Fact Check : શું આ યોજના હેઠળ દેશની દરેક દીકરીઓને મળી રહ્યા છે 1.50 લાખ રૂપિયા ?

Share this story

Fact Check: Is every daughter of the

  •  કેન્દ્ર સરકાર દેશની દિકરીઓ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદને આર્થિક સહાય આપવામાં આવે છે. આ દિવસોમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

કેન્દ્ર સરકાર (Central Govt) દેશની દિકરીઓ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદને (Rib and Needy) આર્થિક સહાય આપવામાં આવે છે. આ દિવસોમાં એક એવો વીડિયો વાયરલ (The video went viral) થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર પ્રધાનમંત્રી કન્યા આશીર્વાદ (Pradhan Mantri’s Bride Blessings) યોજનાની હેઠળ બધી જ દીકરીઓને 1.50 લાખ રૂપિયા આપી રહી છે. સરકાર દ્વારા સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ મેસેજ સાથે સંબંધિત સત્ય શેર કર્યુ છે. આવો જાણીએ મેસેજનું સત્ય…

શું કહેવામાં આવ્યુ છે વાયરલ મેસેજમાં :

એક યૂટ્યૂબ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી કન્યા આશીર્વાદ યોજનાની શરૂઆત કરી છે અને સરકાર આ યોજના હેઠળ દરેક દીકરીઓને 1,50,00 રૂપિયાની આર્થિક મદદ આપી રહી છે.

સરકારે મેસેજ ખોટો હોવાનું જણાવ્યું :

PIB ફેક્સ ચેકે ટ્વીટ કરીને આ ખબર વિશે સત્ય હકીકત જણાવી છે. PIBએ તેની ટ્વીટર દ્વારા આને લઈને ચેતવણી આપી છે કે સરકાર એવી કોઈ જ યોજના નથી ચલાવી રહી અને આ મેસેજ સંપૂર્ણ રીતે ખોટો છે.

તમે પણ કરાવી શકો છો ફેક્ટ ચેક :

જાણકરી અનુસાર ઘણી વાર સોશિયલ મીડિયાના યુગમાં ખબરો વાયરલ થવા લાગે છે. જો તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ કે વ્હોટ્સ એપ પર આવેલી કોઈ ખબર પર સંદેહ છે તો તમે પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક કરાવી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ ની મુલાકાત લેવી પડશે. આ ઉપરાંત તમે વ્હોટ્સએપ નંબર 8799711259 કે ઈમેઈલઃ [email protected] પર વિગતો મોકલી શકો છો.

આ પણ વાંચો :-