Home Blog Page 1286

MS યુનિવર્સિટીમાં પાર્ટીની રંગત : હોસ્ટેલમાં ચિકન -દારૂની પાર્ટી કરી કુકડુ કુ ગીત વગાડ્યું, VIDEO વાયરલ

0

Party in MS University: Chicken-alcohol party

  • વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો સામે આવતા હડકંપ મચી ગયો છે. આ મામલે પોલીસે કાર્યવાહી કરી છે.

વડોદરાની (Vadodara) MS યુનિવર્સિટી વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. શિક્ષણના ધામ (A home of learning) સમાન વડોદરાની (Vadodara) એમ.એસ.યુનિવર્સિટીની (MS University) હોસ્ટેલમાં ચિકન અને દારૂની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સનસનાટી મચી ગઈ છે. આ મામલે હાલ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. અજાણ્યા શખ્સોએ યુનિવર્સિટીમાં પાર્ટી કેમ કરી તેવો અણીયારો સવાલ ઊભો થયો છે. (Currently, a hive of controversy has erupted in this matter. An urgent question has arisen as to why unknown persons threw a party in the university.)

વડોદરાની MS યુનિવર્સિટીમાં દારૂ અને નોનવેજની પાર્ટી :

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ‘ચિકન કુકડુ કુ’ ગીત વાગે છે. તેમજ હોસ્ટેલ રૂમમાં બેસીને અજાણ્યા વિદ્યાર્થીઓ દારૂ અને ચિકનની પાર્ટીની મોજ માણતા નજરે  પડે છે. જોકે આ મામલે સ્થાનિક પોલીસ યુનિવર્સિટી સત્તાધીશોનું આબરૂ ધૂળધાણી થઇ છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

બીજી બાજુ MS યુનિવર્સિટીમાં પાર્ટીની રંગતને લઇને અજાણ્યા વિદ્યાર્થીઓને કોનું છે પીઠબળ? અને શિક્ષણના ધામને અભડાવવાનો ઉદ્દેશ શું ? તેવા પણ સવાલો ઊભા થયા છે. જેને પગલે યુનિવર્સિટીના સત્તાધીશો અને પોલીસે અજાણ્યા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ફરીવાર PM મોદી આવશે ગુજરાત : આ તારીખે રાજકોટવાસીઓને આપશે કરોડોના વિકાસકાર્યોની દિવાળી ભેટ, યોજાશે ભવ્ય રોડ-શો

0

PM Modi will come to Gujarat again :

  • ગુજરાતમાં ચૂંટણીને ધ્યાને લેતા છેલ્લાં કેટલાય દિવસથી રાજ્યમાં PM મોદીના પ્રવાસ વધી ગયા છે. ત્યારે એકવાર ફરી 19 ઓક્ટોબરે PM મોદી ગુજરાત આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ સતત રાજ્યમાં અવરજવર કરી રહ્યાં છે. જેમાં PM મોદીથી માંડીને અમિત શાહ (Amit Shah), જે.પી નડ્ડા, અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના CM ભગવંત માન (CM Bhagwant Man) સહિત અનેક નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે.

ત્યારે છેલ્લા 3 દિવસથી PM મોદી ગુજરાતની મુલાકાતે છે. જેમાં આજે PM મોદીના ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ છે. ત્યારે વધુ એકવખત પીએમ મોદી ગુજરાત આવશે. (PM Modi is visiting Gujarat for the last 3 days. Today is the last day of PM Modi’s Gujarat tour. Then once again PM Modi will come to Gujarat.)

રૂ. 5400 કરોડના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ :

PM મોદી ફરીવાર 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. 19 ઓક્ટોબરે રાજકોટમાં PM મોદીનો રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. તદુપરાંત PM મોદી રાજકોટવાસીઓને મોટી ભેટ પણ આપશે. PM મોદી રાજકોટમાં રૂ. 5400 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. ત્યારે PM મોદીના કાર્યક્રમને લઈને રાજકોટમાં તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે.

ગઇકાલે અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને આ અંગે મહત્વની બેઠક પણ યોજાઈ :

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 19 ઓક્ટોબરના રાજકોટના કાર્યક્રમને લઇને ગઇકાલે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ 100થી વધુ સંગઠનો સાથે વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા સૌએ એક ટીમ તરીકે કામ કરવા મંત્રી રૈયાણીને અપીલ કરી હતી. તેમજ 19મીએ રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધી PMના ભવ્ય રોડ-શોના આયોજન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે એરપોર્ટથી રેસકોર્સના સભાસ્થળ સુધી રોડ-શો યોજવાનું આયોજન છે. રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ લોકાર્પણો અને ખાતમુહૂર્તના કામો વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો સહભાગી બને અને એક યાદગીરીરૂપ ભવ્ય કાર્યક્રમ યોજાય એ માટેની પણ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

Avalanche Uttarkashi : ઉત્તરકાશી દુર્ઘટનામાં લાપતા અર્જુનસિંહનો મૃતદેહ મળ્યો, 6 દિવસ બરફમાં દટાયેલો રહ્યો

0
  • દ્રૌપદી કા ડંડા શિખર પર ગયેલા ભાવનગરના બે યુવાન ફસાયા હતા. જેમાંથી કલ્પેશ બારૈયા જીવિત મળી આવ્યો હતો. પરંતુ અર્જુનસિંહ ગોહિલ હિમસ્ખલન થતાં ફસાઈ ગયા હતા. પરંતું છ દિવસ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો

ઉત્તરકાશીના (Uttarkashi) ડોકરાણી બામક ગ્લેશિયર વિસ્તારમાં રેસ્ક્યૂ ટીમે ગુજરાતી પર્વતારોહકનો (Gujarati mountaineer) મૃતદેહ બહાર કાઢ્યો છે. ગુજરાતના 5 યુવાનો ટ્રેકિંગ માટે ગયા હતા. જેમાંથી ચાર યુવકોનો જીવ બચી ગયો હતો. પરંતુ ભાવનગર (Bhavnagar) જિલ્લાનો એક પર્વતારોહી અર્જુનસિંહ ગોહિલ હજી પણ લાપતા હતો. જેનો મૃતદેહ 6 દિવસ બાદ બરફ નીચેથી મળી આવ્યો છે. અર્જુનસિંહને (Arjun Singh) યાદ કરીને તેના સાથી મિત્રો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. (But Arjun Singh Gohil, a mountaineer from Bhavnagar district, was still missing. His body was found under the snow after 6 days. Remembering Arjun Singh, his fellow friends were very emotional.)

પરિવાજનોમાં દુખનો માહોલ છવાયો :

ભાવનગરના પર્વતારોહી અર્જુનસિંહ ગોહિલનો મૃતદેહ 6 દિવસ બાદ બરફ નીચેથી મળી આવ્યો છે. દ્રૌપદી કા ડંડા શિખર પર ગયેલા ભાવનગરના બે યુવાન ફસાયા હતા. એડવાન્સ કોર્સ માટે ગયેલા ભાવનગરના બે યુવાનો કલ્પેશ બારૈયા અને અર્જુનસિંહ ગોહિલ હિમસ્ખલન થતાં ફસાઈ ગયા હતા. અગાઉ શોધખોળ દરમ્યાન કલ્પેશ બારૈયા ભાવનગરનો કલ્પેશ બારૈયા સહીસલામત મળી આવ્યો હતો.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

જ્યારે કે જિલ્લાના ચિત્રાવાવ ગામના અર્જુનસિંહ ગોહિલની કોઈ ભાળ નહિ મળતા શોધખોળ હાથ ધરાઇ હતી. ઘણા દિવસની શોધખોળ બાદ પર્વતારોહી યુવાન અર્જુનસિંહ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે ચિત્રાવાવ ગામના આશાસ્પદ પર્વતારોહી યુવાનનો મૃતદેહ મળી આવતા ગામના લોકો શોકાતુર બન્યા છે.

મુખ્યમંત્રીએ સહાય જાહેર કરી  :

ઉત્તરાખંડમાં માર્યા ગયેલા પર્વતારોહી યુવક માટે ગુજરાત સરકારે સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઉત્તરાખંડના હિમપ્રપાતમાં ભાવનગરના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામના પર્વતારોહક અર્જુનસિંહ ગોહિલના નિધનની ઘટનાથી દુ:ખની લાગણી અનુભવું છું. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. રાજ્ય સરકાર તેમના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાય આપશે.

આ પણ વાંચો :-

સ્માર્ટફોન ખોવાઈ જવા પર અથવા ચોરી થવા પર કરો આ કામ, નહીં તો થઈ જશો કંગાળ

Do this when the smartphone is lost

  • જો તમારો સ્માર્ટફોન ચોરાઈ જાય છે અથવા ખોવાઈ જાય છે તો પહેલા આ કામ કરો નહીંતર તમારો બધો ડેટા અને એકાઉન્ટના પૈસા પણ ચોરાઈ શકે છે.

સ્માર્ટફોન (Smartphone) એક એવું ગેજેટ છે જેનો ઉપયોગ આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ કરે છે. ફોનનો ઉપયોગ કોઈને કોલ કરવા અથવા મેસેજ (Message) કરવા તેમજ અન્ય ઘણી વસ્તુઓ માટે કરી શકાય છે. આ જ કારણ છે કે આપણામાંના મોટાભાગના લોકો ફોન પર આધાર રાખે છે. આવી સ્થિતિમાં જો ભૂલથી આપણો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો આપણો જીવ અધ્ધર થઈ જાય છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

આજે અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જો તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો તમારે તરત જ આ વસ્તુ કરવી જોઈએ. (Today we are going to tell you about some things that you should always be aware of. You should do this immediately if your phone is lost or stolen.)

ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તો સૌથી પહેલા આ કામ કરો :

તમને જણાવી દઈએ કે CEIR એક સત્તાવાર વેબસાઈટ છે જે Department of Telecommunications દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ વેબસાઇટનું કામ સ્માર્ટફોનની ચોરી અને તેના કારણે થતી ડેટાની ચોરીને ઘટાડવાનું છે. આ વેબસાઈટની મુલાકાત લઈને તમે એક ફોર્મ ભરીને તમારા ખોવાયેલા ફોનની જાણ કરી શકો છો. રિપોર્ટ કરવા માટે તમારે પહેલા FIR દાખલ કરવી પડશે. જો ફોન ખોવાઈ જાય, તો સૌ પ્રથમ ફોનને બ્લોક કરો.

ડેટા સાથે કરો આ કામ  :

ફોનને બ્લોક કર્યા પછી ડેટાને રિમોટલી ઈરેજ કરો. જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો www.google.com/android/find પર જાઓ અને તમારા Google ID અને પાસવર્ડથી લોગ ઇન કરો. અહીં તમને ફોનની ડિટેલ્સ અને લોકેશન મોકલવામાં આવશે. હવે ‘સેટ અપ સિક્યોર’નો વિકલ્પ પસંદ કરો અને પછી તમારો ડેટા ઈરેઝ કરી નાખો. iPhone યુઝર્સ www.icloud.com/find/ પર જઈને, Apple ID અને પાસવર્ડ વડે લોગઈન કરીને આ કરી શકે છે.

બ્લોક કરો તમારૂ સિમ કાર્ડ :

આ બંને કામ કર્યા પછી હવે એક બીજું કામ કરવું જરૂરી છે અને તે છે સિમ કાર્ડ બ્લોક કરવું. તમારા ફોનના સિમ કાર્ડને બ્લોક કરવા માટે તમારે તમારા ટેલિકોમ ઓપરેટર પાસે જવું પડશે. આ કામ કરવા માટે, તમારે તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી FIRની નકલ લેવી જરૂરી છે. આની મદદથી ઓપરેટરને પૂછીને ફોનનું સિમ કાર્ડ બ્લોક કરી દો.

આ પણ વાંચો :-

Firecrackers Ban : આ રાજ્યમાં દિવાળી પર નહીં ફુટે ફટાકડા, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ યતાવત રાખ્યો

0

Firecrackers Ban: Firecrackers should not

  • ભાજપ સાંસદ મનોજ તિવારીએ તહેવારની સીઝન દરમિયાન ફટાકડાના વેચાણ, ખરીદ અને ઉપયોગ પર લાગેલા પ્રતિબંધના આદેશને પડકાર્યો હતો.

દિલ્હી એનસીઆરમાં (Delhi NCR) વધતા પ્રદૂષણના સ્તર પર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ હટાવવાથી ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવાર (10 ઓક્ટોબર) એ કહ્યું કે કોર્ટ ફટાકડાના ઉપયોગના સંબંધમાં પહેલા વિસ્તૃત આદેશ પસાર કરી ચુકી છે અને પાછલો આદેશ યથાવત રહેશે. અમે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ફટાકડા પર પ્રતિબંધ (Ban on firecrackers) હટાવીશું નહીં. અમારો આદેશ ખુબ સ્પષ્ટ છે.

સુપ્રીમ કોર્ટે રાજધાનીમાં વધતા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરતા ભાજપના સાંસદ મનોજ તિવારીની અરજી પર આ ચુકાદો આપ્યો છે. મનોજ તિવારીએ અરજી દાખલ કરી તહેવારની સીઝન દરમિયાન ફટાકડાના વેચાણ, ખરીદી અને ઉપયોગ પર લાગેલા પ્રતિબંધને પડકાર્યો હતો. (Manoj Tiwari filed the petition challenging the ban on sale, purchase and use of firecrackers during the festive season.)

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ફટાકડા પર પ્રતિબંધને લઈને અમારો સ્પષ્ટ આદેશ છે. અમે ફટાકડાની મંજૂરી કઈ રીતે આપી શકીએ, ભલે તે ગ્રીન ફટાકડા હોય. શું તમે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર જોયું છે.

સુપ્રીમ કોર્ટે પરાલીનો પણ કર્યો ઉલ્લેખ :

ન્યાયમૂર્તિ એમ આર શાહની અધ્યક્ષતાવાળી પીઠે મામલાની સુનાવણી કરતા કહ્યું- ગિવાળી બાદ દિલ્હી એનસીઆરની વાયુ ગુણવત્તા વધુ ખરાબ થશે. જેનાથી સ્થિતિ વધુ ખરાબ થશે. પીઠે આ અરજીને અન્ટ પેન્ડિંગ મામલા સાથે ટેગ કરતા પરાલીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ગ્રીન ફટાકડાના ઉપયોગને પણ પ્રતિબંધિત કરવામાં આવે. આગામી કેટલાક દિવસ આપણા બધા માટે મુશ્કેલ હશે.

મનોજ તિવારીએ કરી હતી આ માંગ :

મનોજ તિવારીએ પોતાની અરજીમાં દિલ્હી સરકારના તે આદેશને પડકાર્યો જેમાં હિન્દુઓ, શીખો, ઈસાઈઓ અને અન્ય લોકોના તહેવારોની સીઝન દરમિયાન ફટાકડાના વેચાણ, ખરીદ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. અરજીમાં બધા રાજ્યોને તે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી કે આગામી તહેવારની સીઝન દરમિયાન ફટાકડાના વેચાણ કે ઉપયોગ કરનાર લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવા જેવી દંડાત્મક કાર્યવહી ન કરવામાં આવે.

દિવાળી પર પ્રતિબંધ યથાવત રહેશે :

અરજીમાં કહેવામાં આવ્યું કે દિવાળી જેવા તહેવારોમાં આ પ્રકારની ધરપકડ અને એફઆઈઆરથી ન માત્ર સમાજમાં મોટા પાયે એક ખોટો મેસેજ ગયો છે. સાથે બિનજરૂરી રૂપથી લોકોમાં ભય અને ગુસ્સો પેદા થયો છે. પરંતુ સુપ્રીમ કોર્ટનું વલણ સ્પષ્ટ છે કે દિવાળી, છઠ પૂજા, ગુરૂ નાનક જયંતી અને નવા વર્ષ પર દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ યથાવત રહેશે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ 11 ઓક્ટોબર : આ રાશિની ચમકશે કિસ્મત, જાણો તમારો દિવસ કેવો રહેશે

Today’s Horoscope 11 October : Gujarat Guardian

મેષઃ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભઃ
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા. માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

મિથુનઃ
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્કઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ-શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

સિંહઃ
માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ શોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારું.

કન્યાઃ
વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલાઃ
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અમસર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિકઃ
મોજશોખનું પ્રમાણ વધશે. આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધનઃ
દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સાભર્યું વતાવરણ રહે.

મકરઃ
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે, પરંતુ બગાડ અટકાવવો. ભાઈ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભઃ
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્‍નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીનઃ
ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્‍ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રી વર્ગથી લાભ. નોકરીને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

સરકારી કર્મચારીઓને તો બલ્લે બલ્લે, જાણો કેટલો પગાર વધી શકે, શું છે લેટેસ્ટ અપડેટ ?

0

Govt employees know how much salary

  • સરકારી કર્મચારીઓને તો બલ્લે બલ્લે થવા જઈ રહી છે. દેશમાં અત્યાર સુધીમાં સાત પે કમીશન આવ્યા છે. હવે દેશમાં આઠમું પે કમીશન બનવા જઈ રહ્યું છે.

કેન્દ્રીય કર્મચારીઓ (central government)ના પગાર માળખામાં ફેરફાર કરવા માટે દર દસ વર્ષે પગારપંચની રચના કરવામાં આવે છે. તેની ભલામણો થકી કેન્દ્રીય કર્મચારીઓનો પગાર નક્કી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 7 વાર પે કમિશન બનાવવામાં આવ્યું છે.

દેશમાં પ્રથમ પગારપંચની રચના જાન્યુઆરી 1946માં કરવામાં આવી હતી અને સાતમા પગારપંચની રચના 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી. હવે દેશમાં (8th pay commission) આઠમું પગાર પંચ બનશે. જેની કેન્દ્રીય કર્મચારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ક્યારથી આવશે આઠમું પગાર પંચ ?

આઠમું પગારપંચ (8th pay commission) 2024માં બનવાનો આયોજન થઈ રહ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે, 8મું પગારપંચ લાગુ થવાથી કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત થશે કેમે કે એમના પગારમાં જબરજસ્ત વધારો થઈ શકે છે.

જૂના પગાર પંચ કરતાં ઘણું અલગ હશે :

મીડિયાના રિપોર્ટ અનુસાર અગાઉના બધા પગાર પંચ કરતા આઠમું પગારપંચ ઘણું અલગ હશે. આમાં ફિટમેન્ટ ફેક્ટર કરતા અન્ય કોઈ ફોર્મ્યુલા દ્વારા સમીક્ષા કરવામાં આવશે. સાતમા પગારપંચને આઠ વર્ષ થઈ ગયા છે. જેથી કર્મચારી ગણમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. જો એવું થશે તો સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકોને સીધો લાભ મળશે. હાલમાં સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અત્યારે કોઈ પણ આઠમા પગારપંચ (8th pay commission)ની દરખાસ્ત વિચારણા હેઠળ નથી.

ફિટમેન્ટ ફેક્ટર વધી શકે :

સાતમા પગારપંચમાં ફિટમેન્ટ ફેક્ટરને 2.7 ગણો રાખવામાં આવ્યું હતું. જેના આધારે કેન્દ્રીય કર્મચારીઓના પગાર ધોરણમાં સુધારો કરવામાં આવ્યો હતો. આંકડાઓની સમીક્ષા કરતા જોઈએ તો સાતમા પગારપંચમાં સૌથી ઓછા પગાર પર વધારો મળ્યો હતો. જો કે બેઝિક સેલરી 18,000 રૂપિયા કરવામાં આવી હતી.

હવે આઠમા પગારપંચ (8th pay commission)માં ફિટમેન્ટ ફેક્ટર 3.68 ગણો વધારી શકે છે. એટલે કે લઘુતમ વેતન 18,000 ધરાવતા કર્મચારીઓનો પગાર 26,000 થઈ શકે છે અને આ બધો પગાર વધારો તેમના પરફોર્મન્સના આધારે કરવામાં આવશે. તેનાથી નીચલા ક્રમના કર્મચારીઓને વધુ લાભ થશે.

ક્યા પગાર પંચમાં કેટલો પગાર વધ્યો ?

ચોથા પગારપંચમાં કેટલો પગાર વધ્યો

પગાર વધારો: 27.6%
ન્યૂનતમ પગાર ધોરણ: રૂ. 750

5મા પગારપંચનો પગાર કેટલો વધ્યો

પગાર વધારો: 31%
લઘુત્તમ પગાર ધોરણ: રૂ. 2,550

6ઠ્ઠું પગારપંચ કેટલો પગાર વધ્યો (ફિટમેન્ટ ફેક્ટર)

ફિટમેન્ટ ફેક્ટર: 1.86 ગણું
પગાર વધારો: 54%
લઘુત્તમ પગાર ધોરણ: રૂ. 7,000

7મા પગાર પંચનો પગાર કેટલો વધશે ? (ફિટમેન્ટ ફેક્ટર)

ફિટમેન્ટ ફેક્ટર: 2.57 ગણો
પગાર વધારો: 14.29%
લઘુત્તમ પગાર ધોરણ: રૂ. 18,000

8મા પગાર પંચનો પગાર કેટલો વધશે ? (ફિટમેન્ટ ફેક્ટર)

ફિટમેન્ટ ફેક્ટર: 3.68 ગણું શક્ય
વધારો: 44.44%
લઘુત્તમ પગાર ધોરણ: 26000 રૂપિયા શક્ય

આ પણ વાંચો :-

AAPના પ્રદેશ અધ્યક્ષનો PMને અપશબ્દ કહેતો વીડિયો વાઈરલ થતા રાજકારણ ગરમાયું, ઈટાલિયાએ કહ્યું- 

0

Politics heated up as AAP state president

  • વિધાનસભાની ચૂંટણીમાં સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોવા મળી રહી છે. ત્યારે રોજ નવા નવા આક્ષેપો ઉભા થઈ રહ્યા છે.

આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા (AAP’s president Gopal Italia) દ્વારા પીએમને લઈને અપશબ્દ બોલવામાં આવ્યો હોવાનો વીડિયો વાઇરલ (Video viral) કરવા બાબતે ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ (Press conference) સંબોધિત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ભાજપ મને ટાર્ગેટ કરી રહી છે. પટેલ સમાજનો યુવાન હોવાથી આગળ વધતા અટકાવી રહ્યા છે.

હું પટેલ યુવાન હોવાને કારણે રોકવાનો પ્રયાસ :

ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર વિરોધી પાર્ટી છે. હું અનામત આંદોલનથી લઈને અત્યાર સુધી તેમની સામે લડ્યો છું. આજે જ્યારે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે મારા જુના વીડિયો કાઢીને મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હું ગરીબ મધ્યમ વર્ગનો પટેલ યુવાન હોવાને કારણે હું આગળ ન વધી જાવ તેના માટે મને રોકવામાં આવી રહ્યો છે.

ગોપાલ ઇટાલિયા જવાબ આપવાથી બચ્યા :

ગોપાલ ઇટાલિયા પ્રકાર પરિષદમાં માત્ર એકને એક જ વાતનું રટણ કરતા રહ્યા હતા. પરંતુ વીડિયો બાબતે કોઈ યોગ્ય રીતે ખુલાસો કર્યો ન હતો. એકને એક જવાબ આપીને તેણે એક પણ પ્રશ્નોનો સીધો જવાબ આપ્યો ન હતો. મીડિયા સતત પ્રશ્ન પૂછતી રહી પરંતુ ગોપાલ ઇટાલિયા એકનો એક જવાબ રિપીટ કરતા રહ્યા. તેઓ અન્ય કોઈ જવાબ આપી શકે તેવી સ્થિતિમાં જણાયા ન હતા.

પાટીદારોએ ગોપાલ માટે આગળ આવવું જોઈએ :

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે ગોપાલ ઇટાલિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જુના જુના વીડિયો કાઢીને ટ્વીટર ઉપર સોશિયલ મીડિયામાં સતત ફેરવવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા પટેલ યુવાનને ટાર્ગેટ કરીને તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાટીદાર અગ્રણીઓએ આગળ આવીને તેના સમર્થનમાં વાત કરવી જોઈએ. પાટીદારો ભારતીય જનતા પાર્ટીથી ગભરાયેલા છે.

વીડિયો મુદ્દે દિલ્હી મહિલા આયોગનું ગોપાલ ઇટાલિયાને સમન્સ :

મનોજ સોરઠીયાએ કહ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે વાઇરલ થયેલા વીડિયો મુદ્દે દિલ્હી મહિલા આયોગ દ્વારા ગોપાલ ઇટાલિયાને સમન્સ પાઠવવામાં આવ્યો છે. કેન્દ્રીય મહિલા આયોગ દ્વારા 13 તારીખે તેમને હાજર થવા માટેનું કહેવામાં આવ્યું છે. અમે કોઈ જવાબ આપવાથી કે કોઈ તપાસ એજન્સી સામે હાજર થવાથી કોઈ ડર નથી. અમે તમામ તપાસ માટે તૈયાર છે.

આ પણ વાંચો :-

 

વધારે પડતો પરસેવો આવતો હોય તો ના કરતા નજર અંદાજ ! હોઈ શકે છે આ ગંભીર બિમારીઓના લક્ષણ

If you are sweating too much, don’t look at

  • જીમ, એક્સરસાઈઝ, કુકિંગ, રનિંગ કે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દરમિયાન પરસેવો થવો સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે એસી અને પંખામાં હોવા છતાં વધુ પડતો પરસેવો થતો હોય તો આ લક્ષણને ઈગ્નોર કરવાની ભૂલ ના કરતા.

એવું માનવામાં આવે છે કે પરસેવો સ્વાસ્થ્ય (Sweating Health) માટે સારો છે. પરસેવો શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. જીમ, એક્સરસાઈઝ, કુકિંગ, રનિંગ કે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દરમિયાન પરસેવો (Sweat) થવો સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે એસી અને પંખામાં હોવા છતાં વધુ પડતો પરસેવો થતો હોય તો સમજવું કે તે કોઈ રોગની નિશાની છે. વધુ પડતો પરસેવો પણ ડાયાબિટીસનું (Diabetes) લક્ષણ હોઈ શકે છે.

જ્યારે બ્લડ સુગર લેવલ વધે અથવા ઘટે ત્યારે ઠંડો પરસેવો થઈ શકે છે. ઘણા લોકો પરસેવા તરફ ધ્યાન આપતા નથી, પરંતુ તે કોઈ મોટી બીમારીની શરૂઆત હોઈ શકે છે. ડાયાબિટીસ ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધુ પડતો પરસેવો પેદા કરી શકે છે. ચાલો જાણીએ ક્યા કારણો છે જેના કારણે વધુ પડતો પરસેવો આવે છે.

હોઈ શકે છે હાર્ટ પ્રોબ્લેમ :

વધુ પડતો પરસેવો પણ હાર્ટ પ્રોબ્લેમની તરફ ઈસારો કરે છે. હેલ્થલાઈન અનુસાર જો કોઈ વ્યક્તિને કોઈપણ શારીરિક પ્રવૃત્તિ વિના પરસેવો આવે છે. તો તેની પાછળ હાર્ટની પ્રોબ્લેમ પણ હોઈ શકે છે. બ્લૉક થયેલી નસોને કારણે હૃદયને રક્ત પરિભ્રમણ માટે વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે શરીર વધુ થાકી જાય છે અને તણાવ અનુભવે છે. આ તણાવને કારણે વધુ પડતો પરસેવો થઈ શકે છે.

દવાઓની આડઅસર :

કેટલીકવાર દવાઓના વધુ પડતા ઉપયોગથી પણ વધુ પડતો પરસેવો થઈ શકે છે. દવાઓમાં રહેલા કમ્પાઉન્ડ શરીરમાં ગરમી પેદા કરે છે. જેના કારણે નર્વસનેસ અને બેચેની જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. જે લોકો સ્ટીરોઈડનું સેવન કરે છે તેમને દવાઓની આડઅસર થઈ શકે છે જેના કારણે પરસેવો થઈ શકે છે.

શુગરના લેવલમાં વધારો અથવા ઘટાડો :

ઘણા કિસ્સાઓમાં વધુ પડતો પરસેવો ડાયાબિટીસ સાથે સંબંધિત હોઈ શકે છે. શરીરના બ્લડ શુગર લેવલમાં વધારો અથવા ઘટાડો એ વધુ પડતો પરસેવો થવાનું કારણ હોઈ શકે છે. શુગર લેવલ વધવાથી હૃદયના ધબકારા ઝડપી થઈ શકે છે. જેનાથી પરસેવો થઈ શકે છે. બીજી તરફ સુગર લેવલ ઓછું હોવાને કારણે હાથ-પગમાં કળતર અને ઠંડો પરસેવો આવી શકે છે.

આ પણ વાંચો :-

Tech News : Twitter યુઝર્સને સ્ક્રીનશોટ લેવાથી રોકી રહી છે કંપની, જાણો શું છે કારણ

Tech News : Company is preventing

  • ટ્વિટર કોઈપણ ટ્વીટનો સ્ક્રીનશોટ (Screenshots) લેવાનો પ્રયાસ કરતા યુઝર્સને પોપઅપ પણ બતાવી રહ્યું છે, જેમાં ડાયરેક્ટ ટ્વીટ શેર કરવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.

માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે (Twitter) લોકોને ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કરવાને બદલે ટ્વીટની લિંક શેર કરવા કહ્યું છે. ટ્વિટર યુઝર્સને (Twitter users) આનાથી સંબંધિત એક નોટિફિકેશન મળી રહ્યું છે, જેમાં તેમને સ્ક્રીનશોટની જગ્યાએ ટ્વીટની લિંક શેર (Tweet link share) કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ટ્વિટર કોઈપણ ટ્વીટનો સ્ક્રીનશોટ (Screenshots) લેવાનો પ્રયાસ કરતા યુઝર્સને પોપઅપ પણ બતાવી રહ્યું છે. જેમાં ડાયરેક્ટ ટ્વીટ શેર કરવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.

પૉપ-અપને સૌપ્રથમ એપ્લિકેશન સંશોધક જેન મંચુન વોંગ દ્વારા જોવામાં આવ્યું હતું. શુક્રવારે ટ્વિટર પર આ અપડેટ શેર કરતાં વોંગે કહ્યું, “ટ્વિટર મને ટ્વીટનો સ્ક્રીનશોટ લેવાને બદલે ટ્વીટ શેર કરવા અથવા લિંકને કોપી કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.” મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટર ઇચ્છે છે કે લોકો આ પ્લેટફોર્મ પર શક્ય તેટલી વધુ વાતચીત કરે, તેથી જ તે લોકોને ટ્વીટની લિંક શેર કરવા માટે કહી રહ્યું છે.

ટ્વિટર હરીફ પ્લેટફોર્મ પર સ્ક્રીનશૉટ્સને બદલે લિંક્સ જોવા માંગે છે :

યુનાઇટેડ કિંગડમ (યુકે) ની સરકારમાં સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ અને સોશિયલ મીડિયાના ભૂતપૂર્વ વડા, મેટ નવરાએ શુક્રવારે જણાવ્યું હતું કે ટ્વિટર ઇચ્છે છે કે પ્લેટફોર્મ પર સક્રિય વપરાશકર્તાઓ હરીફ પ્લેટફોર્મ પર સ્ક્રીનશૉટ્સને બદલે ટ્વિટ જુએ.

ધ વર્જના એક અહેવાલ અનુસાર, પોપ-અપ એ એક નવું માઇનોર અપડેટ છે જેનું ટ્વિટર ટેસ્ટિંગ કરી રહ્યું છે જેથી લોકો માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરી શકે.

ટ્વિટરના પ્રવક્તા શાઓકી એમડોએ ધ વર્જને જણાવ્યું હતું કે સ્ક્રીનશોટને બદલે ટ્વીટ શેર કરવાનો સંકેત iOS વપરાશકર્તાઓના નાના ગ્રુપ સાથેના એક ટેસ્ટિંગ પર આધારિત હતો. ઓગસ્ટમાં, ટ્વિટરે એક ટેસ્ટિંગની જાહેરાત કરી હતી જે સંભવિત નવા વપરાશકર્તાઓને પ્રોફાઇલ બનાવ્યા વિના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મનું ટ્રાયલ કરવાની મંજૂરી આપે છે.

આપને જણાવી દઈએ કે, પહેલા એવા સમાચાર આવ્યા હતા કે Tiktok અને Reels જેવા યુઝર્સના વીડિયો એક્સપિરિયન્સ વધારવા માટે ટ્વિટરે તેના પ્લેટફોર્મ પર શોર્ટ વીડિયો સેગમેન્ટ બનાવ્યું છે. એક બ્લોગ પોસ્ટમાં, ટ્વિટરે જણાવ્યું હતું કે કંપની તેના વીડિયો પ્લેયરને અપડેટ કરી રહી છે.

તેમજ વપરાશકર્તાઓ માટે એક્સપ્લોર ટેબ ઉમેરી રહી છે. બ્લોગ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ટેબમાં યુઝર્સને ટ્વિટર પર શેર કરવામાં આવેલ સૌથી લોકપ્રિય વીડિયો જોવા મળશે.

આ પણ વાંચો :-