Do this when the smartphone is lost
- જો તમારો સ્માર્ટફોન ચોરાઈ જાય છે અથવા ખોવાઈ જાય છે તો પહેલા આ કામ કરો નહીંતર તમારો બધો ડેટા અને એકાઉન્ટના પૈસા પણ ચોરાઈ શકે છે.
સ્માર્ટફોન (Smartphone) એક એવું ગેજેટ છે જેનો ઉપયોગ આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ કરે છે. ફોનનો ઉપયોગ કોઈને કોલ કરવા અથવા મેસેજ (Message) કરવા તેમજ અન્ય ઘણી વસ્તુઓ માટે કરી શકાય છે. આ જ કારણ છે કે આપણામાંના મોટાભાગના લોકો ફોન પર આધાર રાખે છે. આવી સ્થિતિમાં જો ભૂલથી આપણો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો આપણો જીવ અધ્ધર થઈ જાય છે.
આજે અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જો તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો તમારે તરત જ આ વસ્તુ કરવી જોઈએ. (Today we are going to tell you about some things that you should always be aware of. You should do this immediately if your phone is lost or stolen.)
ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તો સૌથી પહેલા આ કામ કરો :
તમને જણાવી દઈએ કે CEIR એક સત્તાવાર વેબસાઈટ છે જે Department of Telecommunications દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ વેબસાઇટનું કામ સ્માર્ટફોનની ચોરી અને તેના કારણે થતી ડેટાની ચોરીને ઘટાડવાનું છે. આ વેબસાઈટની મુલાકાત લઈને તમે એક ફોર્મ ભરીને તમારા ખોવાયેલા ફોનની જાણ કરી શકો છો. રિપોર્ટ કરવા માટે તમારે પહેલા FIR દાખલ કરવી પડશે. જો ફોન ખોવાઈ જાય, તો સૌ પ્રથમ ફોનને બ્લોક કરો.
ડેટા સાથે કરો આ કામ :
ફોનને બ્લોક કર્યા પછી ડેટાને રિમોટલી ઈરેજ કરો. જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો www.google.com/android/find પર જાઓ અને તમારા Google ID અને પાસવર્ડથી લોગ ઇન કરો. અહીં તમને ફોનની ડિટેલ્સ અને લોકેશન મોકલવામાં આવશે. હવે ‘સેટ અપ સિક્યોર’નો વિકલ્પ પસંદ કરો અને પછી તમારો ડેટા ઈરેઝ કરી નાખો. iPhone યુઝર્સ www.icloud.com/find/ પર જઈને, Apple ID અને પાસવર્ડ વડે લોગઈન કરીને આ કરી શકે છે.
બ્લોક કરો તમારૂ સિમ કાર્ડ :
આ બંને કામ કર્યા પછી હવે એક બીજું કામ કરવું જરૂરી છે અને તે છે સિમ કાર્ડ બ્લોક કરવું. તમારા ફોનના સિમ કાર્ડને બ્લોક કરવા માટે તમારે તમારા ટેલિકોમ ઓપરેટર પાસે જવું પડશે. આ કામ કરવા માટે, તમારે તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી FIRની નકલ લેવી જરૂરી છે. આની મદદથી ઓપરેટરને પૂછીને ફોનનું સિમ કાર્ડ બ્લોક કરી દો.
આ પણ વાંચો :-