પાટણ પોલીસની બર્બરતા, નજીવી બાબતે 2 યુવાનોને મારી મારીને અધમૂઆ કરી નાખ્યા વીડિયો વાયરલ

Share this story

Brutality of Patan police, 2 youths were

  • પાટણ LCB સ્ટાફે પાટણમાં ફેબ્રિકેશનની દુકાન ચલાવતા યુવકોને માર્યો માર માર્યો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

પાટણ LCB પોલીસ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. પાટણ LCBની બર્બરતા સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. પાટણના સરસ્વતીનગરના (Saraswatinagar) વામૈયાના બળવંતજી ઠાકોર અને અરવિંદજી ઠાકોર નામના 2 યુવકોને પોલીસે બેફામ માર માર્યો હોવાની રાવ ઉઠી છે.

પાટણમાં ફેબ્રિકેશનની દુકાન ચલાવતા બંન્ને યુવકો ગાડી લઇને પસાર થઇ રહ્યા હતા. આ વેળાર ગાડી ઉભી રાખવા જેવી નજીવી બાબતે પોલીસે પોલીસકર્મીના જ ભાઇ સાથે બબાલ કરી હતી. ત્યારબાદ પોલીસ બને યુવાનોને ઉઠાવી ગઇ હતી.

ગાડી ઉભી રાખવા બાબતે પોલીસની બર્બરતા :

આ દરમિયાન બંને યુવકોને પોલીસ LCB ઓફિસ ખાતે લઇ ગઇ હતી. જ્યાં યુવાનો સાથે  બેફામ વાણી વિલાસ આચરી બળવંતજી ઠાકોર અને અરવિંદજી ઠાકોરને આડેધડ માર માર્યો હોવાના આરોપ લાગી રહ્યા છે. આ દરમિયાન યુવાને ગંભીર ઇજા પહોંચતા બંનેને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી હતી.

જેને લઇને ગંભીર હાલતમાં બંને યુવકોને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બદલાની ભાવનાથી પોલીસની કાર્યવાહી પર આરોપ લાગી રહ્યા છે. આ મામલો ઉઘાડો પડતા વધુ એક વખત ચર્ચાએ ચડી છે. મહત્વનું છે કે પાટણ LCB પર અનેક વખત માર માર્યાનો આક્ષેપ લાગી ચુક્યા છે. ત્યારે આ મામલે તપાસ બાદ સત્ય સામે આવશે.

આ પણ વાંચો :-