Home Blog Page 1304

સુરતના પુણામાં ઈ-બાઈકના શો-રૂમમાં આગ, 10 જેટલા વાહન બળીને ખાખ

0

Fire breaks out in E-bike

  • સુરતમાં આવેલા પુણા વિસ્તારમાં એક ઈ બાઇકના શો-રૂમમાં આગ લાગી હતી. જેમાં 10થી વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર બળીના ખાખ થઇ ગયા હતા.

સુરતમાં (Surat) આવેલા પુણા વિસ્તારમાં એક ઇ બાઇકના (E bike) શો-રૂમમાં આગ લાગી હતી. જેમાં 10થી વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric scooter) બળીના ખાખ થઇ ગયા હતા. બનાવની જાણ થતાં ફાયર વિભાગની 5 જેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પુણા વિસ્તારમાં જે.કે. નગર પાસે આવેલા એક ઇ-બાઈકના શો-રૂમમાં સવારે આગ લાગ્યાની ઘટના બની હતી. શો-રૂમ બંધ હતો એ સમયે અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરા-તફરી મચી હતી. બનાવ અંગે તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગડની 5 જેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

ફાયર વિભાગની ટીમે પાણી અને ફોમનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે ત્યાં સુધીમાં 10 જેટલા સ્કૂટર આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટના અંગે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

જોકે બાઈકના શો-રૂમમાં ચાર્જિંગ પોઇન્ટ હોવાના કારણે બની શકે કે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હઇ શકે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો :-

‘માપ’માં રહેજો ! નવરાત્રિને લઈ શહેર પોલીસ સજ્જ ; જાણો કેવી કરી છે ખાસ તૈયારીઓ ?

0

Stay in measure! City police gear up for

  • અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીઓની લાઈટ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવરાત્રીના (Navratri 2022) પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તેવામાં કોરોના કાળ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દ્વારા નવરાત્રીમાં પાર્ટી પ્લોટ (Party Plot) અને ક્લબોમાં યોજાતા ગરબાને લઈને ખાસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીઓની લાઈટ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે રોડ પર વાહનો પાર્ક કરાશે તો તેના માટે ટોઈંગ વાન અલગ-અલગ વિસ્તારમાં ફરતી રાખવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા શી ટીમ અલગ-અલગ જગ્યાઓ પર સિવિલ ડ્રેસમાં તેમજ ટ્રેડિશનલ કપડામાં સજ્જ થઈને રોમિયોગીરી કરતા શખ્સોને ઝડપી કાયદાનો પાઠ ભણાવશે.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

રાત્રિના 12:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે પાર્ટી પ્લોટમાં આવનારા તમામ ખેલૈયાઓ માટે વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા થાય અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારે ખલેલ ન પડે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે શહેરના મહત્ત્વના ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખવામાં આવશે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય

મહત્વનું છે કે અમદાવાદ શહેર પોલીસ આ વખતે નવરાત્રિમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરશે. જેમાં ખાસ કરીને બોડીવોન કેમેરા તેમજ ઇન્ટરસેપટર અને સ્પીડ ગનની સાથોસાથ બ્રેધ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરશે.

આ પણ વાંચો :-

પત્ની પાવર ! રાજકોટમાં મહિલા પીઆઈનો પતિ પત્નીની સર્વિસ રિવોલ્વરથી ગરીબોને ધમકાવતા ઝડપાયો

wife power! In Rajkot, the husband of a female PI

  • શખ્સે ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલ્વર કાઢી સ્થળ પર હાજર રહેલા શખ્સોમાં રૌફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર મામલે સ્થાનિક આગેવાનોએ રૌફ જમાવી રહેલા વ્યક્તિને પકડી પોલીસને સોંપ્યો હતો.

કાયદાનું રક્ષણ (Protection of the law) કરવા માટે પોલીસ અધિકારીઓને સર્વિસ રિવોલ્વર આપવામાં આવે છે. પરંતુ અનેક વખત એવા બનાવો પણ સામે આવે છે કે જ્યારે સર્વિસ રિવોલ્વરનો (Service Revolver) ઉપયોગ જે તે અધિકારી નહીં પરંતુ તેના કોઈ પરિજન કરતા હોય છે. કેટલાક કિસ્સાઓ બહાર આવે છે જ્યારે કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં નથી આવતા. રાજકોટમાં (Rajkot) આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાએ ખૂબ જ ચર્ચા જગાવી છે.

રાજકોટ શહેરમાં સીઆઈડી ક્રાઇમ તરીકે ફરજ બજાવનારા પીઆઈના પતિ તેમની પત્નીની સર્વિસ રિવોલ્વરથી રૌફ જમાવતા ઝડપાયા છે. સાથે જ એક સ્ટાર્ટર પણ તેમની પાસેથી મળી આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ગરુડ ગરબીચોકમાં ટુવ્હીલર સાથે નીકળેલા એક શખ્સે ગરબી માટે મંડપનું કામ કરી રહેલા શ્રમિક સાથે ઝઘડો કર્યો હતો. તેમજ રસ્તા પરથી મંડપના લાકડા સામાન દૂર હટાવી લેવા બાબતે ગાળાગાળી પણ કરી હતી.

બાદમાં ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલ્વર કાઢી સ્થળ પર હાજર રહેલા શખ્સોમાં રૌફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર મામલે સ્થાનિક આગેવાનોએ રૌફ જમાવી રહેલા વ્યક્તિને પકડી પોલીસને સોંપ્યો હતો. પ્રાથમિક તપાસમાં રૌફ જમાવનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ CID Crime માં ફરજ બજાવનારા મહિલા પીઆઈ મનિન્દર શેરગીલના પતિ હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેની પાસે રહેલી સર્વિસ રિવોલ્વર અન્ય કોઈની નહીં પરંતુ પોતાની જ પત્નીની હોવાનું સામે આવ્યું હતું.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

સાથે જ તે શખ્સ પાસેથી એક સ્ટાર્ટર પણ મળી આવ્યું હતું. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા વ્યક્તિને ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા વ્યક્તિ વિરુદ્ધ કોઈ ગુનો દાખલ કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. તેમજ ઝડપાયેલ પીઆઇના પતિ શા માટે પોતાના પાસે પોતાની પત્નીની સર્વિસ રિવોલ્વર રાખતા હતા તે પણ એક મોટો સવાલ છે.

આ પણ વાંચો :-

છોટાઉદેપુરમાં વેવાઈઓ વચ્ચે જંગ ! ‘રાજ’ કરવા રાઠવા બ્રધર્સ પારિવારિક સંબંધો ભૂલ્યા

0

Chotaudepur war between the Wewais

  • પોતાના અને વેવાઈ મોહનસિંહના દીકરાઓને થાળે પાડવા નારણ રાઠવાએ સુખરામનું પત્તુ કાપવા પ્રયાસ કર્યો એથી સુખરામ રાઠવા અકળાઈ ગયા છે. નારણ રાઠવાએ પોતાનો મત વ્યક્ત કર્યા પછી સુખરામ રાઠવાએ હું તો ચૂંટણી લડીશ જ એવો હુંકાર કરી દીધો છે.

ગુજરાત (Gujarat) ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જ્ઞાતિવાદ, પરિવારવાદ સામે આવી રહ્યો છે. જેને કારણે ચૂંટણીના માહોલમાં વધુ ગરમાવો આવી રહ્યો છે. છોટાઉદેપુર કોંગ્રેસની (Chotaudepur Congress) અંદર વિધાનસભાની ચૂંટણીને લઈને વિખવાદ ઉભો થયો છે.

ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ પોતાના પુત્રોને વિધાનસભાની ટીકીટ મળે તેવી લાગણી દર્શાવી છે. તો સાથે જ સુખરામ રાઠવા હવે લોકસભા લડે તેવો પણ મત વ્યક્ત કર્યો છે. છેવાડાના આદિવાસી બેલ્ટમાં પહેલાથી રાઠવા રાજ રહેલુ છે. ત્યારે એકબીજાના સંબંધીઓ ગણાતા રાઠવા બ્રધર્સ વચ્ચે ટિકિટનો જંગ છંછેડાયો છે.

છોટાઉદેપુર, રાજપીપળાની બેઠકો પર આદિવાસીઓનું પ્રભુત્વ વધુ છે. આ બેલ્ટમાં વર્ષોથી માત્ર 3 નેતાઓનો દબદબો રહ્યો છે. સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા. ત્રણેય પરસ્પર એકબીજાના સંબંધી ગણાય છે. પરંતુ રાજકારણમાં કોઈ સગો હોતો નથી વખત આવીએ પણ સાબિત થઈ જાય છે. ચૂંટણીના પરચમ લહેરાયા એટલે ત્રણેય રાઠવા બ્રધર્સ સામસામે આવી ગયા. ટિકિટની લાલચે તેમને એકબીજાના હરીફ બનાવી દીધા અને સંબંધ ભૂલાયો.

નારણ રાઠવાએ પોતાની રીતે જ એવો પ્લાન બનાવી લીધો કે મારો દીકરો સંગ્રામસિંહ રાઠવા છોટા ઉદેપુરની વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી કરે. મોહનસિંહનો દીકરો રણજીતસિંહ પાવી જેતપુરની બેઠક પરથી ઉમેદવારી કરે. તો વર્તમાન ધારાસભ્ય સુખરામ રાઠવા શું મંજીરા વગાડે ? નારણ રાઠવાએ તેમનો ય પ્લાન બતાવી દીધો અને કહ્યું કે સુખરામ રાઠવા લોકસભાની ચૂંટણી લડે.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

પોતાના અને વેવાઈ મોહનસિંહના દીકરાઓને થાળે પાડવા નારણ રાઠવાએ સુખરામનું પત્તુ કાપવા પ્રયાસ કર્યો એથી સુખરામ રાઠવા અકળાઈ ગયા છે. નારણ રાઠવાએ પોતાનો મત વ્યક્ત કર્યા પછી સુખરામ રાઠવાએ હું તો ચૂંટણી લડીશ જ એવો હુંકાર કરી દીધો છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર કકળાટ જોવા મળ્યો છે. નારણ રાઠવાએ એમ પણ કહ્યું કે, અગાઉ મોહનસિંહ રાઠવાએ બે વખત કમિટમેન્ટ આપ્યું હતું, જેને લઇને અમે બે વખત વિધાનસભામાંથી ખસી ગયા હતા.

હવે જોવું એ રહ્યુ કે, રાઠવા ત્રિપુટી કેવી રીતે અકબંધ રહે છે. છોટાઉદેપુર જીલ્લામાં વર્ચસ્વ ધરાવતા રાઠવા ત્રિપુટીમાં તાલમેલનો અભાવ જોવા મળ્યો છે. પુત્ર પ્રેમના મોહમાં કોંગ્રેસને છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય બેઠક ગુમાવવાનો વારો પણ આવી શકે છે. વેવાઈઓની આંતરિક લડાઈ કોંગ્રેસની નાવ ડુબાડી શકે છે.

છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર આદિવાસી બહુમતો જોવા મળે છે. આ સાથે જ અહીં રાઠવા જ્ઞાતિના મતોનુ પણ પ્રભુત્વ જોવા મળે છે. જણાવી દઈએ કે આ બેઠક પર જ્ઞાતિ આધારિત ગણિત ખૂબ જ પ્રબળ છે. આ બેઠક પર સૌથી વધુ વખત મોહનસિંહ રાઠવાનો વિજય થયો છે. મોહનસિંહ રાઠવા 1972-90 સુધી, 1990-97 સુધી, 1998-2002, 2007 થી 2022 સુધી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. સતત મોહનસિંહનું આ બેઠક પર પ્રભુત્વ રહેલું છે. જેથી હવે નારણ રાઠવાએ હવે ટિકિટ માટે જંગ છેડ્યો.

આ પણ વાંચો :-

મેચની શરૂઆત પહેલા જ સૂર્યાએ કરી દીધી હતી ભવિષ્યવાણી, અને છેલ્લે જે કહ્યું હતું એ જ થયું

0

Surya made a prediction before

  • ભારત ઓસ્ટ્રેલીયા સામે ટી20 સીરીઝનાં બીજા મુકાબલામાં જીતી ગયું છે, જેની ભવિષ્યવાણી પહેલા જ સૂર્યકુમાર યાદવે કરી હતી.

ભારતીય ટીમનાં (Indian team) સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ઘણા મહત્વનાં મુકાબલાઓમાં પોતાની પ્રતિભા સાબિત કરી ચુક્યા છે. તેમાંથી એક પ્રતિભા છે ભવિષ્ય જણાવવાની. આ પ્રતિભાની ઝલક તેમણે નાગપુરમાં (Nagpur) ઓસ્ટ્રેલિયા (Australia) સામે બીજી ટી20 મેચમાં આપી દીધી છે. જેવું તેમણે મેચ શરુ થતા પહેલા કહ્યું હતું એવું જ થયું.

ઓસ્ટ્રેલિયા અને ભારત બરાબર  :

નાગપુરમાં વરસાદને કારણે બીજી ટી20 મેચમાં ભારતીય ટીમે સારું પ્રદર્શન કર્યું અને છ  વિકેટથી જીત મેળવી. આ સાથે ત્રણ મેચોની સીરિઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. સીરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ રવિવારે 25 સપ્ટેમ્બરનાં રોજ રમવામાં આવશે. આ મુકાબલામાં ઓસ્ટ્રેલીયાએ આઠ ઓવરમાં 5 વિકેટ પર 90 રન બનાવ્યા.  ત્યાર બાદ ભારતીય ટીમે 7.2 ઓવરમાં જ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું.

મેચ પહેલા જ કરી હતી ભવિષ્યવાણી :

સૂર્યકુમાર યાદવે આ મુકાબલામાં સારું પ્રદર્શન કર્યું ન હતું અને ખાતું ખોલ્યા વગર જ એડમ જ્મ્પાનો શિકાર બની ગયા હતા. જો કે તેમને જીતનો ભરોસો હતો અને આ જ વાત તેમણે મેચ શરુ થતા પહેલા કહી દીધી હતી. મેચ પહેલા તેમને પૂછવામાં આવ્યું હતું કે તમે નંબર 1 ટી20 ટીમ સાથે છો અને હાલમાં 0-1થી સીરીઝમાં પાછળ છો. આજે શું લાગે છે તો મુંબઈના આ બેટ્સમેને જવાબ આપ્યો કે આજે રાત્રે 1-1. ત્યાર બાદ થોડી વારમાં તેમને કહેવામાં આવ્યું કે ફૂલ સ્ટોપ. તમારો જોશ જોઇને સારું લાગ્યું, મેચમાં સારું કરજો.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

વરસાદને કારણે આ મેચને 8-8 ઓવરની જ રાખવામાં આવી હતી. કેપ્ટન રોહિત શર્માએ તોફાની અંદાજમાં રમતા રમતા 46 રન બનાવ્યા. તેમણે 20 બોલ પર ચાર ચોક્કા અને ચાર સિક્સર ફટકારી. રોહિતને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા. રોહિત અને કેએલ રાહુલે માત્ર 2.4 ઓવરમાં જ 39 રન ફટકારી દીધા. જોકે રાહુલનું યોગદાન આમાં 10 રનનું જ રહ્યું છે. અક્ષર પટેલે પણ મેચમાં બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો :-

તમારુ સંતાન ફ્રી ફાયર અને પબજી ગેમ રમતું હોય તો સાવધાન, ગુજરાતની કિશોરીનું થયું અપહરણ

Be careful if your child is playing

  • LCBએ કર્ણાટક ખાતેથી વિધર્મી નરાધમને ઝડપી પાડી જેલભેગો કર્યો છે. પોલીસે નરાધમ અસદુલ અપચાર ગાઝીને ઝડપી અપહરણ અને પોસ્કો એક્ટ હેઠળ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

જો તમારુ સંતાન ફ્રી ફાયર (Free fire) અને પબજી ગેમના (Pubg game) રવાડે છે તો આ કિસ્સો તમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. અંકલેશ્વરના (Ankleshwar) એક ગામની કિશોરીનું ફ્રી ફાયર ગેમના રવાડે ચઢતા અપહરણ થયું છે. સાંભળીને ઝાટકો લાગ્યોને… પણ જી હા..ભરૂચ પોલીસે (Bharuch Police) સૂઝબૂઝથી બેસ્ટ બંગાળ પહોંચતા પહેલા કિશોરીને બચાવી લેવાઈ છે.

આ ઘટનામાં LCBએ કર્ણાટક ખાતેથી વિધર્મી નરાધમને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. પોલીસે નરાધમ અસદુલ અપચાર ગાઝીને ઝડપી અપહરણ અને પોસ્કો એક્ટ હેઠળ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરના એક ગામની કિશોરી ફ્રી ફાયર ગેમના માધ્યમમાં આવી હતી અને ત્યાર બાદ પશ્ચિમ બંગાળના યુવાનના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ આ યુવાને ધોરણ 10મા અભ્યાસ કરતી કિશોરીનું અપહરણ કરી લીધુ હતું. જો કે, પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડી કિશોરીને મુક્ત કરાવી હતી.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

જો કે ભરૂચ પોલીસે સૂઝબુઝથી કિશોરીને બંગાળ પહોંચતાં બચાવી છે. ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કર્ણાટકથી એક વિધર્મી નરાધમને ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં આ નરાધમનું નામ અસ્દુલ અપચાર ગાઝી હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપી સામે અપહરણ, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તો બાળકોને લાગેલી મોબાઈલની લત પરિવારને કેવી રીતે ભારે પડી શકે છે તેનો આ ચોંકાવનારો દાખલો છે.

 આ પણ વાંચો :-

આ સરકારી વેબસાઇટ એટલા સસ્તામાં વેચે છે સામાન કે બીજી તમામ શૉપિંગ Apps ડિલીટ કરી દેશો !

0

This government website sells goods

  • આ સરકારી વેબસાઈટ પરથી ખરીદી કરવા પર તમને બીજી એપ્સની તુલનામાં 10 હજાર રૂપિયા સુધીની બચત થશે.

જો તમારે ઓનલાઈન શોપિંગ (Online shopping) કરવી હોય તો કઈ વેબસાઈટનું નામ સૌથી પહેલા યાદ આવે છે? એમેઝોન? ફ્લિપકાર્ટ ? અથવા મિંત્રા ? આ સિવાય બીજી ઘણી વેબસાઈટ (Website) છે જ્યાંથી આપણે આપણી રોજિંદી જરૂરીયાતનો ઓર્ડર આપીએ છીએ.

કારણ કે આપણને લાગે છે કે આ વેબસાઈટસ ખૂબ જ વ્યાજબી ભાવે વસ્તુઓ આપે છે. મતલબ કે ત્યાં માલ બજાર કરતા ઓછા ભાવે મળે છે. પરંતુ જો અમે તમને જણાવીએ કે એક બીજો વિકલ્પ છે જે સૌથી સસ્તો છે, જેના વિશે સામાન્ય લોકો બહુ ઓછુ જાણે છે તો ?

ડાઉનલોડ કરો Gem :

આ વેબસાઈટનું નામ Gem એટલે કે ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લસ છે. આ એક સરકારી વેબસાઈટ છે અને તેમાં સામાન અન્ય ઈ-કોમર્સ વેબસાઈટ કરતા સસ્તો સામાન મળે છે.

વ્યાજબી ભાવે મળે છે વસ્તુઓ :

Gemએ સરકારી માર્કેટ પ્લેસ છે. તે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY) તેને ઓપરેટ કરે છે. Gem 9મી ઓગસ્ટ, 2016થી ચાલી રહ્યું છે. અહીં ગ્રાહકો વ્યાજબી ભાવે પ્રોડક્ટ્સ ખરીદી શકે છે. આજની તારીખે જેમ પર 150 અલગ અલગ કેટેગરીમાં 7,000થી વધુ પ્રોડક્ટ લિસ્ટ છે. કોઈપણ પ્રોડક્ટની લિસ્ટિંગથી પહેલા તમામ જરૂરી પરિમાણોનું ધ્યાન રાખવામાં આવે છે.

સામાન સસ્તો કેમ હોય છે ? 

તમારી સમજણ માટે જણાવી દઈએ કે જે સામાન બજારમાં સો રૂપિયામાં મળે છે તો એ જ માલ Gemપર 90 રૂપિયામાં મળે છે.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

ઉદાહરણ તરીકે, LG કંપનીનું લેપટોપ જે Gem પર રૂ. 99,959 બતાવી રહ્યું છે તે અન્ય લોકપ્રિય એપ્સ પર રૂ. 1,05,999 અને  રૂ. 1,10,000 પર મળી રહ્યું હશે. એટલે કે કિંમતમાં ચારથી 10 હજારનો તફાવત છે. ત્યાં જ ઈન્ટેક્સનું LED ટીવી 34,999નું છે. જે ઓપન માર્કેટ અને બીજા શોપિંગ એપ પર 35,200 અને 38,799 રૂપિયામાં મળી રહ્યા છે. અહીં પણ કિંમતમાં 200થી 3700 રૂપિયા સુધીનું અંતર છે. જોકે સેલ અથવા સામાનની ઉપલબ્ધતાના હિસાબથી કિંમત ઉપર નીચે થાય છે.

22 પ્રોડક્ટ્સની કરવામાં આવી તુલના :

વર્ષ 2021-22માં થયેલા ઈકોનોમિક સર્વેમાં કુલ 22 પ્રોડક્ટ્સની તુલના જેમ અને બીજી ઈ-કોમર્સ વેબસાઈટ પર કરવામાં આવી તો જાણકારી મળી કે દસ જેવા પ્રોડક્ટ્સ છે જે જેમ માર્કેટ પ્લસ પર લગભગ 10 ટકા સસ્તા છે. જેમ એક પુર્ણઃ પેપરલેસ અને કેશલેસ વેબસાઈટ છે.

વેબસાઈટનું યુઝર ઈન્ટેરફેસ ખૂબ જ સરળ છે અને ખરીદમાં આવેલા પ્રોડક્ટને પરત કરવા પણ મુશ્કેલ નથી. સેલર્સ માટે પણ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન અને પોતાના પ્રોડક્ટની લિસ્ટિંગ ખૂબ જ સરળ છે. જેમ પર આ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે પ્રોડક્ટની લિસ્ટિંગથી લઈને પ્લેસમેન્ટ સુધીમાં તેની દખલ નહીંના બરાબર હોય.

આ પણ વાંચો :-

અમદાવાદની નજીક આવેલું છે બાબા બર્ફાનીનું ધામ, એક જ મંદિરમાં 12 જ્યોતિર્લિંગના કરો દર્શન

0

Near Ahmedabad is Baba Barfani’s

  • દરેક લોકોને એક વખત અમરનાથ (Amarnath) જઈને મહાદેવના દર્શન કરવાની ઈચ્છા જરૂરથી હોય છે પણ ભોલેનાથનાં દર્શન કરવા ગુજરાતીઓએ છેક અમરનાથ જવાની જરૂર નથી. ગુજરાતમાં જ આવેલ છે મીની અમરનાથ (Mini Amarnath)

મહાદેવનાં (Mahadev) દર્શનની વાત આવે ત્યારે શિવભક્તોના મનમાં સૌથી પહેલા અમરનાથ યાદ આવે. દરેક લોકોને એક વખત અમરનાથ જઈને મહાદેવના દર્શન કરવાની ઈચ્છા જરૂરથી હોય છે પણ ભોલેનાથનાં (Bholenath) દર્શન કરવા ગુજરાતીઓએ છેક અમરનાથ (Amarnath) જવાની જરૂર નથી.

મીની અમરનાથ (Mini Amarnath Dham)

હા, શ્રાવણ મહિનામાં જો ભોલેનાથનાં દર્શન કરવાની ઈચ્છા હોય અને અમરનાથ જવાનું મન હોય તો તમને જણાવી દઈએ કે અમદાવાદ નજીક પણ એક અમરનાથ ધામ આવેલું છે. અમદવાદની આગળ ગાંધીનગર નજીકના અમરનાથ ધામ આવેલ છે જ્યાં બાબા અમરનાથની સાથે સાથે બીજા 12 દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન પણ થાય છે.

આ ગુજરાતનું અમરનાથ ધામ ગાંધીનગરની પાસે મહુડી રોડ પર અમરાપુર ગામમાં આવેલ છે અને ગુજરાતના આ અમરનાથ ધામને મીની અમરનાથ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનું મીની અમરનાથ ધામ એ જમ્મુ-કાશ્મીરમાં આવેલ અમરનાથ મંદિરની યાદ અપાવે છે. અમરનાથની યાત્રા ઘણી અઘરી છે અને ઘણાં લોકો એવા પણ છે જે આટલે દુર કાશ્મીરમાં અમરનાથ જઇ શકતા નથી અને એવા લોકો માટે ગુજરાતમાં આ મીની અમરનાથ ધામ બનાવવામાં આવ્યું છે.

બાબા બર્ફાની :

અમરનાથની જેમ ગુજરાતમાં આવેલ મીની અમરનાથમાં પણ બરફની શિવલિંગ જોવા મળે છે અને લોકો શિવલિંગને સ્પર્શ કરીને મહાદેવનો આશીર્વાદ પણ લઇ શકે છે. અમરનાથમાં કુદરતી રીતે ઠંડીમાં શિવલિંગની રચના થાય છે પણ ગુજરાતમાં ઠંડુ વાતાવરણ ન હોવાને કારણે ટેકનોલોજીનો ઉપયોગ કરી ને શિવલિંગને -13 ડીગ્રીનાં તાપમાને રાખવામાં આવે છે. મીની અમરનાથ ધામમાં આવેલ શિવલિંગ પંચધાતુનું શિવલિંગ છે અને 365 દિવસ સુધી બાબા બર્ફાનીનાં દર્શન ત્યાં થઇ શકે છે.

ક્યારે થઇ હતી સ્થાપના :

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

અમદાવાદની નજીક આવેલ મીની અમરનાથ ધામની સ્થાપના વર્ષ 2003 માં કરવામાં આવી હતી. મીની અમરનાથ ધામનું ઉદ્ઘાટન હાલના પીએમ અને પૂર્વ સીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. મીની અમરનાથમાં બાબા બર્ફાનીનાં દર્શન સુધી પહોચવા માટે 100 સીડીઓ બનાવવામાં આવી છે. સાથે જ ત્યાં એક પથ્થરની ગુફાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ગુફાની અંદર રાખવામાં આવેલા બરફના બનેલા શિવલિંગ એ જમ્મુ અને કાશ્મીરના અમરનાથની પ્રતિકૃતિ છે.

અમરનાથ અને ગુજરાતના મીની અમરનાથ ધામ વચ્ચે શું સંબંધ :

જમ્મુ-કાશ્મીરમાં આવેલ અમરનાથ અને ગુજરાતમાં આવેલ અમરનાથ કોઈ વધુ ફરક નથી. કાશ્મીરમાં આવેલ અમરનાથનાં શિવલિંગમાંથી જે શ્વેત ભસ્મ નીકળે છે તેને ગુજરાતમાં લાવી અને મીની અમરનાથમાં લાવીને તેનું પૂજન કરીને શિવલિંગ નીચે સ્થાપના કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 24 સપ્ટેમ્બર 2022 : મીન રાશિના જાતકોની જવાબદારીઓમાં થશે વધારો, જાણો તમારો દિવસ કેવો રહેશે

Today’s Horoscope 24 September 2022  Gujarat Guardian

મેષ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસું મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શકય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભ
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા. માતા સાથે મતભેદની શકયતા, અપચન, પેટની તકલીફ રહે.

મિથુન
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ, પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્ક
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેર બજારથી લાભ. માતૃ પક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી ધંધામાં ‌પ્રગતિ.

સિંહ
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ શોખમાં ખર્ચ રહે. સ્થાવર જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂ.

કન્યા
વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલા
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે. તથા ધાર્યા પ્રમાણે ના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજ સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિક
મોજ શોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધન
દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થે ની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે.

મકર
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવો. ભાઇ-બહેન સાથે વિખવાદ થવાના યોગ ચે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શકય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભ
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મ વિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીન
ઉદારતા તથા અન્ય ને મદદ કરી શકવાને કારણે મન માં શાંતિ રહે તથા યશ, પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રી વર્ગથી લાભ. નોકરીયાત ને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

રિસોર્ટમાં કામ કરતી 19 વર્ષની યુવતીને ઋષિકેશ ફરવા લઈ ગયા પછી મર્ડર : ભાજપ નેતાના દીકરાની ધરપકડ 

0

Murder of 19-year-old girl working  ચાર દિવસ પહેલા ઋષિકેશ લાપતા થઈ હતી 19 વર્ષની યુવતી, ભાજપ નેતાના દીકરાની ધરપકડ.

ઉત્તરાખંડના (Uttarakhand) પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિધાનસભા (Yamakeshwar Assembly) વિસ્તારના એક ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ (Receptionist) અંકિતા ભંડારીની હત્યા કરવામાં આવી છે. તેને પહાડી પરથી નીચે ગંગામાં ધકેલી દેવામાં આવી હતી. 19 વર્ષની અંકિતા 18-19 સપ્ટેમ્બર સુધી ગુમ હતી. સોશિયલ મીડિયા (Social media) પર ગુમ થયેલાની તરફેણમાં ઝુંબેશ ચાલી રહી હતી. જો કે હજુ સુધી બાળકીનો મૃતદેહ મળ્યો નથી. પોલીસ અને SDRFની ટીમો જિલ્લા પાવર હાઉસ (Power House) પાસે શક્તિ કેનાલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પરંતુ આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની હત્યા 18મીએ રાત્રે કરી હોવાનું ખુલ્યું છે.

Video: ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

પોલીસે આ કેસમાં બીજેપી નેતાના પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. અંકિતા જ્યાં કામ કરતી હતી તે રિસોર્ટનો માલિક પુલકિત આર્ય હતો. યુવતી ગુમ થયા બાદ રિસોર્ટના સંચાલક અને મેનેજર ભાગી ગયા હતા. આ દરમ્યાન હવે પોલીસે તે વિસ્તારના સીસીટીવી તપાસતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.

શું કહ્યું ડીજીપીએ ? 

રાજ્યના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. લક્ષ્મણ ઝુલા પોલીસ સ્ટેશન વિસ્તારની નજીક એક ખાનગી રિસોર્ટ છે. શ્રીકોટ ગામની એક છોકરી તેમાં કામ કરતી હતી. તે 5 દિવસથી ગુમ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રેવન્યુ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પાછલા દિવસે જ નિયમિત પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. 24 કલાકમાં મુખ્ય આરોપી પુલકિત આર્ય સહિત ત્રણ આરોપીઓની લક્ષ્મણ ઝુલા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ આ રીતે ઉકેલ્યો ભેદ :

પોલીસ તપાસ દરમ્યાન વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સના રેકોર્ડિંગ દ્વારા તમામ નિવેદનો તપાસવામાં આવ્યા હતા. આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ 18 સપ્ટેમ્બરે ઋષિકેશથી ફર્યા બાદ પોતપોતાના રૂમમાં સૂઈ ગયા હતા. આ દરમ્યાન પોલીસે ઋષિકેશ જતા રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. આ વાતની પુષ્ટિ બેરેજ પર લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવી હતી.

આમાં ચાર લોકો જતા જોવા મળ્યા હતા. પરંતુ પરત ફરતી વખતે સીસીટીવીમાં માત્ર ત્રણ જ લોકો કેદ થયા હતા. આ પછી પોલીસે પુલકિત સહિત ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. કડકાઈથી પૂછપરછ કરી પછી કહ્યું કે, રસ્તામાં કોઈ વાતને લઈને અંકિતા સાથે ઝઘડો થયો હતો. આ પછી આરોપીએ અંકિતા ભંડારીને પહાડી પરથી ગંગા તરફ ધકેલી દીધી હતી. જો કે હત્યા પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-