રાહુલ ગાંધી નહીં આ વ્યક્તિના હાથમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન, યુપીમાં નિભાવી હતી જવાબદારી

Share this story

In the hands of this person, not Rahul Gandhi

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારની કમાન પ્રિયંકા ગાંધીના હાથમાં સોંપવમાં આવી છે. (When the Gujarat assembly elections are looming, this time the Congress election campaign in Gujarat has been handed over to Priyanka Gandhi.)

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સહિતના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતમાં (Gujarat) મુલાકાત વધી રહી છે. આગામી 9 ઓક્ટોબરના રોજ PM મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

ભાજપની સાથે-સાથે કોંગ્રેસ પણ આગામી ચૂંટણીને લઈને એક્ટિવ થઈ ચૂકી છે. ત્યારે હાલ કોંગ્રેસના (Congress) ચૂંટણી પ્રચારને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને (Rahul Gandhi) બદલે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ચૂંટણી પ્રચાર કરશે.

પ્રિયંકા ગાંધી આ બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરશે :

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની ભારતો જોડો યાત્રા પર નીકળ્યા છે. આ યાત્રા પર તેઓ અત્યાર સુધીમાં લગભગ 700 કિલોમીટર સુધીનો સફર કરી ચૂક્યા છે અને આ યાત્રા કર્ણાટકમાં પહોંચી છે. આવનારા દિવસોમાં આ યાત્રા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પસાર થશે.

તો આ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની રણનીતિને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ બંને રાજ્યોમાંથી તેઓ દૂર કેમ રહેશે. જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે. હવે આ ચિંતાનું સમાધાન કદાચ કોંગ્રેસે શોધી કાઢ્યું છે. રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધી આ બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે.

ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર ! આમ આદમી પાર્ટી વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો , જુઓ સંપૂર્ણ વિડીયો

ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ છોડી રહ્યા છે પાર્ટીનો સાથ :

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે પ્રિયંકા ગાંધી રાજ્યમાં પ્રચાર કરશે. તેઓ ટૂંક સમયમાં ગુજરાત પહોંચી શકે છે. વાસ્તવમાં ગુજરાતમાં કોંગ્રેસ ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. રાજ્યમાં હાર્દિક પટેલ સહિત અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યાં છે.

આ પણ વાંચો :-