લો બોલો ! શોપિંગ મોલમાં વેચાઈ રહ્યા છે 10 રૂપિયાના છાણના પેકેટ, મળ્યો 3 ટન લિપણના છાણનો ઓર્ડર

Share this story

Speak up! Dung packets of 10 rupees

  • આ દિવાળીએ રાયપુરના ગોકુલ નગર તબેલાની દેશી ગાયોનું છાણ હવે લોકોને પોસાય તેવા ભાવે સી-માર્ટ પર ઉપલબ્ધ થશે. આ દેશી ગાયનું છાણ સી-માર્ટમાં લોકોને એક કિલોના પેકેટમાં ઉપલબ્ધ થશે.

આ મહિનાની 24 તારીખે દિવાળી છે. દિવાળીના (Diwali) અવસર પર, પૂજા અને પવિત્ર વિધિઓ પાંચ દિવસ અગાઉથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં પૂજા કરવા અથવા ગૌરી ગણેશ (Gauri Ganesh) બનાવવા માટે સાથે જ સ્થાનને પવિત્ર કરવા માટે દેશી ગાયના છાણની (Cow Dung) ઉપલબ્ધતા એ શહેરોમાં એક મોટી સમસ્યા છે.

ત્યાં જ આ વર્ષે શહેરોમાં પૂજા ઘરના લિપણ માટે કોઈ મુશ્કેલી નહીં આવે. તમને જણાવી દઈએ કે છત્તીસગઢના રાયપુરમાં સસ્તામાં લિપણ માટે છાણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

લિંપણ માટે વપરાય છે ગાયનું છાણ   :

હિન્દુ ધર્મમાં તીજ-તહેવારોમાં ગાયના છાણના ઉપયોગનું પોતાનું મહત્વ છે. કોંક્રીટના રણની જેમ વિકસતા શહેરોમાં દેશી ગાયનું છાણ શોધવું એ લોકો માટે ઘણું મુશ્કેલ કામ છે. ક્યારેક આવા પ્રસંગોએ શહેરની બહારના ગામડાઓમાંથી ગ્રામજનો પાસેથી મંગાવીને ગાયનું છાણ લાવવું પડે છે. આ દિવાળીએ રાયપુરના રહેવાસીઓને આ સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે. રાયપુરમાં ગાયનું છાણ માત્ર 10 રૂપિયામાં મળશે.

સી માર્ટમાં થશે છાણનું વેચાણ  :

રાયપુરના ગોકુલ નગર તબેલાની દેશી ગાયોનું છાણ હવે સી-માર્ટમાં લોકોને પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થશે. ગોકુલ નગર ઝોન 6 ના  તબેલામાં કામ કરતી મહિલા સ્વ-સહાય જૂથની સભ્ય દેશી ગાયના છાણનું આકર્ષક પેકિંગ કરી રહી છે. અહીં લિપિંગ માટે દેશી ગાયના છાણમાં કલર ભેળવીને તેને લાલ, પીળો, લીલો અને વાયોલેટ કલર આપવામાં આવી રહ્યો છે. આ દેશી ગાયનું છાણ સી-માર્ટમાં લોકોને એક કિલોના પેકેટમાં ઉપલબ્ધ થશે.

3 ટન લિપણના છાણનો મળ્યો ઓર્ડર  :

સ્વ-સહાય જૂથના પ્રમુખ નીલમ અગ્રવાલે જણાવ્યું હતું કે ગયા વર્ષે ઘણા લોકો ગાયનું છાણ માંગવા આવતા હતા, જે મફત આપવામાં આવતું હતું. આથી આ વર્ષે મહિલાઓ માટે આવકનો નવો સ્ત્રોત બનાવી તબેલામાં જ તેને તૈયાર કરીને વેચવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

તબેલામાં 400 થી વધુ દેશી ગાયો છે જેમાંથી દરરોજ લગભગ 3 હજાર કિલો છાણ મળે છે. આ છાણનો ઉપયોગ કરીને અનેક પ્રકારના ઉત્પાદનો બનાવવામાં આવે છે અને આ વર્ષે દિવાળી પહેલા ત્રણ ટન લિપણ માટેના છાણ તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેનું વેચાણ સી-માર્ટ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો :-