લાંબી બીમારી બાદ સપા નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન, પરિવાર શોકમગ્ન

Share this story

SP leader Mulayam Singh Yadav passes

  • ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના ફાઉન્ડર મુલાયમ સિંહ યાદવનું 83 વર્ષની વયે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થતા શોક વ્યાપ્યો હતો.

દેશની રાજનીતિમાં એક યુગનો અસ્ત થયો છે. કદ્દાવર નેતા અને નેતાજીના (Netaji’s) હુલામણા નામથી જાણીતા બનેલા યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવનું (Former UP CM Mulayam Singh Yadav) અવસાન થતા શોકની લહેર દોડી ગઈ છે.

મુલાયમ સિંહે યાદવે ગુરુગ્રામની (Gurugram) જાણીતી મેદાંતા હોસ્પિટલમાં (Medanta Hospital) અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામા તકલીફ અને બીજી બીમારીઓને કારણે 2 ઓક્ટોબરે ગુરુગ્રામની મેદાતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ :

સપા નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના નિધનને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત દુ:ખ વ્યક્ત કર્યું હતું. ટ્વીટર પરની પોસ્ટમાં તેમણે જણાવ્યું કે મુલાયમ સિંહ યાદવે ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. તેઓ કટોકટી દરમિયાન લોકતંત્રના એક મુખ્ય સૈનિક રહ્યા.  (In a post on Twitter, he said that Mulayam Singh Yadav has created a distinct identity for himself in Uttar Pradesh and national politics. He remained one of the main stalwarts of democracy during the crisis.)

ખેડૂત પરિવારમાં થયો હતો જન્મ

મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવા જિલ્લાના સૈફઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સુગર સિંહ યાદવ હતું કે જેઓ ખેડૂત હતા. મુલાયમ સિંહ યાદવ હાલમાં મૈનપુરી સીટ પરથી લોકસભાના સાંસદ હતા.

ઉત્તર પ્રદેશની રાજનીતિ હોય કે દેશની રાજનીતિ બંનેમાં મુલાયમ સિંહ યાદવની ગણતરી અગ્રણી નેતાઓમાં થતી. તેઓ ત્રણ વખત યુપીના સીએમ રહી ચૂક્યાં છે અને કેન્દ્ર સરકારમાં સંરક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યાં છે. આ સિવાય મુલાયમ સિંહ 8 વખત ધારાસભ્ય અને 7 વખત લોકસભા સાંસદ તરીકે પણ ચૂંટાયા છે.

મુલાયમ સિંહ યાદવે બે વખત લગ્ન કર્યા છે. તેમની પ્રથમ પત્નીનું નામ માલતી દેવી હતું કે જેનું મે 2003માં અવસાન થયું હતું. તેઓ અખિલેશ યાદવના માતા હતા. મુલાયમ સિંહ યાદવે બીજી વાર સાધના ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. મુલાયમ સિંહ યાદવ અને સાધનાના પુત્રનું નામ પ્રતીક યાદવ છે. તાજેતરમાં જ સાધના યાદવનું અવસાન થયું હતું.

આ પણ વાંચો :-