Home Blog Page 1287

વરસાદે ઝૂંટવ્યો ખેડૂતોના મોઢેથી કોળિયો, મગફળી, ડાંગર અને શેરડીના પાકને વ્યાપક નુકસાન, સર્વે કરી સહાયની માંગ

0

Heavy rains caused extensive damage to the

  • દક્ષિણ- મધ્ય ગુજરાતમાં ખેતરોમાં પાક તૈયાર થતાં ખેડૂતો પાક લણણીની તૈયારી કરી દીવાળી સારી જવાની આશા રાખી બેઠા હતા ત્યાં કમોસમી વરસાદ ત્રાટકતા તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના કેટલાક જિલ્લામાં સતત વરસતા વરસાદથી (pouring rain) ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ચીકુ અને શેરડી, મધ્ય ગુજરાતમાં ખેડા અને આણંદમાં ડાગરનો પાકને ભારે નુકસાન થયુ છે. આણંદ જિલ્લામાં પડેલા પાછોતરા વરસાદે ખેડૂતોના હજારો હેક્ટર જમીનમાં તૈયાર થયેલા ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન (Extensive Damage) કરી દેતા ખેડૂતોને માથે ઉઠીને રોવાનો વારો આવ્યો છે.

મગફળી, ડાંગર અને શેરડીને નુકસાન :

ગુજરાત સરકારના હવામાન ખાતાની આગાહીના પગલે નવરાત્રી પૂર્ણ થયા બાદ વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે સતત ત્રીજા દિવસે પણ વરસાદ ખાબકયો હતો. જેના કારણે આણંદ જિલ્લાના આંકલાવ, બોરસદ, ખંભાત, ઉમરેઠ, તારાપુર, સોજીત્રા, તાલુકામાં વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે.

કમોસમી વરસાદે ઊભા પાકનો સોથ વાળ્યો :

કમોસમી વરસાદને કારણે તૈયાર થયેલા ડાંગરના પાકમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને લઇને ખેડૂતોને મોટા પાયે નુક્સાની થઇ છે. આ સાથે  હજારો હેક્ટર જમીનમાં  વરસાદી પાણી ફરી વળતા ઉમરેઠ પંથકમાં ઉમરેઠ બેચરી, ભાલેજ, ખાનકૂવા, સૂરેલી, ધૂલેટા,  ભરોડા, ઓડ સહીત આજુબાજુ ગામમા કેપ્સિકમ મરચાના પાકમાં પણ નુકસાની આવી છે.

આથી ખેડૂતોને આભ ફાટ્યું ત્યાં થિંગડું કયા મારવું જેવી સ્થિતિ જન્મી છે. કેપ્સિકમ મરચાના પાકનું ધોવાણ થતાં ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. કારણ કે મરચી અને તમાકુના ધરું તૈયાર કર્યા હતા જે વરસાદી પાણી ભરાતા નષ્ટ થવા પામ્યા છે. જેને લઈ હવે તમાકુ અને મરચીની રોપણી વિલંબમાં પડશે આમ વરસાદે ખેડૂતોને બેવડો માર મારતા સરકાર દ્વારા સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતોમાંથી માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો :-

Samosa : અહીં સમોસા પર છે પ્રતિબંધ, ભૂલેચૂકે ખાશો તો જોવા જેવી થશે…કારણ ખાસ જાણો

Samosa : There is a ban on samosa here

  • સમોસા કોને ન ભાવે ? દરેકને ભાવતી આ વાનગી ઉપર પ્રતિબંધ લાગ્યો છે એવું તમે સાંભળો તો સ્વાભાવિક છે કે એવો વિચાર આવે કે આખરે આવો પ્રતિબંધ ક્યાં લાગ્યો અને કોણે લગાવ્યો? તમારા આ તમામ સવાલોના જવાબ માટે વાંચો રસપ્રદ અહેવાલ…

સમોસા (Samosa) ભારતમાં એટલા લોકપ્રિય છે કે કોઈ પણ મહેમાન આવે તો આપણને સમોસા જ મંગાવવાનું મન થતું હોય છે. સમગ્ર દેશમાં તમને ગમે ત્યાં સમોસા તો મળી જ જશે. ભારતમાં કદાચ જ એવું કોઈ હશે જેને સમોસા નહીં ભાવતા હોય.

તમને એ જાણીને નવાઈ લાગશે કે ધરતી પર એવી પણ એક જગ્યા છે જ્યાં લોકો ભૂલેચૂકે સમોસા ખાઈ શકતા નથી. અહીં સમોસા (Samosa) પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે.

અજીબોગરીબ કારણથી પ્રતિબંધ :

સોમાલિયા (Somalia) એક એવો દેશ છે જ્યાં કોઈ ભૂલેચૂકે પણ સમોસુ ખાઈ શકતું નથી. વાત જાણે એમ છે કે આવું સમોસાના વિચિત્ર શેપના કારણે છે. સમોસાનો શેપ ત્રિકોણ હોય છે. સોમાલિયાનો એક કટ્ટરપંથી સમૂહ માને છે કે સમોસાનું ત્રિકોણિય રૂપ ક્રિશ્ચિયન કમ્યુનિટીની નજીક છે. તે તેમના પવિત્ર ચિન્હ સાથે મળતું આવે છે. આ ચિન્હને તેઓ ખુબ સન્માન આપતા હોવાના કારણે સોમાલિયામાં સમોસાને પ્રતિબંધિત કરાયા છે.

અત્રે જણાવવાનું કે સોમાલિયાના લોકો સમોસા બનાવવા, ખરીદવા અને ખાવા પર સજાના હકદાર હોય છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાયો છે કે સોમાલિયામાં સમોસા એટલા માટે પ્રતિબંધિત છે. કારણ કે ત્યાં ભૂખમરાતી મરેલા જાનવરોના મીટનો સમોસામાં ઉપયોગ કરાતો હતો. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે સોમાલિયામાં સમોસાને આક્રમકતાનું પ્રતિક ગણવામાં આવે છે. આથી તેને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરાયા છે.

આ પણ વાંચો :-

ગુજરાતનાં લોકોને કેજરીવાલે કંસ કહ્યા હતા, રાજ્યના લોકો સારા છે નહીં તો પ્રવેશબંધી કરી દે : સી.આર.પાટીલ

0

Kejriwal called the people of Gujarat “Kans”

  • ગુજરાતના લોકોને કેજરીવાલે કંસ કહ્યા હોવાનું જણાવી સી.આર. પાટીલે કેજરીવાલના કંસના વંશજો મુદ્દેના નિવેદનને લઇને પ્રતિક્રિયા આપી હતી.

કેજરીવાલના (Kejriwal) કંસના વંશજો મુદ્દે સી.આર.પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે (C.R. Patil) જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તરીકેના જવાબદાર પદ પર હોવા છતાં કેજરીવાલ બેફામ ખોટુ બોલી રહ્યા છે. તેમણે પોતાની વાણી પર કંટ્રોલ કરવો જોઇએ. તેમ ઉમેરી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કેજરીવાલ જેવુ ખોટું બોલવાવાળા વ્યક્તિને મે આજ સુધી જોયો નથી.

ગુજરાતના લોકોને કેજરીવાલે કંસ કહ્યા હતા : સી.આર.પાટીલ

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે જે  રીતે કેજરીવાલ ખોટું બોલી રહ્યાએ જોતા એમના વિષે કંઇ પણ કહેવું મુશ્કેલ છે. કારણ કે કેજરીવાલે કીધું હતું કે તેમનો જન્મ 16 ઓગસ્ટ 1968માં થયો હતો. જ્યારે 15 ઓગસ્ટ 1968ના રોજ જન્માષ્ટમી હતી. તો તેમને ખોટુ બોલવીની શું જરૂર પડી તે સમજવું મુશ્કેલ છે. વધુમાં ગુજરાતનાં લોકોને કેજરીવાલે કંસ કહ્યા હતા. (When 15 August 1968 was Janmashtami. So it is difficult to understand why they needed to lie. In addition, Kejriwal called the people of Gujarat Kans.)

આ તો ગુજરાતના લોકો સારા છે નહીં તો ગુજરાતના લોકોને કંસ કહેવું અને વોટ માંગવા આવવું ગુજરાતમાં સંભવ છે. ગુજરાતની જનતા સજ્જનતા છે બાકી બીજા કોઇ રાજ્યમાં આવું કહે તો લોકો રાજ્યમાં ઘુસવા પણ ન દે. તેમ અંતમાં સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું.

હર્ષ સંઘવીએ અરવિંદ કેજરીવાલ પર નિવેદન આપ્યું :

આ ઉપરાંત એક કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું કે તેમનો જન્મ દરેક ચૂંટણીમાં બદલાઈ જતો હોય  છે.

જેમાં કોઈ નવાઈની વાત નથી. ઉપરાંત ઉત્તરપ્રદેશની ચુંટણીમાં તેમની વાત અલગ હોય છે તો ઉતરાખંડ, દિલ્હી, પંજાબની ચૂંટણીમાં તેમની વાતો બદલાઇ જાય છે. જે  સૌ લોકો જાણે જ છે. પરંતુ ગુજરાતના લોકો એમને ઓળખી ગયા છે તેમ હર્ષ સંઘવીએ કહ્યું હતું.

આ પણ વાંચો :-

Cheque Bounce Rule : ચેક બાઉન્સ મુદ્દે નવો નિયમ લાવી રહી છે સરકાર, થશે આ મોટા ફેરફાર

0

Check Bounce Rule: The government is bringing

  • ચેક બાઉન્સના કેસોને પ્રભાવી રીતે પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર જલદી નવો નિયમ લાવી શકે છે. જે માટે અનેક સૂચનો મળ્યા છે. વાત જાણે એમ છે કે ચેક બાઉન્સના કેસોથી લો સિસ્ટમ પર ભાર વધે છે.

ચેક બાઉન્સના (Check bounce) કેસોને પ્રભાવી રીતે પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર (Central Govt) જલદી નવો નિયમ લાવી શકે છે. જે માટે અનેક સૂચનો મળ્યા છે. ઉદ્યોગ સંગઠન (Industry Association) પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ હાલમાં જ નાણા મંત્રાલયને (Ministry of Finance) અપીલ કરી હતી કે ચેક બાઉન્સના કેસોમાં બેંકમાંથી પૈસા કાઢવા પર થોડા દિવસ સુધી અનિવાર્ય રોક જેવા પગલાં લેવામાં આવે. જેનાથી ચેક આપનારા લોકોને જવાબદાર ગણાવી શકાય.

ચેક બાઉન્સ થતા બીજા એકાઉન્ટમાંથી પૈસા કપાશે !

નાણા મંત્રાલય તરફથી જો નવા નિયમ લાગૂ થયા તો ચેક ઈશ્યૂ કરનારના અન્ય એકાઉન્ટમાંથી પૈસા કપાશે. આ સાથે જ નવું એકાઉન્ટ ખોલવા ઉપર પણ રોક લાગી શકે છે. આ પ્રકારના અનેક પગલાં પર નાણા મંત્રાલય વિચાર કરી રહ્યું છે. ચેક બાઉન્સના વધતા કેસોને જોતા મંત્રાલયે હાલમાં જ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં આ પ્રકારના અનેક સૂચનો મળ્યા છે.  (The ministry had recently convened a high-level meeting in view of the increasing cases of check bounces. In which many such suggestions have been found.)

સરકાર આ કારણે છે ચિંતાતૂર : 

વાત જાણે એમ છે કે ચેક બાઉન્સના કેસોથી લો સિસ્ટમ પર ભાર વધે છે. આથી કેટલાક એવા સૂચનો મળ્યા છે, જેમાં કેટલાક પગલાં કાનૂની પ્રક્રિયા પહેલા ઉઠાવવા પડશે. જેમ કે જો ચેક ઈશ્યૂ કરનારાના ખાતામાં પૂરતા પૈસા ન હોય તો તેના અન્ય એકાઉન્ટમાંથી રકમ કાપી લેવી.

 ક્રેડિટ સ્કોર ઉપર પણ અસર ?

સૂત્રોએ જણાવ્યું કે અન્ય સૂચનોમાં ચેક બાઉન્સના કેસોને કરજ ચૂકવણી તરીકે લેવું અને તેની જાણકારી ઋણ સૂચના કંપનીઓને આપવું એ સામેલ છે. ત્યારબાદ ચેક ઈશ્યૂ કરનારાનો ક્રેડિટ સ્કોર ઓછો થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આ સૂચનોને સ્વીકારતા પહેલા કાનૂની સલાહ લેવામાં આવશે.

નવા નિયમથી થશે ફાયદો :

નાણા મંત્રાલયને મળેલા આ સૂચનો જો અમલમાં આવશે તો ચેક ઈશ્યૂ કરનારે ચેકની રકમની ચૂકવણી કરવા માટે મજબૂર થવું પડશે. આ સાથે જ કેસને કોર્ટ સુધી લઈ જવાની જરૂર પડશે નહીં. તેનાથી કારોબારી સુગમતા વધશે અને ખાતામાં પૂરતા પૈસા ન હોવા છતાં ચેક ઈશ્યૂ કરવાના ચલણ ઉપર પણ રોક લાગશે.

આ પણ વાંચો :-

લાંબી બીમારી બાદ સપા નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન, પરિવાર શોકમગ્ન

0

SP leader Mulayam Singh Yadav passes

  • ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના ફાઉન્ડર મુલાયમ સિંહ યાદવનું 83 વર્ષની વયે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થતા શોક વ્યાપ્યો હતો.

દેશની રાજનીતિમાં એક યુગનો અસ્ત થયો છે. કદ્દાવર નેતા અને નેતાજીના (Netaji’s) હુલામણા નામથી જાણીતા બનેલા યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવનું (Former UP CM Mulayam Singh Yadav) અવસાન થતા શોકની લહેર દોડી ગઈ છે.

મુલાયમ સિંહે યાદવે ગુરુગ્રામની (Gurugram) જાણીતી મેદાંતા હોસ્પિટલમાં (Medanta Hospital) અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામા તકલીફ અને બીજી બીમારીઓને કારણે 2 ઓક્ટોબરે ગુરુગ્રામની મેદાતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ :

સપા નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના નિધનને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત દુ:ખ વ્યક્ત કર્યું હતું. ટ્વીટર પરની પોસ્ટમાં તેમણે જણાવ્યું કે મુલાયમ સિંહ યાદવે ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. તેઓ કટોકટી દરમિયાન લોકતંત્રના એક મુખ્ય સૈનિક રહ્યા.  (In a post on Twitter, he said that Mulayam Singh Yadav has created a distinct identity for himself in Uttar Pradesh and national politics. He remained one of the main stalwarts of democracy during the crisis.)

ખેડૂત પરિવારમાં થયો હતો જન્મ

મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવા જિલ્લાના સૈફઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સુગર સિંહ યાદવ હતું કે જેઓ ખેડૂત હતા. મુલાયમ સિંહ યાદવ હાલમાં મૈનપુરી સીટ પરથી લોકસભાના સાંસદ હતા.

ઉત્તર પ્રદેશની રાજનીતિ હોય કે દેશની રાજનીતિ બંનેમાં મુલાયમ સિંહ યાદવની ગણતરી અગ્રણી નેતાઓમાં થતી. તેઓ ત્રણ વખત યુપીના સીએમ રહી ચૂક્યાં છે અને કેન્દ્ર સરકારમાં સંરક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યાં છે. આ સિવાય મુલાયમ સિંહ 8 વખત ધારાસભ્ય અને 7 વખત લોકસભા સાંસદ તરીકે પણ ચૂંટાયા છે.

મુલાયમ સિંહ યાદવે બે વખત લગ્ન કર્યા છે. તેમની પ્રથમ પત્નીનું નામ માલતી દેવી હતું કે જેનું મે 2003માં અવસાન થયું હતું. તેઓ અખિલેશ યાદવના માતા હતા. મુલાયમ સિંહ યાદવે બીજી વાર સાધના ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. મુલાયમ સિંહ યાદવ અને સાધનાના પુત્રનું નામ પ્રતીક યાદવ છે. તાજેતરમાં જ સાધના યાદવનું અવસાન થયું હતું.

આ પણ વાંચો :-

 

ઓ માય ગોડ ! ટોયલેટમાં મગરની ગુડ મોર્નિંગ, સોજિત્રામાં ટોયલેટમાં 6 ફૂટ લાંબો મગર ઘૂસ્યો

0

Good morning crocodile in toilet

  • આણંદના સોજિત્રાના ખારાકુવા વિસ્તારમાં એક ઘરમાં લગભગ 6 ફૂટ લાંબો મગર રવિવારે સવારે ટોયલેટમાંથી મળ્યો. મગરમચ્છે સવાર સવારમાં ટોયલેટ પર કબજો જમાવી લેતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે સવારે ટોયલેટ જાવ અને તમારા સ્વાગત માટે ટોયલેટમાં ક્રોકોડાઇલ (Crocodile) હાજર હોય. આ પ્રકારની ઘટના ગુજરાતના આણંદથી પ્રકાશમાં આવી છે. આણંદના સોજિત્રાના (Anandana Sojitra) ખારાકુવા વિસ્તારમાં એક ઘરમાં લગભગ 6 ફૂટ લાંબો મગર રવિવારે સવારે ટોયલેટમાંથી મળ્યો. મગરમચ્છે સવાર સવારમાં ટોયલેટ (The Toilet) પર કબજો જમાવી લેતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઉદયસિંહ રાઠોડના સ્વામિત્વવાળા ઘરના લોકો પાસે મગરના નિકળવા સુધી કોઇ વિકલ્પ નથી.

મગરની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ઉત્સુક ગ્રામજનો ભેગા થઇ ગયા હતા. ખોડિયાર માતાના મંદિર પાસે આ ઘર સ્થિત છે. રસપ્રદ વાત એ છે કે મગરમચ્છ ખોડિયાર માતાનું વાહન છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મગરમચ્છનું ખુલ્લેઆમ આવવું કોઇ નવી વાત નથી. ગત વર્ષે પણ આ મંદિરમાં ઘૂસ્યો હતો જ્યાંથી રેસ્ક્યૂ કરી તેને તેના વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.

ભીખાભાઇ રાઠોડે કહ્યું કે વંદેવાડ તળાવ, જે અમારા ઘરની પાછળ છે. તેમાં સુરક્ષા માટે દિવાલ બનાવવામાં આવી નથી. આ મગરો મોટી વસ્તી માટે જાણિતું છે. એટલા માટે અવાર નવાર મગર તળવમાંથી નિકળીને ગામમાં ઘૂસી જાય છે. પછી મલતાજ ગામમાંથી વન વિભાગની ટીમ મગરમચ્છને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી.  (That’s why the Avar Navar comes out of the crocodile pond and enters the village. Then a forest department team from Maltaj village reached the spot to save the crocodile.)

અત્રે ઉલ્લેખનીય છે કે મલતાજ ગામમાં પણ એક વેટલેંડ છે જે પોતાના સ્વસ્થ મગરની વસ્તી માટે જાણિતું છે. ટીમે મગરને પકડવા માટ એક પીંજરું રાખવામાં આવ્યું જેને દોરડાની મદદથી અંદર ખેંચીને પકડી લેવામાં આવ્યો. વન વિભાગના એક અધિકારીએ કહ્યું કે સ્થાનિક લોકો દ્વારા સૂચિત કર્યા બાદ અમે મગરમચ્છને પકડવા માટે ઘટનાસ્થળે પહોંચી. અમે મગરમચ્છને બચાવી લીધો અને તેની સ્થિતિની તપાસ કર્યા બાદ તેને પ્રાકૃતિક ઘરમાં છોડવામાં આવશે.

આ પણ વાંચો :-

બાપ રે ! તમારા ઘરે આવતું ઘી નકલી તો નથી ને? રાજકોટમાંથી એક-બે નહીં પણ 13 લાખનું ભેળસેળિયું ઘી ઝડપાયું, જાણો કેવી રીતે ચાલતો હતો કાળો કારોબાર

Father! The ghee that comes to your home is

  • રાજકોટમાં ભેળસેળ યુક્ત ઘી વેચતા હોવાની બાતમી મળતા મનપાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તરઘડીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડા પાડવામાં આવ્યાં.

રાજ્યમાં અવારનવાર વિવિધ શહેરોમાં ખાદ્ય પદાર્થ પર ભેળસેળ વાળા કિસ્સાઓ (Confused cases) સામે આવતા હોય છે. તહેવાર આવે એટલે ભેળસેળિયાઓ સક્રિય થઇ જાય. ખિસ્સા ભરવાની લ્હાયમાં વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા સહેજ પણ ખચકાતા નથી.  ત્યારે રાજકોટ મનપાના (Rajkot Municipality) ફૂડ વિભાગે આ તકનો લાભ લઇને ખોરાકમાં ભેળસેળ કરીને લોકોને છેતરનારા (Cheaters) સામે લાલ આંખ કરી છે.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજકોટના તરઘડીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડા પાડતા 13 લાખનું ભેળસેળયુક્ત ઘી ઝડપાયું છે. તરઘડીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં કૃષ્ણા ફેટ એન્ડ પ્રોટીનના કારખાનામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા. મહત્વનું છે કે 2021માં પણ મનપાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ જ કારખાનામાંથી ભેળસેળયુક્ત ઘી ઝડપ્યું હતું. (The Food and Drug Department raided the factory of Krishna Fat and Protein in Targhadi Industrial Park. It is important that even in 2021, the food and drug department of the municipality seized adulterated ghee from the same factor)

મહિના અગાઉ શ્રી જય અંબે એન્ટરપ્રાઇઝ પેઢીમાં પાડ્યા હતા દરોડા 

ઉલ્લેખનીય છે કે હજુ તો એકાદ મહિના અગાઉ જ રાજકોટ ફૂડ વિભાગ દ્વારા કોઠારિયા રોડ પર શ્રી જય અંબે એન્ટરપ્રાઇઝ પેઢીમાં દરોડા પાડ્યા હતા. ભેળસેળ યુક્ત ઘી વેચતા હોવાની બાતમીને આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. દિવાબત્તીમાં વપરાશ કરવાના નામે ભેળસેળ યુક્ત ઘીનું વેચાણ થતું હતું.  આથી ફૂડ વિભાગ દ્વારા ઘીનું સેમ્પલ લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

રાજકોટ સિટીના પોલીસ સ્ટાફ સાથે ન્યુ સોમનાથ ઇન્ડ. એરીયા, શેરી નં.-૨, કોઠારીયા, રાજકોટ મુકામે આવેલ શ્રી જય અંબે એન્ટરપ્રાઇઝ પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં દિવાબત્તીમાં વપરાશ કરવાના ઓથા હેઠળ ભેળસેળ યુક્ત ઘી તરીકે વેચાણ કરતા હોવાની શંકાના આધારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા.

સુરતમાં પણ બે દિવસ અગાઉ દરોડા પાડવામાં આવ્યા :

આ સિવાય તાજેતરમાં જ આગામી તહેવારોને ધ્યાને રાખતા સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુની દુકાન અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં મીઠાઈની દુકાનોમાંથી ઘારીના સેમ્પલ લેવાયા હતા. અગાઉ મીઠાઇની 19 દુકાનોમાંથી સેમ્પલ લેવાયા હતા. ચંદી પડવાના દિવસે શહેરમાં મોટા પ્રમાણમાં ઘારીનું વેચાણ થતું હોય છે આથી શહેરમાં બે દિવસ અગાઉ અને મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

10 ઓક્ટોબર 2022 રાશિફળ : સોમવાર પવિત્ર દિવસે આ રાશિના લોકોના જીવનમાં સૂર્યદેવની કૃપાથી ઉજાસ પથરાશે

10 October 2022 Horoscope : Gujarat Guardian

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. પરંતુ બપોર પછી સુધારો થતો જણાય. ઈચ્છિત આવકની પ્રા‌િપ્‍ત અટકે. સ્વાસ્થ્ય સાચવવું. નવા નાણાંકીય રોકાણો ટાળવા. માતૃ પક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભઃ
આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુખ સારું. મિત્રોથી લાભ મળે. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારું રહે. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ
માનસિક ચિંતા વધે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઈ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતિમાં સુધારો જણાય.

કર્કઃ
દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણીશીલતા, સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.

સિંહઃ
આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ‌ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી-ખાંસી, કફથી સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યાઃ
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારના સભઅયો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીની પ્રગતિથી આનંદ. સ્વાસ્થ્ય સારું રહેશે. આંખ તથા હાડકાં દુઃખાવાની કાળજી રાખવી.

તુલાઃ
નાણાંકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદ-વિવાદ ટાળવો. નોકરી-ધંધામાં ચિંતાનું વાતાવરણ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃશ્ચિકઃ
આત્મબળ વધતાં અગત્યના નિર્ણયો મક્કમતાથી લઈ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધનઃ
નાણાંકીય આવક વધતી જણાય. નાના-ભાઈ બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારું. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકરઃ
સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય. પરિણામે યશ-પ્રતિષ્‍ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટીરીયલ તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.

મીનઃ
મનમાં ચંચળતા વધે. વિચારવાયુનું પ્રમાણ વધે. ધન પ્રા‌િપ્‍તના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના, ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.

દેશ-વિદેશમાં આ ફળની છે જબરદસ્ત ડિમાન્ડ, તેની ખેતી કરવાથી થશે અઢળક કમાણી

0

There is a huge demand for this fruit in

  • આજકાલ તો ભણેલા ગણેલા લોકો પણ ખેતી તરફ આકર્ષાય છે અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ધરખમ કમાણી કરે છે. ભારત આમ પણ કૃષિ પ્રધાન દેશ છે. હજુ પણ મોટા ભાગનો હિસ્સો ખેતી પર નિર્ભર છે. આવામાં તમે પણ ખેતી દ્વારા મોટી કમાણી કરી શકો છે.  (A large portion is still dependent on agriculture. In this way you can also earn big through farming)

આજકાલ તો ભણેલા ગણેલા લોકો (Educated people) પણ ખેતી તરફ આકર્ષાય છે અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ધરખમ કમાણી કરે છે. ભારત આમ પણ કૃષિ પ્રધાન દેશ (Minister of Agriculture Desh) છે. હજુ પણ મોટા ભાગનો હિસ્સો ખેતી પર નિર્ભર છે. આવામાં તમે પણ ખેતી દ્વારા મોટી કમાણી કરી શકો છે. અહીં અમે આજે એવા જ એક કમાણીના તરીકા પર વાત કરીશું જેમાં ખેતી દ્વારા તમે પણ આકર્ષક કમાણી કરી શકો.

કિન્નું એક (Kinnuṁ) એવું ફળ છે જેની વિદેશમાં ખુબ માંગણી છે. આ ફળથી તમે બંપર કમાણી કરી શકો છો. ભારતના લગભગ તમામ ક્ષેત્રોમાં કિન્નુની ખેતી સરળતાથી થઈ શકે છે. કિન્નુ ફળમાં વિટામિન સી પ્રચુર પ્રમાણમાં હોય છે. તે ખાટા અને મીઠા ફળોનો સંતુલિત આહાર છે. તેના સેવનથી શરીરમાં લોહી વધે છે અને હાડકા મજબૂત થાય છે. આ સાથે જ કિન્નુ ખાવાથી પાચન શક્તિ સારી થાય છે. તે લીંબુના વર્ગનું ફળ છે. જેમાં સંતરા, લીંબુ અને કિન્નુ જેવા ફળ સામેલ છે.

ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર ! આમ આદમી પાર્ટી વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો , જુઓ સંપૂર્ણ વિડીયો

કિન્નુ પંજાબનો પ્રમુખ પાક છે. ભારતમાં તેની ખેતી હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા, જમ્મુ કશ્મીર રાજ્યોમાં થાય છે. કિન્નુની ખેતી સમગ્ર ઉત્તર ભારતમાં થાય છે. કિન્નુના ફળમાંથી રસ પુષ્કળ પ્રમાણમાં મળે છે. જેની બજારમાં ખુબ ડિમાન્ડ હોય છે. આવામાં કિન્નુ ફળે બજારમાં પોતાની એક આગવી ઓળખ પણ બનાવી લીધી છે.

કેવી રીતે કરાય કિન્નુની ખેતી :

કિન્નુની ખેતી અનેક પ્રકારની જમીનમાં થઈ શકે છે. ચીકણી જમીન કે તેજાબી જમીન…કિન્નીની ખેતી સરળતાથી થઈ શકે છે. તેની ખેતી માટે જમીન એવી હોવી જોઈએ જેથી કરીને પાણી સરળતાથી બહાર નીકળી શકે. છોડના સારા વિકાસ માટે 5.5 થી 7.5 વચ્ચે pH વેલ્યૂવાળી જમીન હોવી જોઈએ.

કિન્નુની ખેતી કરવા માટે 13 ડિગ્રીથી 37 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનની જરૂર હોય છે. જ્યારે વરસાદની વાત કરીએ તો 300-400 મિલિમીટર સુધીનો વરસાદ સારા પાક માટે પૂરતો છે. પાક માટે હાર્વેસ્ટિંગ ટેમ્પ્રેચર 20-32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોવું જોઈએ.

કિન્નુના છોડ પર  લાગેલા ફળોનો રંગ જ્યારે આકર્ષક દેખાય ત્યારે તેને તરત તોડી ન લેવા. છોડ પરથી ફળ જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે ઉતારવા જોઈએ. ખેતરમાંતી આ ફળોને તોડવા માટે તમારે ડાંડીની જરૂર પડશે. આ ઉપરાંત કાતરની મદદથી પણ ફળ ઉતારી શકો છો. પાક ઉતારી લીધા બાદ તેને સારી રીતે ધોઈ લેવો જોઈએ અને છાયામાં સૂકવી દેવો જોઈએ.

કિન્નુના ઝાડ પરથી લગભગ 80થી 150 કિલો સુધી ફળ મળી શકે છે. કિન્નુના પાકને ગમે ત્યાં વેચી શકાય છે. પરંતુ બેંગ્લુરુ, હૈદરાબાદ, કોલકાતા, દિલ્હી, પંજાબ જેવા સ્થળોએ તેનું ખુબ વેચાણ થાય છે. એટલું જ નહીં શ્રીલંકા, સાઉદી અરબમાં પણ કિન્નુનું ખુબ વેચાણ થાય છે.

આ પણ વાંચો :-

09 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિના લોકોને કષ્ટભંજન દેવની કૃપાથી ધંધામાં મળશે પ્રગતિ, દરેક મનોકામના થશે પૂરી

09 October 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચલાવતી વખતે કાળજી જરૂરી. આરોગ્ય સાચવવું. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

વૃષભઃ
નાણાંકીય બાબતો અંગે શુભ. પરિવારના સભ્યોથી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા રહે. સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં મિશ્ર ફળ. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે રાહત. લક્ષ્મીનો વખતસર લાભ મળે.

મિથુનઃ
સ્વભાવમાં સરળતા, નિખાલસતા વર્તાય. આવકનું પાસુ મજબુત બને. ધંધામાં પ્રગતિ થતા આવકનું પ્રમાણ વધે. પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. સાંસારિક બાબતોમાં અસંતોષ આકસ્મિક ધનલાભ શક્ય.

કર્કઃ
નસીબ બળવાન બને છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આધ્યાત્મિકતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃપક્ષ થી લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા. આરોગ્ય બાબતે આનંદ દામ્પત્ય ક્ષેત્રે મધ્યમ.

સિંહઃ
માનસિક ઉચાટ રહે. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં શાંતિ રહે. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવી. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન સંબંધીચિંતા રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ
બુધ્ધિથી કાર્યસફળતા મળતી જણાય. એડવોકેટ, વિમા સંબંધી ક્ષેત્રોથી વધુ લાભની શક્યતા. પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. હૃદયમાં અકારણ અજંપો રહે. આરોગ્ય સારૂ રહે.

તુલાઃ
અણગમતા પ્રસંગો બને. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષનું વાતાવરણ રહે. માતૃસુખ સારૂં. નવા રોકાણો ટાળવા. પિતાની તબિયત સાચવવી. ભાગ્ય જળવાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. પેટના રોગોથી સાચવવું.

વૃશ્ચિકઃ
આવક જળવાય. ઉત્સાહ વધે. પરિવારમાં શાંતિ રહે. નવા રોકાણો યોગ્ય રીતે થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાન સુખ ઉત્તમ. સંતાનની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીવર્ગને સફળતા. આરોગ્ય સારૂ.

ધનઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થશે. આવકનો સ્ત્રોત જળવાશે. પરિવારમાં થોડો વાદ-વિવાદ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આર્થિક રોકાણો ફાયદાકારક નીવડશે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. શરદી-ખાંસી રહે.

મકરઃ
માનસિક રીતે આનંદ ઉમંગ જળવાય. ઉદાર દીલ તથા પરોપકારની ભાવના પ્રબળ બને. ખોટા ખર્ચા ટાળવા. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. જીવનસાથી સાથે પ્રેમભાવમાં વધારો થાય.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. પોતાની વાત જ સાચી, બીજા બધાં ખોટા એવું વર્તન થતું જણાય. આર્થિક પાસુ મજબુત બને. નવી આવકના રસ્તા ખુલે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મીનઃ
અંતર્મુખી, થોડો સ્વાર્થી અને થોડો અભિમાની સ્વભાવ રહે. અનાજ, ઓઇલ, પેટ્રોલ, ન્યાયક્ષેત્રને સંબંધિત કાર્યોમાં વિશેષ લાભ. દામ્પત્ય જીવનમાં આનંદમાં વધારો પિતાની કાળજી રાખવી જરૂરી. સંતાન સુખ સારૂં.

આ પણ વાંચો :-