1512 new posts of teachers will be created
- રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓ માટે નવું મહેકમ મંજૂર કરી દેવામાં આવ્યું છે. જેમાં ધોરણ 9-10નો એક વર્ગ ધરાવતી શાળાઓમાં કુલ ૩ શિક્ષક અને 1 આચાર્ય મુજબના મહેકમને મંજૂરી આપવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ (Granted Secondary School) માટે નવા મહેકમની ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી હતી. હાલમાં ધોરણ 9 અને 10નો એક-એક વર્ગ ધરાવતી ગ્રાન્ટેડ સ્કૂલોમાં (Granted Schools) વર્ગ દીઠ 1.5 શિક્ષક અને બે-બે વર્ગ ધરાવતી શાળાઓને વર્ગદીઠ 3 શિક્ષકની મંજૂરી અપાય છે.
પરંતુ ઓછા મહેકમને લીધે પુરતા શિક્ષકો ન મળતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે. જેના કારણે ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 3 શિક્ષક અને એક આચાર્ય મુજબનું શૈક્ષણિક સેટઅપ આપવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે દરખાસ્ત કરી હતી. જે સરકારે સ્વીકારી લીધી છે.
ગ્રાન્ટેડ સ્કૂલો માટે નવું મહેકમ મંજૂર :
રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાને લઇ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા અંતે સ્કૂલોની માંગણીને સ્વીકારી લેવાતા ગ્રાન્ટેડ સ્કૂલો માટે નવું મહેકમ મંજૂર કરી દેવામાં આવ્યું છે.
શાળામાં કુલ 3 શિક્ષક અને 1 આચાર્ય મુજબના મહેકમને મંજૂરી :
જે મુજબ ધોરણ 9 અને ધોરણ 10ના એક-એક વર્ગની સ્કૂલોમાં ગ્રામ્ય વિસ્તારમાં 50 વિદ્યાર્થી અને શહેરી વિસ્તારમાં 75 વિદ્યાર્થી સંખ્યા સામે કુલ ૩ શિક્ષક અને એક આચાર્યના સેટઅપને મંજૂરી અપાશે. આ નવા મહેકમથી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નવી 1 હજાર 512 જગ્યા ઉભી થશે.
બજેટમાં રજૂ કરાશે દરખાસ્ત :
શિક્ષણ વિભાગે નવા મહેકમની મંજૂરી કરેલા ઠરાવ મુજબ આ નવા શૈક્ષણિક સેટઅપના કારણે 1512 શિક્ષકોની જગ્યાઓ ઊભી કરવા માટે આગામી નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં નવી બાબત સ્વરૂપે દરખાસ્ત રજૂ કરાશે. બજેટમાં નવી જગ્યાઓ ભરવા જોગવાઈ થશે.
આ પણ વાંચો :-