સાડીમાં જ કબડ્ડી…કબડ્ડી… દેશી ઓલિમ્પિક્સમાં મહિલાઓનો જોશ તો જુઓ, વીડિયો જબરો વાયરલ

Share this story

Kabaddi in sarees… Kabaddi… Watch the

  • મહિલાઓ કબડ્ડી રમી રહી હોય તેવો વીડિયો ટ્વિટર પર આઈએએસ અધિકારી અવનીશ શરણે શેર કર્યો છે. વીડિયોને લાખો લોકોએ જોયો છે. (IAS officer Avnish Sharan has shared a video of women playing Kabaddi on Twitter. The video has been viewed by millions of people.)

છત્તીસગઢમાં (Chhattisgarh) ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે (Bhupesh Baghele) છત્તીસગઢ ઓલિમ્પિકનુ ઉદ્ઘાટન કર્યુ. આ દરમ્યાન તેમણે જાતે પણ ભૌંરા, બાટી અને પિટ્ઠુલ જેવી રમતમાં હાથ અજમાવીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો.

આ રમતમાં કબડ્ડીનો (Kabaddi) પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને આઈએએસ અધિકારી અવનીશ શરણે શેર કર્યો છે. જેમાં મહિલાઓ શાનદાર રીતે કબડ્ડી રમી રહી છે.

વીડિયો થયો વાયરલ  :

અવનીશ શરણે વીડિયો શેર કરીને લખ્યું, આપણે કોઈનાથી ઓછા શક્તિશાળી છીએ શું… છત્તીસગઢીયા ઓલિમ્પિકમાં મહિલા કબડ્ડી 51 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી 1 લાખ 35 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે મોટી સંખ્યામાં યુઝર્સે શેર પણ કર્યો છે.

વીડિયોમાં તમે જોઇ શકો છો કે મહિલાઓ સાડી પહેરીને કબડ્ડી રમી રહી છે અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકો મહિલાઓનો ઉત્સાહ વધારી રહ્યાં છે. વિચારવા જેવી વાત એ છે કે કબડ્ડી જેવી રમત રમતી સમયે પણ મહિલાઓએ પોતાના માથે સાડીનો એક છેડો ઓઢીને રાખ્યો હતો.

આ પણ વાંચો :-