If you are sweating too much, don’t look at
- જીમ, એક્સરસાઈઝ, કુકિંગ, રનિંગ કે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દરમિયાન પરસેવો થવો સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે એસી અને પંખામાં હોવા છતાં વધુ પડતો પરસેવો થતો હોય તો આ લક્ષણને ઈગ્નોર કરવાની ભૂલ ના કરતા.
એવું માનવામાં આવે છે કે પરસેવો સ્વાસ્થ્ય (Sweating Health) માટે સારો છે. પરસેવો શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. જીમ, એક્સરસાઈઝ, કુકિંગ, રનિંગ કે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દરમિયાન પરસેવો (Sweat) થવો સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે એસી અને પંખામાં હોવા છતાં વધુ પડતો પરસેવો થતો હોય તો સમજવું કે તે કોઈ રોગની નિશાની છે. વધુ પડતો પરસેવો પણ ડાયાબિટીસનું (Diabetes) લક્ષણ હોઈ શકે છે.
જ્યારે બ્લડ સુગર લેવલ વધે અથવા ઘટે ત્યારે ઠંડો પરસેવો થઈ શકે છે. ઘણા લોકો પરસેવા તરફ ધ્યાન આપતા નથી, પરંતુ તે કોઈ મોટી બીમારીની શરૂઆત હોઈ શકે છે. ડાયાબિટીસ ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધુ પડતો પરસેવો પેદા કરી શકે છે. ચાલો જાણીએ ક્યા કારણો છે જેના કારણે વધુ પડતો પરસેવો આવે છે.
હોઈ શકે છે હાર્ટ પ્રોબ્લેમ :
વધુ પડતો પરસેવો પણ હાર્ટ પ્રોબ્લેમની તરફ ઈસારો કરે છે. હેલ્થલાઈન અનુસાર જો કોઈ વ્યક્તિને કોઈપણ શારીરિક પ્રવૃત્તિ વિના પરસેવો આવે છે. તો તેની પાછળ હાર્ટની પ્રોબ્લેમ પણ હોઈ શકે છે. બ્લૉક થયેલી નસોને કારણે હૃદયને રક્ત પરિભ્રમણ માટે વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે શરીર વધુ થાકી જાય છે અને તણાવ અનુભવે છે. આ તણાવને કારણે વધુ પડતો પરસેવો થઈ શકે છે.
દવાઓની આડઅસર :
કેટલીકવાર દવાઓના વધુ પડતા ઉપયોગથી પણ વધુ પડતો પરસેવો થઈ શકે છે. દવાઓમાં રહેલા કમ્પાઉન્ડ શરીરમાં ગરમી પેદા કરે છે. જેના કારણે નર્વસનેસ અને બેચેની જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. જે લોકો સ્ટીરોઈડનું સેવન કરે છે તેમને દવાઓની આડઅસર થઈ શકે છે જેના કારણે પરસેવો થઈ શકે છે.
શુગરના લેવલમાં વધારો અથવા ઘટાડો :
ઘણા કિસ્સાઓમાં વધુ પડતો પરસેવો ડાયાબિટીસ સાથે સંબંધિત હોઈ શકે છે. શરીરના બ્લડ શુગર લેવલમાં વધારો અથવા ઘટાડો એ વધુ પડતો પરસેવો થવાનું કારણ હોઈ શકે છે. શુગર લેવલ વધવાથી હૃદયના ધબકારા ઝડપી થઈ શકે છે. જેનાથી પરસેવો થઈ શકે છે. બીજી તરફ સુગર લેવલ ઓછું હોવાને કારણે હાથ-પગમાં કળતર અને ઠંડો પરસેવો આવી શકે છે.
આ પણ વાંચો :-