Home Blog Page 1303

WhatsApp કોલનાં પણ આપવા પડશે રૂપિયા ! મોદી સરકારે રજૂ કર્યો ડ્રાફ્ટ, જુઓ શું છે આખો પ્લાન

WhatsApp calls also have to pay rupees

  • ટેલિકોમ કંપનીઓ એ ફરિયાદ કરી છે કે વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ ગ્રાહકોને ફ્રી મેસેજ અને કોલ કરવાની સર્વિસ આપે છે અને તેના કારણે તેમને ઘણું નુકશાન થાય છે.

આજકાલ મોટાભાગના લોકો WhatsApp કોલિંગ કોલ્સ કરતાં હોય છે અને જો તમે પણ તેમાંના એક છો તો આ સમાચાર ધ્યાનથી વાંચજો. જણાવી દઈએ કે દેશમાં ટૂંક સમયમાં એક નવી સિસ્ટમ (New system) લાગુ થવા જઈ રહી છે જેમાં તમારે WhatsApp કોલ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડશે.

જો કે આ વિશે હજુ વિચારણા ચાલી રહી છે અને મોદી સરકારે લોકોનો અભિપ્રાય મેળવવા માટે ટેલિકોમ બિલનો ડ્રાફ્ટ પણ બહાર પાડ્યો છે. આ બહાર પાડેલ બિલમાં એવી જોગવાઈ છે કે વોટ્સએપ, ફેસબુક દ્વારા કોલ અથવા મેસેજ મોકલવાની સુવિધાને પણ ટેલિકોમ સેવા ગણવામાં આવે અને આ માટે એ કંપનીઓએ લાઇસન્સ લેવાનું રહેશે.

કેમ પડી આ કરવાની જરૂર ? 

જણાવી દઈએ કે દેશની ટેલિકોમ કંપનીઓ એ આ વાતને લઈને ફરિયાદ કરતી રહે છે કે વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ ગ્રાહકોને ફ્રી મેસેજ અને કોલ કરવાની સર્વિસ આપે છે અને તેના કારણે તેમને ઘણું નુકસાન થાય છે. આટલું જ નહીં પણ આ ટેલિકોમ કંપનીઓ એ એમ પણ કહ્યું હતું કે વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મની મેસેજ અને કોલની સેવાઓ ટેલિકોમ સર્વિસ હેઠળ આવી જોઈએ.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

એટલા માટે જ આ મુદ્દે લોકોના અભિપ્રાય લેવા માટે મોદી સરકારે લોકોનો અભિપ્રાય મેળવવા માટે ટેલિકોમ બિલનો ડ્રાફ્ટ પણ બહાર પાડ્યો છે. જણાવી દઈએ કે 20 ઓક્ટોબર સુધી લોકો આ બિલના ડ્રાફ્ટ અંગે પોતાનો અભિપ્રાય આપી શકશે અને એ પછી લોકોનો અભિપ્રાય મેળવીને બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. આ સાથે જ બિલના ડ્રાફ્ટમાં સાયબર ફ્રોડને રોકવા માટે પણ જોગવાઈઓ કરવામાં આવી છે.

સાયબર ફ્રોડને રોકવા માટે પણ બિલનો ડ્રાફ્ટ :

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે સાયબર ફ્રોડને રોકવા માટેના પ્રસ્તાવિત બિલમાં આવા ગુનાઓ માટે સજા વધારવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. જો કે પ્રસ્તાવિત બિલમાં બીજી જોગવાઈ કરવામાં આવી છે કે કોલ કરનાર કોઈ પણ વ્યક્તિની ઓળખાણ કોલ રિસીવ કરનાર વ્યક્તિ કરી શકશે અને એ માટે કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. દેશમાં ડિજિટલ સિસ્ટમને સુવ્યવસ્થિત બનાવવા માટે અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર ટેલિકોમ બિલ સહિત પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ અને ડિજિટલ ઈન્ડિયા બિલના ડ્રાફ્ટ પર હાલ કામ કરી રહી છે.

આ પણ વાંચો :-

શુક્રનું રાશિપરિવર્તન : આજે સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે ભૌતિક સુ:ખોના કારક શુક્ર દેવ, જાણો આ ગોચર તમારા જીવન પર શું અસર કરશે

0

Transit of Venus : Today Venus will enter

મેષઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર સુધી આવક પણ જળવાય. બપોર પછી આવક ઓછી થતી જણાય અને તબિયતમાં પણ અસ્વસ્થતા જણાય. શરદી-ખાંસી-થાક લાગવાની તકલીફ થાય. ધંધામાં પ્રગતિ.

વૃષભઃ
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ વધે. આર્થિક મોરચે ફાયદો થતો જણાય. પરિવારમાં આનંદ-પ્રમોદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ. નોકરી-ધંધામાં પ્રગતિ. સ્વાસ્થ્ય જળવાય.

મિથુનઃ
કોઈ બનાવી ન જાય એનું ધ્યાન રાખવુંું. સરકારી કામકાજ, લખાણ બરોબર વાંચીને કરવું. નાણાકીય લાભ મેળવી શકાશે. પરિવારમાં આનંદ-સંતાનની પ્રગતિથી મન હરખાય. વાહન સુખ મળે. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.

કર્કઃ
આજનો દિવસ તમામ રીતે આનંદ-ઉત્સાહ લઈને આવ્યો છે. આવકમાં વધારો થાય. પરિવારના તમામ સભ્યો વચ્ચે એકરાગીતા જળવાશે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળે. આરોગ્ય સારું રહેશે.

સિંહઃ
મનમાં ચંચળતા રહે. આપનું મન કોઈ કળી શકે નહીં. નવા મિત્રો બનશે. જૂૂના મિત્રોને મળવાનું થાય. પ્રિયપાત્ર સાથે પ્રેમ જળવાશે. જીવનસાથીની પ્રગતિથી આનંદ. ધંધામાં પ્રગતિ. સત્તા, હોદ્દો, માનમાં વધારો થાય.

કન્યાઃ
દિવસ દરમિયાન આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. માનસિક શાંતિ અનુભવાય. નાણાની આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. નોકરી-ધંધામાં ફાયદો થતો જણાય. માથાનો દુઃખાવો રહે.

તુલાઃ
વિદેશના સંબંધો તરફથી લાભ મળતો જણાય. વિદેશ જવાની વ્યવસ્થાનું આયોજન થતું જણાય. માનસિક સંતોષ રહેતો જણાય. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ શક્ય બને.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. માતાપિતા સાથે મનમેળ રહે. નવા રોકાણો ફાયદાકારક નીવડે. વાહન સુખ. મિલકત સુખમાં વધારો થાય.

ધનઃ
માનસિક રીતે અસંતોષની ભાવના પેદા થાય. નાના ભાઈ બહેનો સાથે સારૂં. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવાર પ્રત્યે ઉદાસીનતા વર્તાય. ભાગ્ય બળવાન છે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ અનુભવાય.

મકરઃ
માન-સન્માનમાં વધારો થતો જણાય. નાણાકીય બાબતો અંગે સંતોષ. પરિવારમાં આનંદ, સ્થાવર જંગમ મિલકતના રોકાણોમાં સાનુકુળતા જણાય. સંતાનના પ્રશ્નો ઉકેલાય. સંતાન તરફથી પ્રેમ મળતો જણાય.

કુંભઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ છતાં આજે કોઈને ઉધાર આપવું નહીં, નાણાં ઉછીના આપવા નહીં, પૈસા ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. શરદી-ખાંસી, તાવનો ઉપદ્રવ રહે. દિવસના પૂર્વાર્ધમાં ધંધા બાબતે સારું.

મીનઃ
આનંદ-ઉત્સાહસભર દિવસ જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સ્ત્રીવર્ગને સફળતા મળતી જણાય. પત્ની સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ધંધાકીય બાબતોમાં સાચવવું. વિચારીને નિર્ણયો લેવાની સલાહ છે.

આ પણ વાંચો :-

નશામાં ખોવાઈ રહેલું યુવાધન હુક્કાબાર બંધ થતાં હવે યુવાનોમાં વધ્યો નશાનો નવો ક્રેઝ !

With the closure of the youth hookah

  • સામાન્ય રીતે યુવાવર્ગ હુક્કાનો નશો કરવા માટે હુક્કાબારમાં જતા હતા. પરતું પ્રતિબંધ હુક્કાબાર પર પોલીસની તવાઈ વધતા હવે મીની હુક્કાબારની ઇ સિગારેટ રૂપમાં શરૂ થયું છે.

શહેરમાં હુક્કાબાર (Hookah bar) પર પોલીસનો નિયંત્રણ વધતા હવે યુવાનોમાં ઈ-સિગારેટનો (E-cigarettes) ક્રેઝ વધ્યો છે. એસઓજીએ ઈ-સિગારેટનું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરી છે અને ચાંદખેડા વિસ્તારમાં એક દુકાનમાં રેડ કરી ઈ-સિગારેટની પ્રતિબધિત વસ્તુઓ જપ્ત કરી છે. ત્યારે આપણે જોઈએ કોણ છે નશાના વેપારીઓ કે યુવાનોનું ભવિષ્ય (Youth) અંધકારમાં ધકેલી રહ્યા છે.

સામાન્ય રીતે યુવાવર્ગ હુક્કાનો નશો કરવા માટે હુક્કાબારમાં જતા હતા. પરતું પ્રતિબંધ હુક્કાબાર પર પોલીસની તવાઈ વધતા હવે મીની હુક્કાબારની ઇ સિગારેટ રૂપમાં શરૂ થયું છે. જે યુવાનને સરળતાથી ઇલેક્ટ્રિક ઇ સિગારેટ બજારમાં મળી રહે છે અને યુવાઓનો હવે હુક્કાની જગ્યાએ લિકવિડ નિકોટીન વાળી ઈ-સિગારેટના વ્યસની બની ગયા છે.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

SOGને એક બાતમી મળતા ચાંદખેડામાં આવેલા ક્રિજી ટાઉન પાન પાર્લર અને જ્યુસ નામની દુકાનમાં રેડ કરી વિવિધ કંપનીના જુદી જુદી ફ્લેવરના ઈ-સિગારેટ, લિકવિડ નિકોટીન રિફિલ તથા તેને લગતી ડીવાઇસ,ઇલેક્ટ્રિક રિફિલો મળી આવી હતી. આ તમામ ચિઝવસ્તુઓ પ્રતિબંધત હોવાનું સામે આવતા સંયમ મરડીયા અને અજય નોટવાણીની ધરપકડ કરીને SOGએ ચાંદખેડા પોલીસને સોંપ્યો છે.

SOG ક્રાઇમની ટીમે ઇ સિગારેટ વેચાણ અને ખરીદીનું નેટવર્કની તપાસ કરતા ચાંદખેડામાં ઈ-સિગારેટનો ધંધો ધમધમી રહ્યો હતો. પકડાયેલા આરોપી સંયમ મરડીયા અને અજય નોટવાણી અમદાવાદના સરદારનગર વિસ્તારના રહેવાસી છે. આ આરોપીની પુછપરછમા મુંબઈના વસીમ નામના શખ્સનું નામ સામે આવ્યુ છે.

મહત્વનું છે કે, ઇ સિગારેટની ફ્લેવરમાં લિકવિડ નિકોટીન રહેલ છે અને તમામ ચાજિંગવાળા ઇલેક્ટ્રોનિક સિગારેટ હુક્કાની જેમ ઉપયોગ થતો હોય છે. આ તમામ વસ્તુ ભારતમાં પ્રતિબંધિત હોવા છતાં નશાના વેપારીઓ તેનો ધંધો કરીને યુવાધન બરબાદ કરી રહ્યા છે.

ચાંદખેડા પોલીસે ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ 2019ની કલમ 7,8 મુજબ ગુનો નોંધી બે આરોપી ધરપકડ કરી છે. આ આરોપી કેટલા સમયથી ઈ સિગારેટનો ધંધો કરતા હતા અને મુંબઈના વસીમ સિવાય અને કોઈ વ્યકિત સંડોવાયેલું છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

સુરતમાં કોણે હનીટ્રેપમાં ફસાઇને 5 લાખ ગુમાવ્યા, જાણો વિગતો તો ચોંકી જશો 

Who lost 5 lakhs in honeytrap in

  • સુરત શહેરમાં એક વ્યક્તિએ હનીટ્રેપમાં ફસાઇને પાંચ લાખ રૂપિયા ગુમાવવાની ફરિયાદ શહેર પોલીસમાં નોંધાઇ છે.

સુરતના અલથાણ (Althan) વિસ્તારમાં રહેતા અને શહેરની નામાંકિત કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસરે (Professor) એક મહિના પહેલાં દેખાડેલી માનવતા તેમના માટે મોટી સમસ્યા સર્જી ગઇ હતી. તેમણે મહિના પહેલાં એક યુવકને પોતાની કારમાં લિફટ આપી હતી. ગત તા ૨૫/૦૮/૨૦૨૨ના રોજ બપોરના આશરે સાડા બારેક પરવટ પાટીયા (Parvat Patiya) ખાતે પ્રોફેસર સ્કુલની મીટીંગ અર્થે જવા માટે પોતાની કાર લઇને નીકળ્યા હતા.

તેઓ રિંગરોડ પર આવેલ લોર્ડ હોટલની સામેથી પસાર થઇ રહ્ના હતા ત્યારે ૩૦થી ૩૫ વર્ષના એક અજાણ્યા ઇસમે હાથનો ઇશારા વડે કાર ઉભી રખાવીને મારે હોસ્પીટલના કામ અર્થે જલ્દી જવાનું હોવાનું કહીને લીફ્ટ માંગી હતી.

પ્રોફેસરે માનવતા દાખવી તે અજાણ્યા ઇસમને લીફ્ટ આપી હતી. તો લિફ્ટ લીધા બાદ યુવકે પ્રોફેસરને ચપ્પુ દેખાડીને પોતે કહે તેમ કાર લઇ લેવા માટે કહ્યું હતું. જો કાર કહ્યા પ્રમાણે નહીં હંકારે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે પ્રોફેસર ચપ્પુની અણીએ યુવાનના કહ્યા પ્રમાણે કાર અડાજણમાં મધુવન સર્કલ પાસે એક બિલ્ડીંગમાં લઇ ગયા હતા.

મધુવન સર્કલ પાસેની પહોંચતા જ ચપ્પુની અણીએ પ્રોફેસરને બિલ્ડીંગના એક ફલેટમાં લઇ જવાયા હતા. પ્લેટમાં પહોંચ્યા બાદ પ્રોફેસરના મહિલા સાથે જબરજસ્તી ફોટા પાડી લઇ ડુપ્લીકેટ પોલીસ અને પત્રકાર બની રૂપિયા ૨૦ લાખની માંગણી કરી હતી. કાર ચાલકે પોતાના સમાજ તથા સોસાયટીમાં પોતાનું નામ ખરાબ ન થાય તે માટે તાત્કાલીક પોતાના ઓળખીતાઓ પાસેથી પૈસાની વ્યવસ્થા કરી આરોપીના સંકજામાંથી છુટવા સારૂ ૫૦૦૦૦૦ રૂપિયા આરોપીઓને આપી દેતા સદર આરોપીઓએ કાર ચાલકને પોતાની કારમાં મોટી ટોકીઝ પાસે છોડી દીધા હતા.

આ ઘટના બાદ પ્રોફેસરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરતાં આજે સુરત શહેર ક્રાઈમબ્રાંચ સુરત શહેરમાં હનીપ કરી લોકોને પોતાની જાળમાં ફસાવનાર ગેંગ સક્રિય હોય તેઓને પકડવવા સારૂ પોલીસ કમિશનરશ્રી સુરત શહેર નાઓએ આપેલ સુચના અનુસંધાને અધિક પોલીસ કમિશનરશ્રી ટ્રાફીક એન્ડ ક્રાઈમ અને નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ બ્રાંચ નાઓની સુચના અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ અને પોલીસ ઈન્સ્પેકટરશ્રી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી ટીમના માણસો સાથે વર્ક આઉટમાં હતા દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે અડાજણ પોસ્ટમાં નોંધાયેલ હની ટ્રેપના ગુનાના આરોપીઓને પકડી પાડ્યા હતા.

પોલીસે ડિંડોલી ચાર રસ્તા પાસે સાંઇ પોઇન્ટમાં રહેતા 32 વર્ષના હીરાનો ધંધો કરતા લાલ શિવરાજ લખધીર તથા કતારગામમાં કંતારેશ્વર મહાદેવ સામે રહી રેતી કપચીનો ધંધો કરતા અલ્પેશ જગદીશ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી 3.87 લાખ રૂપિયા તથા ચાર મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે.

આ પણ વાંચો :-

નવસારીનો યુવાન KBC માં 50 લાખ જીત્યો, 75 લાખના સવાલનો સાચો જવાબ આપીને પણ હારી ગયો

0

Navsari lad wins 50 lakhs in KBC

  • ‘કોને ખોટી રીતે નોબલ પારિતોષિક આપવામાં આવ્યો હતો’  75 લાખના આ સવાલમાં કરન મૂંઝાયો હતો. સાચો જવાબ આવડતો ન હોવાથી કરને રમત છોડવાનો નિર્ણય લીધો.

સરળતાથી રૂપિયા મેળવવું સપનું જ હોય છે, કારણ લક્ષ્મી એને જઈ વરે, જે પરસેવે ન્હાય… પરંતુ નવસારીના (Navsari) ઘેજ ગામના યુવાને (The youth) થોડા પ્રશ્નોના જવાબ આપી 50 લાખ રૂપિયા જીત્યા છે. આજના કોન બનેગા કરોડપતિ (Kon banega millionaire) કાર્યક્રમમાં KBC પ્લે અલોન્ગ થકી પહોંચેલા યુવાને લાખો જીતી પોતાના પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યુ છે.

કોન બનેગા કરોડપતિ શોની 14 મી સીઝન ચાલી રહી છે. જેમાં સોશ્યલ મીડિયાની એક એપ્લિકેશન થકી KBC પ્લે અલોન્ગ રમીને કોન બનેગા કરોડપતિના ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટના 10 પ્રતિસ્પર્ધીઓમાં નવસારીના ઘેજ ગામના 26 વર્ષીય કરન ઇન્દ્રસિંહ ઠાકોરે સ્થાન બનાવ્યું હતું. જેમાં પણ ત્રણ પ્રશ્નોના સૌથી ઝડપી જવાબ આપી મહાનાયક અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસવામાં સફળ રહ્યો હતો. ત્યાર બાદ એક પછી એક પ્રશ્નોના જવાબ આપી 15 મા સવાલ સુધી પહોંચ્યો હતો.

કયા પ્રશ્નમાં મૂંઝાયો :

‘કોને ખોટી રીતે નોબલ પારિતોષિક આપવામાં આવ્યો હતો’ 75 લાખના આ સવાલમાં કરન મૂંઝાયો હતો. સાચો જવાબ આવડતો ન હોવાથી કરને રમત છોડવાનો નિર્ણય લીધો હતો. જોકે કરને 14 સવાલોના સાચા જવાબ આપી 50 લાખ રૂપિયા જીત્યા હતા.

75 લાખથી ચૂકી ગયા :

75 લાખ રૂપિયાના સવાલના જવાબમાં કરન અટવાઈ ગયા હતા. આ સવાલ હતો કે, ‘કોને ખોટી રીતે નોબલ પારિતોષિક આપવામાં આવ્યો હતો જેને બાદમાં ખોટુ સાબિત કરવામાં આવ્યુ હતું. A. ઓસવાલ્ડ એવરી, B. યોશિય્યાહ ગિબ્સ, C. ગિલ્બર્ટ એન લેવિસ, D. જોહાન્સ ફિબિગર. આ જવાબ ન આવતા કરને ખેલ છોડવાનું નક્કી કર્યું. રમત છોડવાનો નિર્ણય લેતા બિગ-બીએ તેમને એક જવાબ આપવા કહ્યુ હતું. તેમણે ડી વિકલ્પ પસંદ કર્યો હતો. જે હકીકતમાં સાચો હતો અને તેઓ 75 લાખ જીતવાથી ચૂકી ગયા હતા.

ગાય અને ગોબરની વચ્ચે ઊભા રહી પૈસા કાઢવા મજબૂર વ્યક્તિનો વીડિયો વાયરલ | Gujarat Guardian

કોન બનેગા કરોડપતિમાં રમવા જવા કરન ઠાકોર લાંબા સમયથી પ્રયાસ કરતો હતો. કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરન ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે જ સરકારી નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે. જેની તૈયારી કરનને કોન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં મદદરૂપ થઇ હતી. કરન સાથે એની પત્ની ખુશ્બુ ઠાકોર પણ કાર્યક્રમમાં ગયા હતા, જ્યાં ખુશ્બુએ અમિતાભ બચ્ચન સાથે વાત કરતા એમને ‘છૂ કર મેરે મન કો…’ ગીત પણ ગાયુ હતુ.

આટલી રકમનું શું કરશો તે વિશે કરને કહ્યું કે, કરન જીતેલી રકમ તેના ભાઈના અભ્યાસમાં ખર્ચવા માંગે છે. જ્યારે મહાનાયક અમિતાભ બચ્ચન સાથે વિતાવેલી ક્ષણો જીવનભરનું સંભારણું બની રહેશે.

આ પણ વાંચો :-

ખાખીવર્દીમા પણ સાહિત્ય જીવતુ હોય છે સુરતના પો.કમિ. અજયકુમાર તોમરે અદભૂત વ્યક્તિત્વના દર્શન કરાવ્યા

Literature is alive in Khakhivardima

  • હિંદી‌ દિવસની ઉજવણીમા દેશભરમાંથી દિગ્ગજ સાહિત્યકારો, ભાષાકારો, ફિલ્મ નિર્માતા વગેરે આવ્યા હતા પરંતુ માત્ર આભાર વ્યક્ત કરવા આવેલા અજયકુમાર તોમર લોકોમાં છવાઇ ગયા.
  • ફિલ્મ સંગીત, ગઝલ, મુશાયરો, ડાયરામાં તાળીઓના ગડગડાટ કે વન્સમોર સાંભળવા મળે એ માની શકાય પરંતુ હિંદી સાહિત્યની વાતમાં ઓતપ્રોત થઇ જઇને ‘વન્સમોર’ના નારા ગુંજે અને લોકો ઉભા થઇને તાળીઓના ગડગડાટ બોલાવે આવું ભાગ્યે જ બને
  • કેન્દ્રીય ગૃહમંત્રાલય, પીઆઇબી સહિત વિવિધ વિભાગમાંથી સુરતના મહેમાન બનેલા અધિકારીઓ પણ પો.કમિ. અજયકુમાર તોમરનુ હિંદી સાહિત્ય વિશેનુ જ્ઞાન અને અભ્યાસની સરાહના કરતા થાકતા નહોતા.

ખાખીવર્દીમા છુપાયેલા એક અદભૂત અને લાગણીથી છલોછલ સાહિત્યકારને ખૂબ જ નજીકથી ઓળખવાની તક મળી.  સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પોલીસ અધિકારી હોય એટલે કાયદો, વ્યવસ્થા અને ગુનેગારોથી આગળ વધી શકતા નથી. જનમાનસમા પોલીસ માટેની એક છાપ પ્રસ્થાપિત થઇ ચૂકી છે પરંતુ પોલીસદળમા પણ સાહિત્યપ્રેમી અધિકારીઓ હોય છે એવું સુરતના પો.કમિ. અજયકુમાર તોમરને સાંભળ્યા પછી મીનમેખ કહી શકાય. અત્યાર સુધી એવી ધારણા હતી કે અજયકુમાર તોમર ગીત, સંગીતમા અદભૂત લગાવ ધરાવે છે પરંતુ તાજેતરમાં સુરતમાં‘હિંદી દિવસ’ની ઉજવણી વખતે અજયકુમાર તોમરનું વકતવ્ય મોટા ગજાના સાહિત્યકારોને પણ સ્પર્શી ગયું હતું અને અજયકુમાર તોમરને સાંભળવા સતત ‘વન્સમોર’ ના નારા લાગતા રહ્યા હતા!

કોઇપણ પૂર્વ તૈયારી કે પૂર્વ અભ્યાસ કર્યા વગર જ એક પોલીસદળની ફરજના ભાગરૂપે સન્માન સ્વીકારવા મંચ ઉપર આવેલા અજયકુમાર તોમર ખરેખર કોઇ વક્તવ્ય આપવા ઉભા થયા નહોતા પરંતુ સન્માનના પ્રત્યુત્તરમા આભારની લાગણી વ્યક્ત કરતા કરતા સાહિત્યમાં ડૂબી ગયા હતા અને ‘હિંદી’ની તાકાતની લોકોને અનુભૂતી કરાવી હતી. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમા ખીચોખીચ લોકોની હાજરી વચ્ચે અજયકુમાર તોમરે આભાર વ્યક્ત કરવા સાથે વકતવ્ય આપવાની કરેલી શરૂઆતના પ્રારંભથી જ લોકોમા છવાઇ ગયા હતા. અજયકુમાર તોમરના એક એક શબ્દએ લોકોને જકડી લીધા હતા. દેશભરમાંથી આવેલા રાષ્ટ્રીયકક્ષાના સાહિત્ય સર્જનકારો પણ મોમા આંગળા નાંખી ગયા હતા. અજયકુમાર તોમર સતત અસ્ખલિત બોલતા રહ્યા અને લોકો સાંભળતા રહ્યા છતા લોકોની તેમને સાંભળવાની તરસ છીપાતી નહોતી. લોકો ઇચ્છતા હતા કે અજયકુમાર તોમર હજુ બોલતા જ રહે છે!

સામાન્ય રીતે ફિલ્મ સંગીત કે મુશાયરાના કાર્યક્રમમા આવું થતું હોય છે પરંતુ અહિંયાતો ‘હિંદી દિવસ’ની ઉજવણીનો પ્રસંગ હતો. પરંતુ હિંદી ભાષામાં કેટલી તાકાત છે એ અજયકુમાર તોમરે લોકોને અનુભૂતિ કરાવી હતી.
વકતવ્યનો પ્રારંભે અજયકુમાર તોમરે એવી રીતે શરૂઆત કરી હતી  કે, હું આકસ્મિક જ આ કાર્યક્રમમાં આવ્યો છું. પોલીસ અધિકારી તરીકે મને અને મારી ટીમને આજે સવારે અહી એક સ્મૃતિભેંટ આપવા માટે મને આમંત્રિત કરાયો ત્યારે સાવ નિર્દોષભાવે જ મારા મ્હોમાંથી શબ્દો નીકળી ગયા કે અમે પણ હિન્દીના જ સંતાન છીએ, આ કાર્યક્રમમાં

તો હું પણ બોલી શકું.
હમને સિંચા હૈ અપને ખૂન સે ચમન,
પત્તે પત્તે સે આશ્કારા હૈ,
નિયત-એ-બાગબાં દુરુસ્ત નહિ,
વરના ગુલશન પે હક હમારા હૈ.

(આ બાગના દરેક પાંદડાથી એ વાત સ્પષ્ટ થાય છે કે અમે અમારા લોહીથી આ બાગને સીંચ્યો છે. આ તો ખુદ માળીની જ નિયત સાફ નથી, બાકી આ આખા બાગ પર હક અમારો છે.)

હું પાછલા ૩૨ વર્ષથી ગુજરાતમાં રહું છું કારણ કે ભારતીય પોલીસ સેવા (આઈપીએસ)માં મારું કેડર ગુજરાત છે. બાકી મારો જન્મ હરિયાણામાં થયો છે, અને હસ્તિનાપુર નજીક મારું વતન છે. બાળપણમાં અમે જે ભાષા બોલતા એ ક્યાં તો હરિયાણવી હતી અથવા તો મેરઠની ખડી બોલી હતી. હિન્દી ભાષાની જનની સંસ્કૃત છે, એ સર્વવિદિત વાત છે. ઈસ્વીસન પૂર્વે ૧૫૦૦ થી ઈસ્વીસન પૂર્વે ૫૦૦ વર્ષ સુધી ભારતમાં સંસ્કૃત જ બોલાતી હતી. એના બે સ્વરૂપ હતા, એક વૈદિક અને બીજું લૌકિક. લૌકિક એટલે સામાન્ય લોકો દ્વારા બોલાતી ભાષા, અને વૈદિક એટલે જ્ઞાની લોકો કે જેઓનો આ ભાષામાં ગહન અભ્યાસ હતો, જેઓ વ્યાકરણના પંડિત હતા, અને વૈજ્ઞાનિક ઢબે જેઓ લેખન કરતા. સામાન્ય લોકોએ ધીમે ધીમે એ ભાષાથી બચીને થોડું સાદું લખવાનું શરુ કર્યું અને બાદમાં એજ લૌકિક સંસ્કૃત ત્યારના સાહિત્યની ભાષા બની ગઈ. આ બોલીઓ પ્રદેશ મુજબ ફેરફારો સાથે આગળ વધતી ગઈ, અને એ રીતે બોલીઓ પ્રચલિત થતી ગઈ. એક પૂર્વીય બોલી હતી, એક મધ્યદેશીય બોલી હતી, એક પૂર્વોત્તર ભારતની અલગ બોલી હતી. સમયાંતરે લોકોને થયું કે સંસ્કૃતનું વ્યાકરણ અઘરું છે. જ્યાં સુધી કોઈ વિદ્વાન પાસે લાંબા સમય સુધી શીખાય નહિ ત્યાં સુધી આવડે નહિ. મારી વાત કરું તો અમારાથી સંસ્કૃતમાં ભૂલ થતી તો અમારા શિક્ષક કાયમ કહેતા કે આ કાજુ બદામ ખાવાવાળાને આવડે, તમે બાજરો ખાવ છો તો તમને સંસ્કૃત ક્યાંથી આવડવાની ?

આ રીતે સામાન્ય માણસે આ વૈજ્ઞાનિક ઢબ સામે બળવો કર્યો અને સંસ્કૃત બોલચાલની ભાષામાં બદલાઈ. ઈસ્વીસન પૂર્વે ૫૦૦ વર્ષથી લઈને પ્રથમ ઈસ્વીસન સુધીમાં સંસ્કૃતમાં એટલો ફેરફાર આવ્યો કે એ પાલી ભાષામાં બદલાઈ ચુકી હતી. પાલી કે જેમાં સમગ્ર બૌદ્ધ સાહિત્ય લખાયું, મહાત્મા બુદ્ધના પણ તમામ પ્રવચનો એમાં થયા. ત્યારબાદ જે સંસ્કૃત સાથે થયું એજ પાલી સાથે થયું. જ્ઞાની પંડિતોએ એ ભાષાને પણ વ્યાકરણમાં બાંધી, અને સામાન્ય માણસ ફરી પાછળ રહી ગયો. ભાષા ફરી રૂપ બદલીને આગળ વધી ગઈ. ત્યાર બાદ ગામડામાં માણસ જે ભાષા બોલતો થયો એ પ્રાકૃત. પરંતુ પ્રાકૃત ભાષા પણ પંડિતોના હાથમાં વ્યાકરણ સાથે જકડાઈ, ત્યારબાદ ભાષાનો અપભ્રંશ થયો. એમાં પણ પંડિતો વ્યાકરણ લાવ્યા, ત્યારબાદ આવી અવહઠ.. રાજસ્થાન અને ગુજરાતમાં પ્રાચીન જૈન સાહિત્ય આ ભાષામાં મોટા પાયે લખાયું. મેં એની થોડી પાંડુલીપી જોઈ છે. મારા મતે હિન્દીનું પ્રાચિનતમ સ્વરૂપ જૈન મુનીઓએ જે સાહિત્ય લખ્યું છે, એમાં જોવા મળે છે. જેને આજે પણ આપણે સમજી શકીએ છીએ.

ત્યારબાદ આપણને એવા માણસ મળ્યા જેમને દર્શનશાસ્ત્ર અને આધ્યાત્મની દ્રષ્ટીએ સામાજિક કુરિવાજો પર ભયંકર પ્રહારો કર્યા. જેમને આપણે કબીરદાસ તરીકે ઓળખીએ છીએ. એમની ભાષા સાવ અલગ જ હતી. જો હું ખોટો ન હોઉં તો પંડિત હઝારીપ્રસાદ દ્વિવેદીજીએ કહ્યું હતું કે કબીર ભાષાના અધિનાયક છે. ભાષા જે કહેવા ઈચ્છે છે એ કહી શકે જ છે, પણ જો ભાષાના શબ્દો અમુક વાત ન કહી શકે તો કબીર કોઈ પણ રીતે પોતે જે કહેવું છે એ ભાષા પાસે કહેવડાવી શકે છે. એટલે જ એમની ભાષામાં તમને ભારતની મહત્તમ ભાષાના અંશ અને શબ્દો જોવા મળે છે.

કબીર કહે છે-
પ્રેમ ન વાડી ઉપજે,
પ્રેમ ન હાટ વેચાય,
રાજા પ્રજા જેહી રુચે,
શીશ દેહી લેઈ જાય …

હવે વાડી શબ્દ ગુજરાતમાં ખેતર માટે વપરાય છે. ઉત્તરપ્રદેશ કે હરિયાણામાં મેં ખેતર માટે આ શબ્દ વપરાતા નથી જોયો. કબીર આવા શબ્દો સાથે લખતા હતા ત્યારે જ હિન્દીના એક મહાકવિએ ભારતમાં જન્મ લીધો. મહાકવિ એટલા માટે કે એમના લીધે જ હિન્દી આખા ભારતમાં ઝડપભેર ફેલાઈ. એ હતા મહાકવિ તુલસીદાસ. હું માનું છું કે હિન્દીમાં એમનું યોગદાન સૌથી વધુ રહ્યું. અવધી ભાષાની છાંટવાળી હિન્દી એમણે પ્રચલિત કરી. એ પહેલા મૈથીલ પ્રદેશના કવિઓએ રાધાજી માટે જે સરસ્ય રસધાર વહાવી, એને લીધે પણ લોકોએ ઘણું હિન્દી વાંચ્યું. આમ છતાં હિન્દીના પ્રસારમાં હિન્દી સિનેમા આવતા પહેલા જે બે વ્યક્તિઓ, કે જેમના લખાણની અસર બાદમાં હિન્દી સિનેમા ઉપર પણ રહી એમાં પ્રથમ નામ હતું ભારતેન્દુ હરિશ્ચન્દ્ર. જેમણે અંધેર નગરી લખ્યું, ભારત દુર્દશા લખ્યું, અને એ સિવાય પણ ઘણા નાટકો લખ્યા જેના વડે તેઓ છુપી રીતે અંગ્રેજ શાસન પર પ્રહાર કરતા હતા, કે અંગ્રેજ શાસન કેવું છે ? અંધેર નગરી ચૌપટ રાજા, ટકે સેર ભાજી, ટકે સેર ખાજા. તેઓની આ પંક્તિ ભારતના લગભગ દરેક રાજ્ય અને શહેરમાં આજે પણ બોલાય છે. અન્ય એક મહાનુભાવ, કે જેઓનો જન્મ ૧૮૬૧ માં થયો, એ હતા દેવકીનંદન ખત્રી. એ સમય એવો હતો કે જયારે ભારતમાં ભણેલા લોકો મહદઅંશે ઉર્દુ ભાષા જ વાંચતા, ઉર્દુ સાહિત્ય વાંચતા, કારણ કે એ સમયે ગાલીબ અને મીર થઇ ચુક્યા હતા. એ સમય મુગલ સમ્રાટોનો હતો, એટલે ઉર્દુ ભાષા પણ એ સમયે વધુ પ્રચલિત હતી.

હું કહેવા ઈચ્છું છું કે, ઉર્દુ ભાષા હિન્દી કરતા બિલકુલ અલગ નથી. પર્શિયા, મધ્ય એશિયાથી જે લોકો આવતા હતા, એમની સેનાના તંબુઓ લાગતા, અને એ તમ્બુને ‘ઓર્દું’ કહેતા. આ સેના અને આસપાસના સ્થાનિક લોકો સાથે વાતચીત, વ્યવહાર, ખાવાપીવાની વસ્તુની લેનદેન એ બધા માટે જે ભાષાની ઉત્પતિ થઇ, પશ્ચિમ એશિયા, મધ્ય એશિયાથી આવનારા લોકો અને ભારતના સ્થાનિક લોકો વચ્ચેની બોલચાલની ભાષામાંથી જે ભાષાનો ઉદય થયો એ ભાષા, પેલા તંબુ એટલે કે ઓર્દુંમાંથી ઉર્દુ નામે પ્રચલિત થઇ. ઉર્દુ, એ હિન્દીનું જ એક સ્વરૂપ છે એમાં બેમત નથી. એ સમયે હિન્દી મુખ્યત્વે રામચરિત માનસ સિવાય લખાતી કે વાંચતી થઇ ન હતી. દેવકીનંદન ખત્રીને આ વાત ભારે ખટકતી. તેઓએ લોકમાનસ સુધી પહોંચે એવા જાસુસી ઉપન્યાસ લખવાનું શરુ કર્યું. ચંદ્રકાંતા, ચંદ્રકાંતા સંતતિ, કુસુમદેવી વિગેરે ઉપન્યાસો એટલા લોકપ્રિય થયા કે પોતાના માતાપિતાથી છુપાઈને પણ યુવાનો એને વાંચતા. ઘણાએ તો અરેબિક, અંગ્રેજી, ઉર્દુ સિવાય હિન્દી ખાસ એટલે સીખી કે એ લોકો ચંદ્રકાંતા વાંચી શકે. આવા મહાનુભાવોને આપણે યાદ રાખવા જોઈએ.

તાળીઓના ગડગડાટ વચ્ચે અજય તોમરે પોતાના સાહિત્યિક વાંચનનો પરિચય આપતા કહ્યું, હિન્દીના એવા જ પ્રખર મૈથીલીશરણ ગુપ્ત, કે જેઓએ ભારતીય ભાષાની અભિવ્યક્તિની તાકાતનો લોકોને પરિચય કરાવ્યો હતો. અજય તોમરે ઉમેર્યું કે આજે આપણે જયારે હિન્દીના વિકાસની વાતો કરી રહ્યા છીએ ત્યારે તેઓની કેટલીક પંક્તિઓ એકદમ સટીક છે. આમ કહી તેઓએ પોતાને કંઠસ્થ એવી તેઓની એક કવિતા સંભળાવી હતી.

હમ કૌન થે, હમ કૌન થે, ઔર ક્યાં હો ગયે હૈ,
ઔર ક્યાં હોંગે અભી..
આઓ વિચારે બૈઠ કર, હમ યે સમસ્યાએ સભી.
સંસાર કો પહલે હમી ને જ્ઞાન ભિક્ષા દાન દી,
આચાર કી, વ્યવહાર કી, વ્યાપાર કી, વિજ્ઞાન કી.

આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. અજય તોમરને પણ લોકોનો પ્રતિસાદ ઉત્સાહિત કરી રહ્યો હતો. તેઓએ આગળ વધતા પ્રેમચંદજીની વાત કહી હતી. એક દિગ્ગજ લેખક જે ઉર્દુમાં લખતા પણ એને હિન્દી ઉપન્યાસકાર તરીકે આપણે ઓળખીએ છીએ. માનસરોવર ભાગ ૧ થી ૮ એમની વાર્તાઓનો સંગ્રહ છે, એમ કહેતા તેઓએ ઉમેર્યું હતું કે આપ દેશના કોઈ પણ રાજ્ય, કોઈ પણ શહેરના હોવ, આપે પ્રેમચંદની કોઈ પણ વાર્તા ન સાંભળી, કે ન વાંચી હોય એવું શક્ય જ નથી. તેઓએ દો બૈલો કી કથા, બડે ભાઈ સાહબ જેવી વાર્તાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે મનોવૈજ્ઞાનિક વાતો, વાર્તાઓ લખવાવાળા ફ્રેંચ લેખક બાલ્ઝાક હોય, ઓસ્કાર વાઈલ્ડ, ઓ હેનરી, સોમરસેટ મોમ હોય કે ચેખોવ હોય, મેં એ બધાનું સાહિત્ય વાંચ્યું છે, અને હું માનું છું કે, પ્રેમચંદ તેઓની સમકક્ષ હતા. તેઓ આ લોકોથી ચડિયાતા ન હતા, તો જરાય ઉતરતા પણ ન હતા. તેઓની આ વાત સૌથી વધુ દાદ મેળવી ગઈ હતી. તેઓએ રાજકવિ ગોપાલદાસ નીરજની વાત પણ સુંદર રીતે રજુ કરી હતી. તેઓએ કહ્યું હતું કે વર્ષ ૧૯૪૦-૧૯૫૦ના દશકમાં એક સમય એવો હતો કે એક જગ્યાએ લોકો જો લતા મંગેશકરને સાંભળતાં હોય, અને ખબર પડે કે નજીકમાં જ ગોપાલદાસ નીરજનો કાર્યક્રમ છે, તો લોકો લતાના કાર્યક્રમને છોડીને ત્યાં દોડી જતા હતા. નીરજે અદભુત કવિતાઓ, ગીતો લખ્યા જેને હિન્દી સિનેમામાં પણ સમાવાયા. તેઓએ હસતા હસતા કહ્યું હતું કે આખરે હું હિન્દી સિનેમાની વાત પર આવી જ ગયો.

ભારતીય સિનેમાનું પણ હિન્દી માટે અદભુત યોગદાન છે. હિન્દી રાજભાષા વિભાગને સંબોધતા તેઓએ કહ્યું હતું કે તમે ગમે એટલા હિન્દી પુસ્તકો લખો, નિયમ બનાવો કે પત્રો લાખો, એક હિન્દી ફિલ્મ લોકોના જનમાનસને જે રીતે સ્પર્શી શકે, કોઈ રાજકીય પત્ર જનમાનસને ન જ સ્પર્શી શકે. આ વાતને ખુદ રાજભાષા વિભાગના પ્રતિનિધિઓએ પણ તાળીઓથી વધાવી લીધી હતી. હિન્દી સિનેમાની આઝાદીથી લઈને અત્યાર સુધીની પ્રખર ફિલ્મોની વાત કરીએ તો એમાં ‘ગોદાન’ની ગણતરી કરવી જ પડે. તેઓએ એ સમયના સરિતા નામક મેગેઝીનનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે સરિતા એ સમયે ફિલ્મોને સ્ટાર રેટિંગ આપતું. સૌથી વધુ સ્ટાર મેળવનાર અત્યાર સુધીની ફિલ્મોમાં આજે પણ ગોદાન સામેલ છે. તેઓએ કહ્યું હતું કે આજ રીતે ફિલ્મ ગર્મ હવા વિગેરે પણ સાહિત્યિક કૃતિઓ ઉપર બનેલી ફિલ્મો હતી.

તેઓએ કહ્યું હતું કે કમલેશ્વરજીની એક વાર્તા હતી આગામી અતીત, જેની પર ફિલ્મ બની ‘મોસમ’. તેમણે કહ્યું હતું કે સાહિત્યિક કૃતિઓ પરથી જે ફિલ્મો નથી આવતી એ થોડો સમય ચાલીને ખોવાઈ જાય છે. ફિલ્મોને આ સાહિત્યિક કૃતિઓ વધુ જીવંત કરી દે છે. તેઓએ આગળ કહ્યું હતું કે હિન્દી સાહિત્યમાં કમાલની હિન્દી વાર્તાઓ છે, અને હું માનું છું કે એની પરથી જો હજી ફિલ્મો બને તો એ લોકોને વધુ સ્પર્શી શકશે.

તેઓએ પોતાના કોલેજકાળને યાદ કરતા કહ્યું હતું કે એ સમયે એક ફિલ્મ આવી હતી, અર્ધસત્ય. તેઓ કહે છે કે અર્ધસત્ય ફિલ્મની ભાષા, નિર્દેશન અને સંવાદ દ્વારા પોલીસ વિભાગની વેદનાને ઉજાગર કરતી ફિલ્મ આજસુધી બની નથી. આ ફિલ્મ આપણને ઊંડાણથી હચમચાવી દે એવી છે. આ સાથે ફરી કવિ નીરજની વાત કરતા તેઓએ થોડી પંક્તિઓ કહી હતી.

આજ જી ભર દેખ લો તુમ ચાંદ કો,
ક્યાં પતા કલ રાત એ આયે ન આયે,
ક્યાં પતા કિસ રોઝ ઉઠ જાયે કદમ,
કાફિલા અગર કુચ દે ઈસ ગ્રામ સે,
કૌન જાને કબ મિટાને કો થકન,
સુબહ જા માંગે ઉજાલા શામ સે,
કાલ કે અદ્વૈત અધરો પર ધરી,
ઝીંદગી એક બાંસુરી હૈ ચામ કી,
ક્યા પતા કલ સાજ કે સ્વરકાર કો,
સાજ યે, આવાઝ યે, ભાયે ન ભાયે,
હૈ અનિશ્ચિત હર એક દિવસ, હર એક ક્ષણ,
સિર્ફ નિશ્ચિત હૈ અનિશ્ચિતતા યહા,
આજ જી ભર દેખ લો તુમ ચાંદ કો,
ક્યાં પતા કલ રાત યે આયે ન આયે.

આ કવિતા પૂર્ણ થતા જ આખું ઇન્ડોર સ્ટેડીયમ તાળીઓ અને સીટીઓના આવાજથી ગુંજી ઉઠ્યું હતું. ઘડીભર પોલીસ કમિશ્નર અજય તોમર પણ લોકોના આ આનંદને જોતા રહી ગયા હતા. લાગલગાટ ૨૦ થી ૨૫ સેકંડ સુધી આ તાળીઓ પડતી રહી હતી, અને ત્યાર બાદ ‘વન્સ મોર’ ના અવાજો ઉઠ્યા હતા. સતત એક મિનીટથી વધુ ચાલેલા આ અદભુત પ્રતિસાદ બાદ પોલીસ કમિશ્નરે પોતાની વાત આગળ ચલાવતા કહ્યું હતું કે, જયારે ભારત આઝાદ થયું એ સમયે, રાષ્ટ્ર ચેતનાનો ઉદય કરવામાં હિન્દી સાહિત્ય અને હિન્દી ફિલ્મોનો મોટો ફાળો રહ્યો.

હિન્દી સાહિત્યના પ્રખર કવિ હતા મુક્તિ બોધ. અંગ્રેજોના સમયમાં જ તેઓએ મોટા ગજાના કવિ તરીકે કાઠુ કાઢ્યું હતું. અંગ્રેજોને આપણી ઉપર રાજ કરતા જોઈ તેઓ ખુબ આહત થતા, તેઓએ એક લાંબી કવિતા લખી હતી. ત્યારે મને યાદ આવે છે અંગ્રેજી સાહિત્યના કવિ ટી એસ ઇલિયટની કવિતા ધ વેસ્ટ લેન્ડ. આ કવિતાને વિશ્વ સાહિત્યનુ એક માનક ગણવામાં આવે છે. પરંતુ ભારત જયારે ગુલામીના અંધારામાંથી બહાર નીકળવા તડપતુ હતું એની વિશ્વ સ્તરીય  અભિવ્યક્તિ જો કોઈ કવિતામાં થઇ હોય તો એ મુક્તિ બોધની કવિતા ‘અંધેરે મેં’ હતી. આ વૈશ્વિક કવિતામાં સામેલ કરવી પડે એવી કૃતિ છે. આ લાંબી કવિતામાં અનેક ધારાઓ, અનેક અંતર પ્રવાહો છે. એમાં એક પાગલ માણસ પણ છે. અજય તોમરે આ વાત સાથે સ્પષ્ટપણે ઉમેર્યું હતું કે, યાદ રાખજો, સાચી વાત માત્ર એક પાગલ જ કરી શકે છે, બીજા કોઈના બસની આ વાત નથી હોતી. આ વાક્ય સાથે દર્શકો પાસે ફરી તાળીઓ પડાવી લેતા તોમરે કહ્યું હતું કે અંગ્રેજ સામ્રાજ્યવાદના કાળનું અદભુત ચિત્રણ આ કવિતામાં છે. તમારી તાળીઓને લીધે જ મને સાવ એમજ આ કવિતા યાદ આવી છે, એમ કહી તેઓએ કવિતા સંભળાવી હતી.

ઓ મેરે આદર્શવાદી મન, ઓ મેરે સિધ્ધાંતવાદી મન,
અબ તક ક્યાં કિયા, જીવન ક્યાં જીયા,
ભોગવાદી બન અનાત્મ બન ગયે ? ભૂતો કી શાદી મેં કનાઅત-સે તન ગયે ?
કિસી વ્યભિચારી કે બન ગયે બિસ્તર,
તન-મન ધન કરુણા-સી માં કો હંકાલ દિયા,
દેશપ્રેમ બાપ કો ઘર સે નિકાલ દિયા,
સ્વાર્થો કે કુત્તો કો પાલ લિયા,
લિયા બહોત બહોત ઝ્યાદા, દિયા બહોત બહોત કમ.
મર ગયા દેશ, અરે ઝીંદા રહ ગયે હમ…

આ એ લોકો માટે લખાયેલ કવિતા હતી, જે અંગ્રેજોને સાથ આપતા હતા. એ સમયની ઈમ્પીરીયલ પોલીસ (આઈપી)માં અમારા પણ પૂર્વજો હતા. પ્રશાશનિક અધિકારીઓમાં પણ ભારતીયો હતા. વેપારીઓ પણ અગ્રેજોની નજીક રહી કામ કરાવતા. એ લોકોને ઉદ્દેશીને જ આ કવિતા લખાઈ હતી. જે મને આજે પણ ઝકઝોરી જાય છે. કમિશ્નરે કહ્યું હતું કે આજે પણ જીવનમાં ઘણીવાર હું ગુંચવાઉ, આ કરું કે પેલું કરું, આમ જાઉં કે તે તરફ જાઉં, ત્યારે આજે પણ આ કવિતાની પંક્તિઓ, ‘ઓ મેરે આદર્શવાદી મન, ઓ મેરે સિધ્ધાંતવાદી મન, અબ તક ક્યાં કિયા, જીવન ક્યાં જીયા’ મને માર્ગ બતાવે છે.

તેઓએ કહ્યું હતું કે પ્રેમની અભિવ્યક્તિ સમાં નિર્દોષ ચુંબનને બતાવવાની હિંમત લાંબા સમય સુધી હિન્દી સિનેમામાં ન હતી. બે ફૂલને ટકરાવીને કે બે પક્ષીઓની ચાંચ લડાવીને જ એ બતાવાતું. ત્યારે એક કવિ ધર્મવીર ભારતીની થોડી પંક્તિઓ કહેવા માંગુ છું. સ્ત્રી પુરુષનું સહજ આકર્ષણ જયારે ચુંબન સુધી પહોંચે, તો એની અભિવ્યક્તિ કઈ રીતે થઇ શકે, એ આ પંક્તિઓમાં આબાદ ઝીલાયું છે. આ કમાલ માત્ર હિન્દી ભાષા જ કરી શકે.

આજ માથે પર નઝરમેં બાદલો કો સાધકર,
રખ દિયે તુમને તરલ-સે સંગીત સે નિર્મિત અધર,
ઝીલમીલાતી આરતી કે દીપકો કી છાવ મેં,
બાંસુરી રખી હુઈ જ્યોં ભાગવત કે પૃષ્ઠ પર…

પ્રેમની વાતમાં ભાગવત અને બાંસુરીનું આ મિલન હિન્દી કવિતા કરાવે છે. આમ કહેતા પોલીસ કમિશ્નરે છેલ્લે કહ્યું હતું કે હું નતમસ્તક છુ, હિન્દી સિનેમાનો, એના કથાકારો, સંવાદલેખકો નો કે જેઓની મજબુત ભાષાને કારણે આજે વિદેશી કંપની નેટફ્લીક્સની પણ એ મજબૂરી થઇ ગઈ છે કે પોતાની વેબ સીરીઝ, ડ્રામા કે શોર્ટ ફિલ્મમાં તેઓને લેવા પડે છે. તમે બધા પણ અહીંથી અદભુત વાતો લઈને જજો, અને હિન્દીનો વધુને વધુ ઉપયોગ કરજો, એ એક અદભુત ભાષા છે.

સારા તેંડુલકર બાદ હવે સારા અલી ખાનને ડિનર ડેટ પર લઈ ગયો આ સ્ટાર ક્રિકેટર ! તસવીરો થઈ ગઈ લીક

After Sara Tendulkar, this star cricketer

  • કાર્તિક આર્યનને ડેટ કર્યા પછી હવે ક્રિકેટરને ડેટ કરી રહી સારા અલી ખાન. બંનેના ડિનર ડેટની તસવીર સોશ્યલ મીડિયા પર થઈ વાયરલ.

સૈફ અલી ખાનની (Saif Ali Khan) દીકરી સારા અલી ખાનને તેની એક્ટિંગને કારણે ઇન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ લીધું છે. અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) જેટલી તેની ફિલ્મો અને કામને લઈને ચર્ચામાં રહે છે એટલી જ તેની લવ લાઈફ (Love life) અને રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં રહે છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર સારા અલી ખાન તેની ફિલ્મ લવ આજ કલ 2ના કો-સ્ટાર અભિનેતા કાર્તિક આર્યનને ડેટ કરી રહી હતી અને થોડા સમય પહેલા બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા. કાર્તિક આર્યનને ડેટ કર્યા પછી હવે સારા અલી ખાન હવે ક્રિકેટરને ડેટ કરી રહી છે એવું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારા એક યુવા ક્રિકેટરને ડેટ કરી રહી છે અને બંને હાલ જ ‘ડિનર ડેટ‘ પર પણ સાથે જોવા મળ્યા હતા.

સારા અલી ખાન આ ક્રિકેટરને કરી રહી છે ડેટ :

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી એક તસવીર ઘણી વાયરલ થઈ રહી છે જેમાં સારા અલી ખાનને એક ક્રિકેટર સાથે ડિનર કરતાં નજર આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાન ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી છે અને એ બંનેના ડિનર ડેટની તસવીર સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. જો કે બંનેએ હજુ આ વિશે કોઈ નિવેદન આપ્યું નથી પણ તેમની ડેટની ખબરોને નકારી પણ નથી.

સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો હતો શુભમન ગિલ  :

જો તમને જણાવી દઈએ કે શુભમન ગિલ પણ આ પહેલા કોઈને ડેટ કરી ચૂક્યો છે.  ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર અને શુભમન ગિલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે થોડા સમય પહેલા એવા રિપોર્ટ્સ મળ્યા હતા કે સારા અને શુભમન વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે શુભમનનું દિલ અભિનેત્રી સારા અલી ખાન પર આવી ગયું છે.

સોશ્યલ મીડિયા પર બની રહ્યા છે મીમ્સ :

અભિનેત્રી સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગિલની તસવીર વાયરલ થતાં જ હાલ સોશ્યલ મીડિયા પર બંનેને લઈને મીમ્સ બનવા લાગ્યા છે. લોકો મજાક બનાવી રહ્યા છે કે શુભમનને ‘સારા’ નામ ખૂબ જ પસંદ આવી ગયું છે અને તે આ નામ છોડવા નથી માંગતો. પહેલા તે સારા તેંડુલકરને ડેટ કરી રહ્યા હતા અને હવે સારા અલી ખાનને.

આ પણ વાંચો :-

ક્યારે જાગશે તંત્રની સંવેદના ? લમ્પીગ્રસ્ત મૃત પશુઓના ઢગલા, દુર્ગંધથી ત્રાસથી બાળકો શિક્ષણનો ત્યાગ કરવા મજબૂર

0

When will the consciousness of the

  • ગુજરાતમાં પશુઓની અંદર લમ્પી વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. એક બાદ એક પશુઓ લમ્પી વાઇરસનો ભોગ બની રહ્યાં છે. ત્યારે અરવલ્લીના મેઘરજમાં વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે.

અરવલ્લીના (Aravalli) મેઘરજના પિશાલ ગામમાં તમામ શૈક્ષણિક સંસ્થામાં (educational institution) શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગામની પ્રા.શાળા, હાઈસ્કૂલ અને આંગણવાડીના વિદ્યાર્થીઓએ શિક્ષણ બહિષ્કાર (Education boycott) કર્યો છે. જોકે તેની પાછળનું ચોંકાવનારુ કારણ જાણીને ચોંકી જશો. કારણ કે, અહીં શાળાની આસપાસ મૃત પશુઓના ઢગલા ખડકી દેવાયા છે. જેના લીધે લમ્પીથી મૃત્યુ પામનાર મૃત પશુઓના મૃતદેહમાંથી ભયંકર દુર્ગંધ આવતા લોકો આનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે.

આથી ગામની તમામ શૈક્ષણિક સંસ્થા દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તમામ સંસ્થાઓના 200થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરાયો. જ્યાં સુધી મૃત પશુઓ માટે અન્ય જગ્યા ન ફાળવાય ત્યાં સુધી શિક્ષણના બહિષ્કારની આ લોકોએ ચીમકી આપી છે.

ગુજરાતમાં લમ્પી વાયરસ કંટ્રોલમાં હોવાનો દાવો ?

લમ્પી વાયરસને લઈ અમદાવાદ પશુપાલન તંત્રએ પશોઓનું રસીકરણ પુર્ણ કર્યુ. સમગ્ર જિલ્લામાં 43 હજાર પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ. વિરમગામમાં 11 હજાર 671, દસક્રોઈમાં 6 હજારથી વધુ તેમજ અમદાવાદ શહેરમાં 4 હજારથી વધુ ગાયોને રસી આપવામાં આવી.

એક માસ અગાઉ વિરમગામમાં લમ્પી વાયરસનો એક કેસ નોંધાતા પશુપાલન વિભાગે રસીકરણ અભીયાન તેજ બનાવ્યું હતું. હાલ અમદાવાદ જિલ્લામાં લમ્પી વાયરસ સંપૂર્ણ કંટ્રોલમાં આવી ગયો હોવાનો દાવો થઈ રાજ્યો છે.

આ પણ વાંચો :-

દાહોદની દીકરી એમેઝોનમાં રૂ. 80 હજારના પગારથી કરશે ઇન્ટર્નશીપ, પસંદગી થશે તો…..

0

Dahod’s daughter in Amazon Rs. Will do

  • દાહોદની સરકારી ઇજનેરી કોલેજની વિદ્યાર્થીનીએ કોમ્પ્યુટર અને કોડિંગમાં માસ્ટરી મેળવીને એમેઝોન જેવી આંતરરાષ્ટ્રીય કંપનીમાં રૂ. 80 હજારના પગારથી ઇન્ટર્નશીપ મેળવી છે. છ મહિનાના ઇન્ટર્નશીપ પૂર્ણ થયે જો તેની પસંદગી થશે તો રૂ. 30 લાખનું વાર્ષિક પેકેજ તેને ઓફર કરાશે.

દાહોદમાં (Dahod) રાષ્ટ્રીય કક્ષાના સુખ્યાત વિદ્યાલયોની સ્પર્ધા કરી શકે તેવું શિક્ષણ મળી રહ્યું છે. ત્યારે સરકારી ઇજનેરી (Government Engineering) કોલેજની આ વિદ્યાર્થીનીએ આઇઆઇટી સહિતના ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રીય સ્તરની (National level) મુશ્કેલ સ્પર્ધામાં અંતિમ પસંદગી પામી છે.

દાહોદની સરકારી ઇજનેરી કોલેજમાં કમ્પ્યુટર એન્જીનિયરિંગનો કોર્ષ કરતી અમીષા પુર્સવાનીએ અભ્યાસકાળના છેલ્લા વર્ષમાં જ એમેઝોન જેવી જાઇન્ટ કંપનીમાં ઇન્ટનર્શીપ મેળવી છે. અમીષાએ આ માટે બે કોડિંગ ટેસ્ટ પાસ કરવી પડી હતી અને દિલ્હી ખાતેના ઇન્ટરવ્યુ બાદ તેની આખરી પસંદગી કરાઇ હતી.

અમીષાને કમ્પયુટર અને કોડિંગમાં ખૂબ રસ હોવાથી તેણે આ કોર્ષ પસંદ કર્યો હતો અને મૂળ અમદાવાદની અમીષા દાહોદની સરકારી ઇજનેરી કોલેજ ખાતે 4 વર્ષનો કોર્ષ જોઇન કર્યો હતો. અહીંના નિષ્ણાંત પ્રોફેસરો પાસેથી ખૂબ સરસ માર્ગદર્શન અપાયું હતું અને પોતાનો રસનો વિષય હોવાથી તે ફટાફટ કોડિંગની આટીઘુંટી શીખી ગઇ હતી.

Video : ડીસા-રાધનપુર હાઇવે પર પશુઓ છોડી દેતા ચક્કાજામ, ગૌશાળા સંચાલકોએ વિરોધ કરતાં પોલીસ સાથે ઘર્ષણ | GujaratGuardian

એમેઝોન વાવમાં સોફ્ટવેર ડેવલપર એન્જિનિંયરિંગની પોસ્ટ માટે અમીષાએ ઓનલાઇન અરજી કરી હતી. આ માટેની યોજાયેલી સ્પર્ધામાં દેશભરમાંથી કમ્પ્યુટર અને કોડિંગના હોનહાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંદાજે 60 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇ કોડિંગ માટેની આ પરીક્ષા આપી હતી. કોડિંગના મશ્કેલ પેપરોને સોલ્વ કરી પાસ કર્યા બાદ દિલ્હી ખાતે અમીષાનું ઇન્ટરવ્યુ લેવાયું હતું.

એક કલાક ચાલેલા ઇન્ટરવ્યુમાં કમ્પ્યુટર અને કોડિંગ બાબતના અમીષાના જ્ઞાનની પૂરી ચકાસણી કર્યા બાદ તેનું અંતિમ પસંદગી કરાઇ હતી. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં અમીષાની સ્પર્ધામાં આઇઆઇટીના વિદ્યાર્થીઓ પણ હતા. તેમ છતાં અમીષાએ સફળતાપૂર્વક આ પરીક્ષા પાસ કરી હતી.

અમીષા પુર્સવાની જણાવે છે કે મારા શિક્ષકોનો અથાક પરિશ્રમ અને માર્ગદર્શન તેમજ આ ક્ષેત્રનો મારો રસ ખૂબ કામ આવ્યો છે. જે વિષયમાં તમને રસ હોય તેમાં પરિશ્રમ કરી આગળ વધવું જોઇએ. મે કમ્પ્યુટર અને કોડિંગ શીખવા માટે દિવસ રાત એક કર્યા છે. જેના પરિણામે આજે આટલી સ્પર્ધા હોવા છતા એમેઝોનમાં હું પસંદગી પામી છું.

આ પણ વાંચો :-

સીટ બેલ્ટ માટે સરકાર કાયદો લાવીને જ રહેશે, ગડકરીના મંત્રાલયે લોકો પાસે માંગી આ સલાહ

0

Gadkari’s ministry asked the

  • અકસ્માતોને લઈને નીતિન ગડકરીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું- કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકો માટે સીટ બેલ્ટ લગાવવો એટલો જ જરૂરી છે જેટલો આગળની સીટ પર બેઠેલા વ્યક્તિ માટે.

ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના (Cyrus Mistry) માર્ગ અકસ્માતમાં મૃત્યુ બાદ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH)એ પાછળની સીટ પર બેલ્ટ રિમાઇન્ડર ફરજિયાત બનાવવા અંગે ડ્રાફ્ટ સૂચના જાહેર કરી છે. આ ડ્રાફ્ટ નોટિફિકેશન પર 5 ઓક્ટોબર સુધી લોકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. પબ્લિક કમેન્ટના આધારે ડ્રાફ્ટ ફેરફારમાં ફેરફાર કરી શકાય છે.

N અને M વાહનો માટે આ નિયમ :

નોટિફિકેશન અનુસાર મંત્રાલયે N અને M વાહનો માટે આ ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. કેટેગરી M એટલે ફોર વ્હીલર જેમાં મુસાફરોને લઈ જવામાં આવે છે. બીજી તરફ કેટેગરી Nમાં એવા મોટર વાહનોનો સમાવેશ થાય છે. જેમાં ઓછામાં ઓછા ચાર પૈડાં હોય છે અને તેનો ઉપયોગ માલસામાન તેમજ પેસેન્જરોને લઈ જવા માટે કરવામાં આવે છે.

કાર અકસ્માતમાં થયું હતું સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ :

4 સપ્ટેમ્બરે કાર અકસ્માતમાં 54 વર્ષીય સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું ત્યારથી કેન્દ્ર સરકાર રિયલ સીટ બેલ્ટ રિમાઇન્ડરને ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે. મિસ્ત્રી ઉપરાંત તેમના મિત્ર જહાંગીર પંડોલે (49)નું કાર અકસ્માતમાં મોત થયું હતું. સાયરસ અને જહાંગીર કારની પાછળની સીટ પર બેઠા હતા અને બંનેએ સીટ બેલ્ટ પહેર્યા ન હતા. જ્યારે આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા મહિલા ડોક્ટર અનાયતા પંડોલે અને તેના પતિ દર્યાસ પંડોલેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને અડધા કરવાનો હેતુ :

આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઈ-કોમર્સ કંપનીઓને કાર સીટ બેલ્ટ એલાર્મને ડિસેબલ કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ ઉપકરણોનું વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગડકરીએ કહ્યું હતું કે તેમનું મંત્રાલય 2024ના અંત સુધીમાં માર્ગ અકસ્માતો અને સંબંધિત મૃત્યુને અડધા કરવાનો લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે.

પાછળની સીટમાં સીટ બેલ્ટ પહેરવો ફરજીયાત :

કેન્દ્રીય કેબિનેટ મંત્રીએ કહ્યું હતું કે પાછળની સીટ પર સીટ બેલ્ટ પહેરવો પહેલાથી જ ફરજિયાત છે. પરંતુ લોકો તેનું પાલન નથી કરી રહ્યા. કારની પાછળ બેઠેલા લોકો માટે સીટ બેલ્ટ પહેરવો એટલો જ મહત્વપૂર્ણ છે જેટલો આગળની સીટ પર બેઠેલા લોકો માટે છે. હવે પાછળની સીટ પર બેઠેલા મુસાફરો સીટ બેલ્ટ ન પહેરે તો પણ દંડ થશે. તેમણે જણાવ્યું  કે તેમનો ઉદ્દેશ્ય જાગૃતિ ફેલાવવાનો છે.

આ પણ વાંચો :-