Two Thakor leaders of BJP made a
- સમી તાલુકાના રણાવાડા ગામે ‘જીતશે સ્થાનિક હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક’ના સ્લોગન સાથે રાધનપુર વિધાનસભા અઢારે આલમનું મહાસંમેલન યોજાયું હતું.
ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે અને ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓની સક્રિયતા પણ વધી છે.
તેવામાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાધનપુર (Radhanpur) વિધાનસભામાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના જ સ્થાનિક આગેવાનોમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. ભાજપના બે પૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોરનો (Alpesh Thakor) વિરોધ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
રણાવાડા ગામે યોજાયું અઢારે આલમનું મહાસંમેલન :
તાજેતરમાં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અલ્પેશ ઠાકોરના ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. જે બાદ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર દ્વારા સ્થાનિક ઉમેદવારની માંગ સાથે અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાઇ રહ્યો છે.
ત્યારે આજે પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરની આગેવાનીમાં ‘જીતશે સ્થાનિક હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક’ના સ્લોગન સાથે સમીના રણાવાડા ગામે રાધનપુર વિધાનસભા અઢારે આલમનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઠાકોર, ચૌધરી, માલધારી, આહિર સમાજના લોકો હાજર રહ્યા હતા.
સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે એવી ઉઠી માંગ :
મહાસંમેલનના સભા સ્થળે મોટી સખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ સંમેલનમાં ભાજપમાંથી સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે એવી માંગ ઉઠી હતી. હાલ એવી અટકળો ચાલી રહી છે કે રાધપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે.
રાધનપુરના બે પૂર્વ ધારાસભ્ય સહિત અઢારે આલમ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ હોવાના સૂર આ વિસ્તારમાં ઉઠવા પામ્યો છે. ભાજપના નેતા નાગરજી ઠાકોર-લવિંગજી ઠાકોર જૂથ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો :-