HomeEntertainmentજૂના પ્રેમીઓની એક અનોખી બજાર જ્યાં ડુંગળી-બટાટા નહીં પણ જુના પ્રેમીઓ મળે...

જૂના પ્રેમીઓની એક અનોખી બજાર જ્યાં ડુંગળી-બટાટા નહીં પણ જુના પ્રેમીઓ મળે છે!

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

દુનિયામાં એક એવી અનોખી બજાર પણ છે, જ્યાં લોકો ખરીદી કરવા નહીં પરંતુ વર્ષો પહેલાં છૂટા પડી ગયેલા પોતાના પ્રેમીને મળવા પહોંચે છે. વિયેતનામના ઉત્તરી પહાડી વિસ્તારમાં આવેલા ખાઉ વાઈમાં યોજાતી ખાઉ વાઈ લવ માર્કેટ તેની અનોખી પરંપરાને કારણે વિશ્વભરમાં ચર્ચાય છે. અહીં પૂર્વ પ્રેમીઓ વર્ષો બાદ મળે છે, વાતો કરે છે અને જૂની યાદોને ફરી તાજી કરે છે. રસપ્રદ વાત એ છે કે કેટલાક પરિણીત લોકો પોતાના પતિ કે પત્ની સાથે અહીં પહોંચે છે અને પોતાના ભૂતપૂર્વ પ્રેમીને મળવાની આ પરંપરાને સહજતાથી સ્વીકારે છે.

આ પરંપરાનો મુખ્ય મેળાવડો વિયેતનામી ચંદ્ર કેલેન્ડરના ત્રીજા મહિનાની 27મી તારીખે યોજાય છે. જોકે આસપાસના દિવસોમાં પણ લોકસંગીત, નૃત્ય, પરંપરાગત રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. તેથી હવે આ માત્ર મુલાકાતનું સ્થળ નહીં, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાયેલો મહત્વનો ઉત્સવ બની ગયો છે.

આ બજાર પાછળ એક લોકપ્રિય પ્રેમકથા પણ જોડાયેલી છે. લોકકથા અનુસાર, બા અને ઉત અલગ સમુદાયના હતા અને એકબીજાને પ્રેમ કરતા હતા. પરિવાર અને સમાજના વિરોધને કારણે બંનેને અલગ થવું પડ્યું. ત્યારબાદ તેમણે દર વર્ષે આ જ દિવસે મળવાનું નક્કી કર્યું હતું. આજે પણ આ કથાને ખાઉ વાઈ લવ માર્કેટની પરંપરાની લોકમાન્ય શરૂઆત તરીકે યાદ કરવામાં આવે છે.

વિયેતનામના સત્તાવાર પ્રવાસન સ્ત્રોતો મુજબ, આ પરંપરાનો ઉલ્લેખ 1919થી જોવા મળે છે. એટલે ખાઉ વાઈની આ બજાર માત્ર પ્રેમીઓની મુલાકાત નહીં, પરંતુ પ્રેમ, યાદો અને ભૂતકાળને સ્વીકારતી અનોખી સાંસ્કૃતિક પરંપરા પણ છે.

Subscribe

Latest stories

spot_img