Samosa : અહીં સમોસા પર છે પ્રતિબંધ, ભૂલેચૂકે ખાશો તો જોવા જેવી થશે…કારણ ખાસ જાણો

Share this story

Samosa : There is a ban on samosa here

  • સમોસા કોને ન ભાવે ? દરેકને ભાવતી આ વાનગી ઉપર પ્રતિબંધ લાગ્યો છે એવું તમે સાંભળો તો સ્વાભાવિક છે કે એવો વિચાર આવે કે આખરે આવો પ્રતિબંધ ક્યાં લાગ્યો અને કોણે લગાવ્યો? તમારા આ તમામ સવાલોના જવાબ માટે વાંચો રસપ્રદ અહેવાલ…

સમોસા (Samosa) ભારતમાં એટલા લોકપ્રિય છે કે કોઈ પણ મહેમાન આવે તો આપણને સમોસા જ મંગાવવાનું મન થતું હોય છે. સમગ્ર દેશમાં તમને ગમે ત્યાં સમોસા તો મળી જ જશે. ભારતમાં કદાચ જ એવું કોઈ હશે જેને સમોસા નહીં ભાવતા હોય.

તમને એ જાણીને નવાઈ લાગશે કે ધરતી પર એવી પણ એક જગ્યા છે જ્યાં લોકો ભૂલેચૂકે સમોસા ખાઈ શકતા નથી. અહીં સમોસા (Samosa) પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે.

અજીબોગરીબ કારણથી પ્રતિબંધ :

સોમાલિયા (Somalia) એક એવો દેશ છે જ્યાં કોઈ ભૂલેચૂકે પણ સમોસુ ખાઈ શકતું નથી. વાત જાણે એમ છે કે આવું સમોસાના વિચિત્ર શેપના કારણે છે. સમોસાનો શેપ ત્રિકોણ હોય છે. સોમાલિયાનો એક કટ્ટરપંથી સમૂહ માને છે કે સમોસાનું ત્રિકોણિય રૂપ ક્રિશ્ચિયન કમ્યુનિટીની નજીક છે. તે તેમના પવિત્ર ચિન્હ સાથે મળતું આવે છે. આ ચિન્હને તેઓ ખુબ સન્માન આપતા હોવાના કારણે સોમાલિયામાં સમોસાને પ્રતિબંધિત કરાયા છે.

અત્રે જણાવવાનું કે સોમાલિયાના લોકો સમોસા બનાવવા, ખરીદવા અને ખાવા પર સજાના હકદાર હોય છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાયો છે કે સોમાલિયામાં સમોસા એટલા માટે પ્રતિબંધિત છે. કારણ કે ત્યાં ભૂખમરાતી મરેલા જાનવરોના મીટનો સમોસામાં ઉપયોગ કરાતો હતો. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે સોમાલિયામાં સમોસાને આક્રમકતાનું પ્રતિક ગણવામાં આવે છે. આથી તેને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરાયા છે.

આ પણ વાંચો :-