રવીના ટંડનની દીકરી રાશાને જોઈ દંગ રહી જશો, સુંદરતામાં માતાને પણ આપે છે માત, જુઓ વાયરલ તસ્વીરો

Share this story

You will be amazed to see Raveena

  • રવિના ટંડનની દીકરી રાશા દેખાવમાં તેની માતા કરતાં વધુ સુંદર છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આવું કહે છે.  (Raveena Tandon’s daughter Rasha looks more beautiful than her mother. We are not saying this but many social media users are saying so.)

રવિના ટંડને (Raveena Tand) હવે તેની પુત્રી સાથેની એક તસ્વીર શેર કરી છે. જેમાં મા-દીકરી (mother-daughter) બંને બ્લેક આઉટફિટમાં પોઝ આપતાં જોઈ શકાય છે. રાશા માં સાથે મિરર સેલ્ફી (Mirror Selfie) લેતી જોવા મળી રહી છે. બંનેએ એક જ રંગના કપડા પણ પહેર્યા છે અને બંને ખૂબ જ સુંદર પણ લાગી રહ્યા છે.

રવીના ટંડન અને રાશા વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે :

ખાસ વાત એ છે કે રવીના ટંડન અને રાશા વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. તસ્વીરો શેર કરતા રવિના ટંડને લખ્યું, ‘ટ્વીનિંગ ટીમ રાશા થડાની અને હું.’ રવિના ટંડનની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. તેને 1 કલાકમાં 22000થી વધુ લાઈક્સ મળી છે.

જ્યારે આના પર 200થી વધુ કોમેન્ટ્સ કરવામાં આવી છે. ઘણા લોકોએ તસ્વીરો પર ઈમોજી શેર કર્યા છે. તો કેટલાક લોકોએ ‘વાહ સુંદર.’, ‘તમે બંને સારા લાગો છો.’ , ‘જોરદાર.’, ‘ફેબ્યુલસ.’ જેવી કોમેન્ટ્સ કરી છે.

રવિના ટંડને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે :

ઉલ્લેખનીય છે કે રવિના ટંડને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેની ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો છે. રવિના ટંડન અવારનવાર પોતાની તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. જેને લઈને ફેન્સ પણ ઘણા ઉત્સાહિત રહે છે.

રવિના ટંડનની પુત્રી રાશા ફિલ્મોમાં દેખાઈ શકે છે :

રવિના ટંડનની પુત્રી રાશા હાલ અભ્યાસ કરી રહી છે અને તે ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા મળી શકે છે. જોકે, તેણે આ વાતની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો :-