HomeInternationalહવે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Instagram-Facebook નહીં ચાલે! જાણો કોના...

હવે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Instagram-Facebook નહીં ચાલે! જાણો કોના માટે લાગુ પડશે

Date:

Related stories

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...

Vitamin Cના નામે શું મોકલાતું હતું? સુરતના બિઝનેસમેનને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ

સુરતના કેમિકલ બિઝનેસમેનનું નામ અમેરિકાના ફેન્ટેનિલ નેટવર્ક સાથે જોડાયા...

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઝાયડસ સ્કૂલમાં રજા જાહેર

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં...

Appleના નવા Foldable Phone પર Samsungનો કટાક્ષ!

એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone Duoના લોન્ચ સાથે જ ટેક...
spot_img

રાત્રે સૂવાના સમયે Reels અને Facebook સ્ક્રોલ કરવાની કિશોરોની આદત પર હવે Meta બ્રેક લગાવશે. અમેરિકામાં થયેલા નવા સમાધાન હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે Instagram અને Facebook પર રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ડિફોલ્ટ રીતે ઉપયોગ બંધ રહેશે. જોકે, આ નિયમ હાલ તરત લાગુ થયો નથી અને કોર્ટની મંજૂરી બાદ તેનો અમલ થશે.

શું છે સમગ્ર મામલો?

અમેરિકાના અનેક રાજ્યોના એટર્ની જનરલે Meta સામે આરોપ મૂક્યો હતો કે Facebook અને Instagramમાં બાળકો તથા કિશોરોમાં સતત ઉપયોગ અને સોશિયલ મીડિયા પર નિર્ભરતા વધારતા ફીચર્સ છે. આથી તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે તેમજ કંપનીએ જોખમ અંગે વપરાશકર્તાઓને પૂરતી માહિતી આપી નહોતી. આ કેસની ફેડરલ ટ્રાયલ 18 ઓગસ્ટ 2026થી શરૂ થઈ હતી. બાદમાં Metaએ રાજ્યો સાથે સમાધાન કર્યું.

કિશોરો માટે શું બદલાશે?

નવા નિયમો હેઠળ Facebook અને Instagram માટે મળીને દિવસની ડિફોલ્ટ બે કલાકની મર્યાદા રહેશે. આ મર્યાદા માતા-પિતાની મંજૂરીથી જ બંધ કરી શકાશે. રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Feed, Stories, Explore અને Reels જેવી સુવિધાઓનો ઉપયોગ બ્લોક રહેશે.

આ ઉપરાંત સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી નોટિફિકેશન ડિફોલ્ટ રીતે મ્યૂટ રહેશે. સતત 15 મિનિટ ઉપયોગ બાદ કિશોરોને બ્રેક અંગે સૂચના મળશે અને પેરેન્ટલ કંટ્રોલ તથા ઉંમર ચકાસણી વધુ કડક બનાવાશે.

અહવાલો મુજબ Metaનો કરાર $16.68 બિલિયન સુધીનો છે, જ્યારે કેલિફોર્નિયાના એટર્ની જનરલના કાર્યાલયે તેને આશરે $17 બિલિયનનું સમાધાન ગણાવ્યું છે.

Subscribe

Latest stories

spot_img