવાઓ અને વાહન સંબંધિત 8 સેવાઓ આધાર E-KYC થકી ફેસલેસ પુરી પાડવાની કાર્યવાહી શરૂકરવામાં આવશે. જેમાં અરજદાર દ્વારા રજૂ કરેલ આધાર નંબરને આધીન ઓનલાઈન ફી અને દસ્તાવેજો અપલોડ કરી અરજી સબમિટ કરી આરટીઓના ફેસલેસ કાઉન્ટર પરથી અરજદારને સીધી સેવા પુરી પાડવામાં આવશે. જેથી અરજદારને કચેરી ખાતે આવવાનું રહેશે નહી.
‘One Nation One Challan’ ઇ-ચલણ સૉફ્ટવેર
કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા એન્ફોર્સમેન્ટ માટે ‘One Nation One Challan’ અંતર્ગત ઇ-ચલણ સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર કેન્દ્ર સરકારના વાહન તથા સારથી સોફટવેર સાથે ઇન્ટીગ્રેશન થયેલ હોવાથી રાજ્યની કોઇપણ આરટીઓ કચેરીમાં નોંધાયેલ વાહન અને લાયસન્સ સંબંધિ માહિતી જાણી શકાય છે. અગાઉ મેમો મેન્યુઅલ ધોરણે આપવામાં આવતો હતો તે હવે Point of Sale (POS) મશીન દ્વારા ઓનલાઇન ઇસ્યુ કરવામાં આવે છે અને સ્થળ પર જ માંડવાળની રકમ પણ ઓનલાઇન જ સ્વીકારવામાં આવે છે.
વાહનોનો ઓનલાઇન ટેક્સ ભરી શકાશે :
આ ઉપરાંત, IT બેઝ્ડ સોલ્યુશન થકી દેશમાં સૌપ્રથમ આંતરરાજ્ય બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોમાં વાહનોનો ઓનલાઇન ટેક્સ અને ઓવરડાયમેન્શન ફી સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનાથી Ease of Doing Businessમાં વૃદ્ધિ-ટ્રાન્સપોર્ટ સેક્ટરને વધુ ગતિ મળી છે અને આંતરરાજ્ય વાહનો કોઇપણ અડચણ વિના રાજ્યમાં મુસાફરી કરી શકે છે.
આ પણ વાંચો –