Govt employees know how much salary
- સરકારી કર્મચારીઓને તો બલ્લે બલ્લે થવા જઈ રહી છે. દેશમાં અત્યાર સુધીમાં સાત પે કમીશન આવ્યા છે. હવે દેશમાં આઠમું પે કમીશન બનવા જઈ રહ્યું છે.
કેન્દ્રીય કર્મચારીઓ (central government)ના પગાર માળખામાં ફેરફાર કરવા માટે દર દસ વર્ષે પગારપંચની રચના કરવામાં આવે છે. તેની ભલામણો થકી કેન્દ્રીય કર્મચારીઓનો પગાર નક્કી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 7 વાર પે કમિશન બનાવવામાં આવ્યું છે.
દેશમાં પ્રથમ પગારપંચની રચના જાન્યુઆરી 1946માં કરવામાં આવી હતી અને સાતમા પગારપંચની રચના 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી. હવે દેશમાં (8th pay commission) આઠમું પગાર પંચ બનશે. જેની કેન્દ્રીય કર્મચારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ક્યારથી આવશે આઠમું પગાર પંચ ?
આઠમું પગારપંચ (8th pay commission) 2024માં બનવાનો આયોજન થઈ રહ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે, 8મું પગારપંચ લાગુ થવાથી કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત થશે કેમે કે એમના પગારમાં જબરજસ્ત વધારો થઈ શકે છે.
જૂના પગાર પંચ કરતાં ઘણું અલગ હશે :
મીડિયાના રિપોર્ટ અનુસાર અગાઉના બધા પગાર પંચ કરતા આઠમું પગારપંચ ઘણું અલગ હશે. આમાં ફિટમેન્ટ ફેક્ટર કરતા અન્ય કોઈ ફોર્મ્યુલા દ્વારા સમીક્ષા કરવામાં આવશે. સાતમા પગારપંચને આઠ વર્ષ થઈ ગયા છે. જેથી કર્મચારી ગણમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. જો એવું થશે તો સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકોને સીધો લાભ મળશે. હાલમાં સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અત્યારે કોઈ પણ આઠમા પગારપંચ (8th pay commission)ની દરખાસ્ત વિચારણા હેઠળ નથી.
ફિટમેન્ટ ફેક્ટર વધી શકે :
સાતમા પગારપંચમાં ફિટમેન્ટ ફેક્ટરને 2.7 ગણો રાખવામાં આવ્યું હતું. જેના આધારે કેન્દ્રીય કર્મચારીઓના પગાર ધોરણમાં સુધારો કરવામાં આવ્યો હતો. આંકડાઓની સમીક્ષા કરતા જોઈએ તો સાતમા પગારપંચમાં સૌથી ઓછા પગાર પર વધારો મળ્યો હતો. જો કે બેઝિક સેલરી 18,000 રૂપિયા કરવામાં આવી હતી.
હવે આઠમા પગારપંચ (8th pay commission)માં ફિટમેન્ટ ફેક્ટર 3.68 ગણો વધારી શકે છે. એટલે કે લઘુતમ વેતન 18,000 ધરાવતા કર્મચારીઓનો પગાર 26,000 થઈ શકે છે અને આ બધો પગાર વધારો તેમના પરફોર્મન્સના આધારે કરવામાં આવશે. તેનાથી નીચલા ક્રમના કર્મચારીઓને વધુ લાભ થશે.
ક્યા પગાર પંચમાં કેટલો પગાર વધ્યો ?
ચોથા પગારપંચમાં કેટલો પગાર વધ્યો
પગાર વધારો: 27.6%
ન્યૂનતમ પગાર ધોરણ: રૂ. 750
5મા પગારપંચનો પગાર કેટલો વધ્યો
પગાર વધારો: 31%
લઘુત્તમ પગાર ધોરણ: રૂ. 2,550
6ઠ્ઠું પગારપંચ કેટલો પગાર વધ્યો (ફિટમેન્ટ ફેક્ટર)
ફિટમેન્ટ ફેક્ટર: 1.86 ગણું
પગાર વધારો: 54%
લઘુત્તમ પગાર ધોરણ: રૂ. 7,000
7મા પગાર પંચનો પગાર કેટલો વધશે ? (ફિટમેન્ટ ફેક્ટર)
ફિટમેન્ટ ફેક્ટર: 2.57 ગણો
પગાર વધારો: 14.29%
લઘુત્તમ પગાર ધોરણ: રૂ. 18,000
8મા પગાર પંચનો પગાર કેટલો વધશે ? (ફિટમેન્ટ ફેક્ટર)
ફિટમેન્ટ ફેક્ટર: 3.68 ગણું શક્ય
વધારો: 44.44%
લઘુત્તમ પગાર ધોરણ: 26000 રૂપિયા શક્ય
આ પણ વાંચો :-