- દ્રૌપદી કા ડંડા શિખર પર ગયેલા ભાવનગરના બે યુવાન ફસાયા હતા. જેમાંથી કલ્પેશ બારૈયા જીવિત મળી આવ્યો હતો. પરંતુ અર્જુનસિંહ ગોહિલ હિમસ્ખલન થતાં ફસાઈ ગયા હતા. પરંતું છ દિવસ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો
ઉત્તરકાશીના (Uttarkashi) ડોકરાણી બામક ગ્લેશિયર વિસ્તારમાં રેસ્ક્યૂ ટીમે ગુજરાતી પર્વતારોહકનો (Gujarati mountaineer) મૃતદેહ બહાર કાઢ્યો છે. ગુજરાતના 5 યુવાનો ટ્રેકિંગ માટે ગયા હતા. જેમાંથી ચાર યુવકોનો જીવ બચી ગયો હતો. પરંતુ ભાવનગર (Bhavnagar) જિલ્લાનો એક પર્વતારોહી અર્જુનસિંહ ગોહિલ હજી પણ લાપતા હતો. જેનો મૃતદેહ 6 દિવસ બાદ બરફ નીચેથી મળી આવ્યો છે. અર્જુનસિંહને (Arjun Singh) યાદ કરીને તેના સાથી મિત્રો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. (But Arjun Singh Gohil, a mountaineer from Bhavnagar district, was still missing. His body was found under the snow after 6 days. Remembering Arjun Singh, his fellow friends were very emotional.)
પરિવાજનોમાં દુખનો માહોલ છવાયો :
ભાવનગરના પર્વતારોહી અર્જુનસિંહ ગોહિલનો મૃતદેહ 6 દિવસ બાદ બરફ નીચેથી મળી આવ્યો છે. દ્રૌપદી કા ડંડા શિખર પર ગયેલા ભાવનગરના બે યુવાન ફસાયા હતા. એડવાન્સ કોર્સ માટે ગયેલા ભાવનગરના બે યુવાનો કલ્પેશ બારૈયા અને અર્જુનસિંહ ગોહિલ હિમસ્ખલન થતાં ફસાઈ ગયા હતા. અગાઉ શોધખોળ દરમ્યાન કલ્પેશ બારૈયા ભાવનગરનો કલ્પેશ બારૈયા સહીસલામત મળી આવ્યો હતો.
જ્યારે કે જિલ્લાના ચિત્રાવાવ ગામના અર્જુનસિંહ ગોહિલની કોઈ ભાળ નહિ મળતા શોધખોળ હાથ ધરાઇ હતી. ઘણા દિવસની શોધખોળ બાદ પર્વતારોહી યુવાન અર્જુનસિંહ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે ચિત્રાવાવ ગામના આશાસ્પદ પર્વતારોહી યુવાનનો મૃતદેહ મળી આવતા ગામના લોકો શોકાતુર બન્યા છે.
મુખ્યમંત્રીએ સહાય જાહેર કરી :
ઉત્તરાખંડમાં માર્યા ગયેલા પર્વતારોહી યુવક માટે ગુજરાત સરકારે સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઉત્તરાખંડના હિમપ્રપાતમાં ભાવનગરના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામના પર્વતારોહક અર્જુનસિંહ ગોહિલના નિધનની ઘટનાથી દુ:ખની લાગણી અનુભવું છું. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. રાજ્ય સરકાર તેમના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાય આપશે.
આ પણ વાંચો :-