વરસાદે ઝૂંટવ્યો ખેડૂતોના મોઢેથી કોળિયો, મગફળી, ડાંગર અને શેરડીના પાકને વ્યાપક નુકસાન, સર્વે કરી સહાયની માંગ

Share this story

Heavy rains caused extensive damage to the

  • દક્ષિણ- મધ્ય ગુજરાતમાં ખેતરોમાં પાક તૈયાર થતાં ખેડૂતો પાક લણણીની તૈયારી કરી દીવાળી સારી જવાની આશા રાખી બેઠા હતા ત્યાં કમોસમી વરસાદ ત્રાટકતા તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના કેટલાક જિલ્લામાં સતત વરસતા વરસાદથી (pouring rain) ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ચીકુ અને શેરડી, મધ્ય ગુજરાતમાં ખેડા અને આણંદમાં ડાગરનો પાકને ભારે નુકસાન થયુ છે. આણંદ જિલ્લામાં પડેલા પાછોતરા વરસાદે ખેડૂતોના હજારો હેક્ટર જમીનમાં તૈયાર થયેલા ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન (Extensive Damage) કરી દેતા ખેડૂતોને માથે ઉઠીને રોવાનો વારો આવ્યો છે.

મગફળી, ડાંગર અને શેરડીને નુકસાન :

ગુજરાત સરકારના હવામાન ખાતાની આગાહીના પગલે નવરાત્રી પૂર્ણ થયા બાદ વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે સતત ત્રીજા દિવસે પણ વરસાદ ખાબકયો હતો. જેના કારણે આણંદ જિલ્લાના આંકલાવ, બોરસદ, ખંભાત, ઉમરેઠ, તારાપુર, સોજીત્રા, તાલુકામાં વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે.

કમોસમી વરસાદે ઊભા પાકનો સોથ વાળ્યો :

કમોસમી વરસાદને કારણે તૈયાર થયેલા ડાંગરના પાકમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને લઇને ખેડૂતોને મોટા પાયે નુક્સાની થઇ છે. આ સાથે  હજારો હેક્ટર જમીનમાં  વરસાદી પાણી ફરી વળતા ઉમરેઠ પંથકમાં ઉમરેઠ બેચરી, ભાલેજ, ખાનકૂવા, સૂરેલી, ધૂલેટા,  ભરોડા, ઓડ સહીત આજુબાજુ ગામમા કેપ્સિકમ મરચાના પાકમાં પણ નુકસાની આવી છે.

આથી ખેડૂતોને આભ ફાટ્યું ત્યાં થિંગડું કયા મારવું જેવી સ્થિતિ જન્મી છે. કેપ્સિકમ મરચાના પાકનું ધોવાણ થતાં ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. કારણ કે મરચી અને તમાકુના ધરું તૈયાર કર્યા હતા જે વરસાદી પાણી ભરાતા નષ્ટ થવા પામ્યા છે. જેને લઈ હવે તમાકુ અને મરચીની રોપણી વિલંબમાં પડશે આમ વરસાદે ખેડૂતોને બેવડો માર મારતા સરકાર દ્વારા સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતોમાંથી માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો :-