ઓસ્કારમાં એન્ટ્રી મેળવનાર ગુજરાતી ફિલ્મ રિલીઝ થાઈ તે પહેલા જ બાળ કલાકારનું નિધન, ૧૦ વર્ષની ઉંમરે દુનિયાને કીધું અલવિદા…

Share this story

A child actor passed away before the release

  • કોઈ વિચારી પણ ન શકે કે જે બાળકની ફિલ્મ ઓસ્કારમાં પહોંચે તે પહેલા જ તેનુ નિધન થાય… છેલ્લો શો ફિલ્મમાં કામ કરનાર બાળ કલાકારનું માત્ર 10 વર્ષની વયે નિધન થયું છે…

ઓસ્કારમાં (Oscar) એન્ટ્રી મેળવનાર ગુજરાતી ફિલ્મ (Gujarati movie) છેલ્લો શો માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ફિલ્મમાં કામ કરનાર બાળ કલાકાર રાહુલ કોળીનું (Rahul Koli) 10 વર્ષની વયે નિધન થયું છે. 2 ઓક્ટોબરના રોજ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં (Cancer Hospital) લ્યુકેમિયાના કારણે તેનું નિધન થયું છે. ફિલ્મમાં 6 બાળ કલાકાર મુખ્ય રોલમાં છે.

જેમાંનો એક રાહુલ કોળી હતો. રાહુલે ફિલ્મમાં સિગ્નલમેનના (signalman) પુત્ર અને મુખ્ય પાત્ર સમયના ખાસ મિત્ર મનુની ભૂમિકા ભજવી હતી. (Rahul played the role of Manu, the son of a signalman and a special friend of the main character in the film.)

ફિલ્મ વિશે…

દિગ્દર્શક પાન નલિનની ગ્રામીણ ગુજરાતમાં બાળપણમાં ફિલ્મોના પ્રેમમાં પડવાની પોતાની યાદોથી પ્રેરિત, ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ડિજિટલ ક્રાંતિની વાત કરે છે. ઉપરાંત પ્રકાશ અને પડછાયાનું વિજ્ઞાન જે સેલ્યુલોઇડ ફિલ્મ પ્રોજેક્શન પાછળ રહેતી એવી ફિલ્મોના જાદુમાં ફસાયેલા નવ વર્ષના છોકરાને અનુસરે છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

સામાજિક દબાણો અને આર્થિક અનિશ્ચિતતા બંનેથી લડીને, તે “ફિલ્મ શો” માટેના તેના જુસ્સાને એક-દિમાગી નિષ્ઠા સાથે આગળ ધપાવે છે, જે તકનીકી ઉથલપાથલથી તેના સપનાને નુકસાન પહોંચાડતી વાતથી બેધ્યાન છે. આ એક અધિકૃત, ઓર્ગેનિક અને ભાવનાત્મક રીતે જોડાયેલ ડ્રામા ફિલ્મ છે જે ફિલ્મો, જમવાનું અને મિત્રોની આસપાસ ફરે છે.

કેન્સરથી રાહુલ કોળીનું નિધન :

કોઈ વિચારી પણ ન શકે કે જે બાળકની ફિલ્મ ઓસ્કારમાં પહોંચે તે પહેલા જ તેનુ નિધન થાય. જે દિવસે આ ફિલ્મ રિલીઝ થશે તેના આગલા દિવસે રાહુલ કોળીનું તેરમુ હશે. 14 ઓક્ટોબરે છેલ્લો શો મૂવી રિલિઝ થશે ત્યારે રાહુલના નિધનને 13 દિવસ એટલે કે તેનું તેરમું થશે. 2 ઓક્ટોબરના રોજ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયાના કારણે રાહુલ કોળીનું નિધન થયું છે. દીકરાના મોતથી કોળી પરિવારમા માતમ છવાયો છે. રાહુલના પિતા રામુ કોળી રીક્ષા ડ્રાઈવર છે.

પરિવારે વ્હાલસોયાને ગુમાવ્યો :

જે ફિલ્મ રાહુલની સફળતાની સીડી હતી. તેને થિયેટરમાં જોતા પહેલા જ તેનુ નિધન થયું. આ ફિલ્મ માટે તે ખૂબ જ ખુશ હતો. તે કહેતો કે આ ફિલ્મ બાદ પરિવારનું જીવન બદલાઈ જશે. પરંતુ એવુ ન થયું. પરિવાર ખુશીના દિવસો જુએ તે પહેલા જ વ્હાલસોયાને ગુમાવ્યો.

આ પણ વાંચો :-