દેશ-વિદેશમાં આ ફળની છે જબરદસ્ત ડિમાન્ડ, તેની ખેતી કરવાથી થશે અઢળક કમાણી

Share this story

There is a huge demand for this fruit in

  • આજકાલ તો ભણેલા ગણેલા લોકો પણ ખેતી તરફ આકર્ષાય છે અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ધરખમ કમાણી કરે છે. ભારત આમ પણ કૃષિ પ્રધાન દેશ છે. હજુ પણ મોટા ભાગનો હિસ્સો ખેતી પર નિર્ભર છે. આવામાં તમે પણ ખેતી દ્વારા મોટી કમાણી કરી શકો છે.  (A large portion is still dependent on agriculture. In this way you can also earn big through farming)

આજકાલ તો ભણેલા ગણેલા લોકો (Educated people) પણ ખેતી તરફ આકર્ષાય છે અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ધરખમ કમાણી કરે છે. ભારત આમ પણ કૃષિ પ્રધાન દેશ (Minister of Agriculture Desh) છે. હજુ પણ મોટા ભાગનો હિસ્સો ખેતી પર નિર્ભર છે. આવામાં તમે પણ ખેતી દ્વારા મોટી કમાણી કરી શકો છે. અહીં અમે આજે એવા જ એક કમાણીના તરીકા પર વાત કરીશું જેમાં ખેતી દ્વારા તમે પણ આકર્ષક કમાણી કરી શકો.

કિન્નું એક (Kinnuṁ) એવું ફળ છે જેની વિદેશમાં ખુબ માંગણી છે. આ ફળથી તમે બંપર કમાણી કરી શકો છો. ભારતના લગભગ તમામ ક્ષેત્રોમાં કિન્નુની ખેતી સરળતાથી થઈ શકે છે. કિન્નુ ફળમાં વિટામિન સી પ્રચુર પ્રમાણમાં હોય છે. તે ખાટા અને મીઠા ફળોનો સંતુલિત આહાર છે. તેના સેવનથી શરીરમાં લોહી વધે છે અને હાડકા મજબૂત થાય છે. આ સાથે જ કિન્નુ ખાવાથી પાચન શક્તિ સારી થાય છે. તે લીંબુના વર્ગનું ફળ છે. જેમાં સંતરા, લીંબુ અને કિન્નુ જેવા ફળ સામેલ છે.

ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર ! આમ આદમી પાર્ટી વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો , જુઓ સંપૂર્ણ વિડીયો

કિન્નુ પંજાબનો પ્રમુખ પાક છે. ભારતમાં તેની ખેતી હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા, જમ્મુ કશ્મીર રાજ્યોમાં થાય છે. કિન્નુની ખેતી સમગ્ર ઉત્તર ભારતમાં થાય છે. કિન્નુના ફળમાંથી રસ પુષ્કળ પ્રમાણમાં મળે છે. જેની બજારમાં ખુબ ડિમાન્ડ હોય છે. આવામાં કિન્નુ ફળે બજારમાં પોતાની એક આગવી ઓળખ પણ બનાવી લીધી છે.

કેવી રીતે કરાય કિન્નુની ખેતી :

કિન્નુની ખેતી અનેક પ્રકારની જમીનમાં થઈ શકે છે. ચીકણી જમીન કે તેજાબી જમીન…કિન્નીની ખેતી સરળતાથી થઈ શકે છે. તેની ખેતી માટે જમીન એવી હોવી જોઈએ જેથી કરીને પાણી સરળતાથી બહાર નીકળી શકે. છોડના સારા વિકાસ માટે 5.5 થી 7.5 વચ્ચે pH વેલ્યૂવાળી જમીન હોવી જોઈએ.

કિન્નુની ખેતી કરવા માટે 13 ડિગ્રીથી 37 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનની જરૂર હોય છે. જ્યારે વરસાદની વાત કરીએ તો 300-400 મિલિમીટર સુધીનો વરસાદ સારા પાક માટે પૂરતો છે. પાક માટે હાર્વેસ્ટિંગ ટેમ્પ્રેચર 20-32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોવું જોઈએ.

કિન્નુના છોડ પર  લાગેલા ફળોનો રંગ જ્યારે આકર્ષક દેખાય ત્યારે તેને તરત તોડી ન લેવા. છોડ પરથી ફળ જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે ઉતારવા જોઈએ. ખેતરમાંતી આ ફળોને તોડવા માટે તમારે ડાંડીની જરૂર પડશે. આ ઉપરાંત કાતરની મદદથી પણ ફળ ઉતારી શકો છો. પાક ઉતારી લીધા બાદ તેને સારી રીતે ધોઈ લેવો જોઈએ અને છાયામાં સૂકવી દેવો જોઈએ.

કિન્નુના ઝાડ પરથી લગભગ 80થી 150 કિલો સુધી ફળ મળી શકે છે. કિન્નુના પાકને ગમે ત્યાં વેચી શકાય છે. પરંતુ બેંગ્લુરુ, હૈદરાબાદ, કોલકાતા, દિલ્હી, પંજાબ જેવા સ્થળોએ તેનું ખુબ વેચાણ થાય છે. એટલું જ નહીં શ્રીલંકા, સાઉદી અરબમાં પણ કિન્નુનું ખુબ વેચાણ થાય છે.

આ પણ વાંચો :-