HomeGujaratજે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

Date:

Related stories

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...

Vitamin Cના નામે શું મોકલાતું હતું? સુરતના બિઝનેસમેનને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ

સુરતના કેમિકલ બિઝનેસમેનનું નામ અમેરિકાના ફેન્ટેનિલ નેટવર્ક સાથે જોડાયા...

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઝાયડસ સ્કૂલમાં રજા જાહેર

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં...

Appleના નવા Foldable Phone પર Samsungનો કટાક્ષ!

એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone Duoના લોન્ચ સાથે જ ટેક...
spot_img

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક વસાહતો અને મહત્વના માર્ગોને તબાહ કરી નાખ્યા છે. આ ભયાનક ઘટનાથી થોડા જ કલાકો પહેલાં કૈલાસ-માનસરોવર યાત્રા પર ગયેલા ગુજરાતના 43 યાત્રીઓ ફ્રેન્ડશિપ બ્રિજ પાર કરીને ચીનના ક્યિરૉન્ગ પહોંચી ગયા હતા. પાછળથી જે વિસ્તાર પાણી અને કાટમાળમાં તબાહ થયો, એ જ સ્થળેથી સમયસર બહાર નીકળી જવાથી યાત્રીઓ અને તેમના પરિવારજનોએ મોટી રાહત અનુભવી છે.

27 ઓગસ્ટે નેપાળના સત્તાવાર આંકડા મુજબ પૂર બાદ અત્યાર સુધીમાં 165 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 826 લોકો હજુ ગુમ છે. ગુમ થયેલાઓમાં 579 પ્રવાસીઓનો સમાવેશ થાય છે, જેમાં 466 વિદેશી પ્રવાસીઓ છે. નેપાળ ટુરિઝમ બોર્ડના આંકડા મુજબ ભારતીય પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં સંપર્કવિહોણા થયા છે અને કૈલાસ-માનસરોવર જતાં યાત્રાળુઓ સૌથી વધુ અસરગ્રસ્તોમાં સામેલ છે.

ગુજરાત અને મુંબઈથી ગયેલા 43 યાત્રીઓ ભુજ આધારિત પ્રવાસ આયોજક મારફતે કૈલાસ-માનસરોવર યાત્રાએ નીકળ્યા હતા. તેઓ મંગળવારે નેપાળ-ચીન સરહદે આવેલા ઇમિગ્રેશન વિસ્તારમાં પહોંચ્યા અને ત્યારબાદ ચીનમાં પ્રવેશ્યા હતા. ત્યારના થોડા જ કલાકોમાં પૂર આવ્યું અને ફ્રેન્ડશિપ બ્રિજ, ઇમિગ્રેશન સેન્ટર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું. યાત્રીઓ હાલમાં ચીનના તિબેટ વિસ્તારમાં સુરક્ષિત છે અને આગળની યાત્રા ચાલુ રાખવાની તૈયારીમાં છે.

દરમિયાન, ગુજરાતના કેટલાક અન્ય પ્રવાસીઓ અંગે હજુ ચિંતા યથાવત છે. આણંદ સાથે જોડાયેલા એક NRI દંપતીનો નેપાળ પ્રવાસ દરમિયાન સંપર્ક તૂટ્યો હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ રાજકોટના કેટલાક યાત્રીઓની કૈલાસ-માનસરોવર યાત્રા ચીન તરફથી પરમિટ ન મળતા અગાઉ જ રદ થઈ ગઈ હતી. જે વિસ્તાર બાદમાં તબાહ થયો, ત્યાં જ તેમનું રોકાણ થવાનું હતું.

નેપાળમાં બચાવ અને શોધખોળ કામગીરી હજુ ચાલુ છે. ભારે નુકસાન અને દુર્ગમ ભૂપ્રદેશ વચ્ચે સેના, પોલીસ અને હેલિકોપ્ટરની મદદથી ગુમ થયેલા પ્રવાસીઓની શોધ ચાલી રહી છે.

Subscribe

Latest stories

spot_img