Party in MS University: Chicken-alcohol party
- વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો સામે આવતા હડકંપ મચી ગયો છે. આ મામલે પોલીસે કાર્યવાહી કરી છે.
વડોદરાની (Vadodara) MS યુનિવર્સિટી વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. શિક્ષણના ધામ (A home of learning) સમાન વડોદરાની (Vadodara) એમ.એસ.યુનિવર્સિટીની (MS University) હોસ્ટેલમાં ચિકન અને દારૂની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સનસનાટી મચી ગઈ છે. આ મામલે હાલ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. અજાણ્યા શખ્સોએ યુનિવર્સિટીમાં પાર્ટી કેમ કરી તેવો અણીયારો સવાલ ઊભો થયો છે. (Currently, a hive of controversy has erupted in this matter. An urgent question has arisen as to why unknown persons threw a party in the university.)
વડોદરાની MS યુનિવર્સિટીમાં દારૂ અને નોનવેજની પાર્ટી :
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ‘ચિકન કુકડુ કુ’ ગીત વાગે છે. તેમજ હોસ્ટેલ રૂમમાં બેસીને અજાણ્યા વિદ્યાર્થીઓ દારૂ અને ચિકનની પાર્ટીની મોજ માણતા નજરે પડે છે. જોકે આ મામલે સ્થાનિક પોલીસ યુનિવર્સિટી સત્તાધીશોનું આબરૂ ધૂળધાણી થઇ છે.
બીજી બાજુ MS યુનિવર્સિટીમાં પાર્ટીની રંગતને લઇને અજાણ્યા વિદ્યાર્થીઓને કોનું છે પીઠબળ? અને શિક્ષણના ધામને અભડાવવાનો ઉદ્દેશ શું ? તેવા પણ સવાલો ઊભા થયા છે. જેને પગલે યુનિવર્સિટીના સત્તાધીશો અને પોલીસે અજાણ્યા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :-