10 ઓક્ટોબર 2022 રાશિફળ : સોમવાર પવિત્ર દિવસે આ રાશિના લોકોના જીવનમાં સૂર્યદેવની કૃપાથી ઉજાસ પથરાશે

Share this story

10 October 2022 Horoscope : Gujarat Guardian

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. પરંતુ બપોર પછી સુધારો થતો જણાય. ઈચ્છિત આવકની પ્રા‌િપ્‍ત અટકે. સ્વાસ્થ્ય સાચવવું. નવા નાણાંકીય રોકાણો ટાળવા. માતૃ પક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભઃ
આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુખ સારું. મિત્રોથી લાભ મળે. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારું રહે. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ
માનસિક ચિંતા વધે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઈ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતિમાં સુધારો જણાય.

કર્કઃ
દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણીશીલતા, સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.

સિંહઃ
આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ‌ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી-ખાંસી, કફથી સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યાઃ
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારના સભઅયો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીની પ્રગતિથી આનંદ. સ્વાસ્થ્ય સારું રહેશે. આંખ તથા હાડકાં દુઃખાવાની કાળજી રાખવી.

તુલાઃ
નાણાંકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદ-વિવાદ ટાળવો. નોકરી-ધંધામાં ચિંતાનું વાતાવરણ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃશ્ચિકઃ
આત્મબળ વધતાં અગત્યના નિર્ણયો મક્કમતાથી લઈ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધનઃ
નાણાંકીય આવક વધતી જણાય. નાના-ભાઈ બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારું. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકરઃ
સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય. પરિણામે યશ-પ્રતિષ્‍ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટીરીયલ તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.

મીનઃ
મનમાં ચંચળતા વધે. વિચારવાયુનું પ્રમાણ વધે. ધન પ્રા‌િપ્‍તના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના, ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.