દેવામાં ડૂબેલ હતો ‘તારક મહેતા..’નો આ એક્ટર, સિરિયલમાં આવ્યા પછી બદલાઈ હતી કિસ્મત

Share this story

This actor of ‘Tarak Mehta..’, who was

  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના દરેક પાત્ર વિશે તો લગભગ બધા બધુ જાણે જ છે પરંતુ શું તમે રોશન સિંહ સોઢીના વાસ્તવિક જીવનથી વાકેફ છો?

બદલાતા સમય સાથે બદલાવ જરૂરી છે. હિટ બનવા માટે બદલાવ જરૂરી છે. ટીવીના સુપરહિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ની (Tarak Mehta Ka Ulta Chashma) સફળતા સામે આ બધી વાતો ખોટી સાબિત થઈ રહી છે. 28 જુલાઈ, 2008ના રોજ શરૂ થયેલ આ શો એ લાંબા સમય સુધી ટીઆરપી લિસ્ટમાં અને લોકોના દિલ પર પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે.

ટીવી જગતના સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંનો એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ એ દરેક લોકોને પસંદ આવતો એક શો છે. આ કોમેડી સિરિયલ લગભગ 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે.

શોની સ્ટારકાસ્ટ ભલે લાંબી હોય પરંતુ લોકો દરેક પાત્રને ખૂબ પસંદ કરે છે. શોમાં દરેક કેરેક્ટરની પોપ્યુલારિટી અલગ છે. પરંતુ શોમાંથી ઘણા સ્ટાર્સે અલવિદા કહી દીધુ છે અને બીજી ઈન્ડસ્ટ્રીમાં પોતાનો રસ્તો બનાવ્યો છે. જોકે શોને ક્વિટ કરનાર આ સ્ટાર્સની કિસ્મત ત્યાં ચમકી નથી શકી અને ન તો એ પ્રકારનું સ્ટાર્ડમ મળ્યું જે તમને તારક મહેતામાં મળ્યું હતું.

આ શોમાં શરૂઆતથી જ કામ કરતા કલાકારોથી લઈને આ શોને અલવિદા કહી ચૂકેલા કલાકારો પણ ચાહકોના દિલમાં વસી ગયા છે. શોના દરેક પાત્ર વિશે તો લગભગ બધા બધુ જાણે જ છે પરંતુ શું તમે રોશન સિંહ સોઢીના વાસ્તવિક જીવનથી વાકેફ છો?

ઘણી પરેશાનીનો કર્યો છે સામનો  :

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હંમેશા પાર્ટી-શાર્ટી માટે તૈયાર રહેતા રોશન સિંહ સોઢીનું સાચું નામ ગુરચરણ સિંહ છે. ગુરચરણ સિંહે સોઢીના કરેકેટરમાં પોતાની શાનદાર સ્ટાઈલથી આ શોમાં અલગ ઓળખ ઊભી કરી છે. જો કે આજે ભલે તે આ શોનો ભાગ નથી આપણ જ્યારે પણ રોશન સિંહ સોઢીની વાત આવે છે.

તારક મહેતા : બબીતા થી લઈને અંજલિ સુધી, અસલ જીવનમાં કુંવારા છે આ સિતારાઓ, એક ની ઉંમર તો ૪૬ વર્ષની છે - Adhuri Lagani

ત્યારે ગુરચરણ સિંહનો ચહેરો સૌથી પહેલા સામે આવે છે. આટલું નામ મેળવતા પહેલા એમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો એમને કર્યો હતો. ગુરુચરણ સિંહ એક સમયે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને મજબૂરીમાં તેઓ મુંબઈ આવ્યા હતા.

તારક મહેતા શોમાં આવી રીતે મળ્યો રોલ  :

શો માં શરૂઆતમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહે પોતાના એક લાઈવ વીડિયોમાં કહ્યું હતું કે ‘હું એવા સમયે મુંબઈ આવ્યા હતા જ્યારે મારા પર ઘણો કર્જ હતો અને લોકો પૈસા માંગવા મારી પાછળ પડ્યા હતા. જ્યારે ક્યાંયથી આશા ન મળી ત્યારે મુંબઈ આવી ગયો અને છ મહિનામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં રોલ મળી ગયો હતો.’

અત્યાર સુધી બે સોઢી બદલાયા :

તારક મહેતા શોની શરૂઆતથી જ ગુરચરણ સિંહ તેનો એક હિસ્સો હતા પણ એમને 2013માં શો છોડી દીધો હતો. પણ લોકોની માંગને કારણે 2014માં પરત ફર્યા હતા અને છ વર્ષ સુધી કામ કર્યા પછી એમને ફરી એકવાર વર્ષ 2020માં શોને અલવિદા કહી દીધું હતું. એ પછી એમની જગ્યા પર બલવિંદર સિંહ સૂરી લેવામાં આવ્યા છે જે રોશન સિંહ સોઢીનો રોલ કરી રહ્યો છે.

આ પણ વાંચો :-