રજા હોવા છતાં આજથી જ શાલિની અગ્રવાલે સુરતમાં સંભાળ્યો ચાર્જ, 800 કરોડનો આ પ્રોજેક્ટ બનશે સૌથી મોટો પડકાર

Share this story

Despite the holiday, Shalini Agarwal took

  • રજા હોવા છતાં આજથી જ શાલિની અગ્રવાલે સુરતમાં સંભાળ્યો ચાર્જ, 800 કરોડનો આ પ્રોજેક્ટ બનશે સૌથી મોટો પડકાર

જો કે શાલિની અગ્રવાલ (Shalini Aggarwal) સુરત મનપા કમિશનર (Surat Municipal Commissioner) તરીકે ચાર્જ સંભાળે એ પહેલા જ આજે રજાનો દિવસ હોવા છતાં અધિકારીઓને હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરતના નવા મનપા કમિશનર તરીકે શાલિની અગ્રવાલ સામે અનેક નવા પડકારો ઊભા થશે. ત્યારે આજે ઉચ્ચ અધિકારીઓ, ઝોનલ વડાઓ (Zonal Head) અને વિભાગીય વડાઓને રજા હોવા છતાં હાજર રહેવાની તાકીદ કરવામાં આવી છે.

નવા મનપા કમિશનર શાલિની અગ્રવાલ સામે અનેક પડકારો :

શાલિની અગ્રવાલ સામે સુરતના ડુમસ સી ફેસ, રિવરફ્રન્ટ અને બેરેજ સહિતના પ્રોજેકટ સહિત અનેક નવા પડકારો તૈયાર છે. જેમાં સુરતમાં અપૂરતી ગ્રાન્ટ સામે વિકાસના હજારો કરોડોના કામો શરૂ થઇ ગયા છે. તદુપરાંત સુરત મનપાના નવા આવકના સ્ત્રોત ઊભા કરવાનું પણ નવા મનપા કમિશનર માટે એક ચેલેન્જ કહી શકાય. 800 કરોડના ડુમસ પ્રોજેક્ટ માટે પાલિકાના સરકારી જમીન મેળવવાના પ્રયાસ શરૂ છે. સરકાર પાસે ગ્રાન્ટની માંગ કરાઇ હોવા છતાં હજુ સુધી ગ્રાન્ટની મંજૂરી નથી મળી.

તાજેતરમાં જ સુરત-વડોદરા મનપા કમિશનરની કરાઇ હતી આંતરિક બદલી :

ઉલ્લેખનીય છે કે હમણાં થોડાક દિવસ અગાઉ જ સુરત અને વડોદરા મનપા કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં સુરતના બંછાનીધી પાનીને વડોદરાના મનપા કમિશનર બનાવાયા છે તો વડોદરાના કમિશનર શાલીની અગ્રવાલને સુરતના મનપા કમિશનર બનાવાયા છે. ત્યારે આજે સુરતના નવા મનપા કમિશનર તરીકે શાલિની અગ્રવાલ ચાર્જ સંભાળશે.

આ પણ વાંચો :-