ગુજરાતનાં લોકોને કેજરીવાલે કંસ કહ્યા હતા, રાજ્યના લોકો સારા છે નહીં તો પ્રવેશબંધી કરી દે : સી.આર.પાટીલ

Share this story

Kejriwal called the people of Gujarat “Kans”

  • ગુજરાતના લોકોને કેજરીવાલે કંસ કહ્યા હોવાનું જણાવી સી.આર. પાટીલે કેજરીવાલના કંસના વંશજો મુદ્દેના નિવેદનને લઇને પ્રતિક્રિયા આપી હતી.

કેજરીવાલના (Kejriwal) કંસના વંશજો મુદ્દે સી.આર.પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે (C.R. Patil) જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તરીકેના જવાબદાર પદ પર હોવા છતાં કેજરીવાલ બેફામ ખોટુ બોલી રહ્યા છે. તેમણે પોતાની વાણી પર કંટ્રોલ કરવો જોઇએ. તેમ ઉમેરી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કેજરીવાલ જેવુ ખોટું બોલવાવાળા વ્યક્તિને મે આજ સુધી જોયો નથી.

ગુજરાતના લોકોને કેજરીવાલે કંસ કહ્યા હતા : સી.આર.પાટીલ

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે જે  રીતે કેજરીવાલ ખોટું બોલી રહ્યાએ જોતા એમના વિષે કંઇ પણ કહેવું મુશ્કેલ છે. કારણ કે કેજરીવાલે કીધું હતું કે તેમનો જન્મ 16 ઓગસ્ટ 1968માં થયો હતો. જ્યારે 15 ઓગસ્ટ 1968ના રોજ જન્માષ્ટમી હતી. તો તેમને ખોટુ બોલવીની શું જરૂર પડી તે સમજવું મુશ્કેલ છે. વધુમાં ગુજરાતનાં લોકોને કેજરીવાલે કંસ કહ્યા હતા. (When 15 August 1968 was Janmashtami. So it is difficult to understand why they needed to lie. In addition, Kejriwal called the people of Gujarat Kans.)

આ તો ગુજરાતના લોકો સારા છે નહીં તો ગુજરાતના લોકોને કંસ કહેવું અને વોટ માંગવા આવવું ગુજરાતમાં સંભવ છે. ગુજરાતની જનતા સજ્જનતા છે બાકી બીજા કોઇ રાજ્યમાં આવું કહે તો લોકો રાજ્યમાં ઘુસવા પણ ન દે. તેમ અંતમાં સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું.

હર્ષ સંઘવીએ અરવિંદ કેજરીવાલ પર નિવેદન આપ્યું :

આ ઉપરાંત એક કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું કે તેમનો જન્મ દરેક ચૂંટણીમાં બદલાઈ જતો હોય  છે.

જેમાં કોઈ નવાઈની વાત નથી. ઉપરાંત ઉત્તરપ્રદેશની ચુંટણીમાં તેમની વાત અલગ હોય છે તો ઉતરાખંડ, દિલ્હી, પંજાબની ચૂંટણીમાં તેમની વાતો બદલાઇ જાય છે. જે  સૌ લોકો જાણે જ છે. પરંતુ ગુજરાતના લોકો એમને ઓળખી ગયા છે તેમ હર્ષ સંઘવીએ કહ્યું હતું.

આ પણ વાંચો :-