Home Blog Page 1285

ક્રિકેટમાં કમાલ કર્યા બાદ હવે ફિલ્મી દુનિયામાં ધમાલ મચાવશે ધોની? સાઉથની સુપરસ્ટાર સાથે થઈ શકે છે શરૂઆત

After doing great in cricket

  • હાલ જણાવ મળ્યું છે કે ધોની તેના કરિયરની નવી મેચ રમવા માટે તૈયાર છે. ધોનીની પહેલી ફિલ્મમાં સાઉથની આ અભિનેત્રી નજર આવશે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને (Former Indian Cricket Team Captain Mahendra Singh Dhoni) દરેક લોકો ઓળખે છે. એમની રમતને લોકો આજે પણ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યાદ કરે છે. ધોનીનું નામ ઘણી વખત મનોરંજન ઇન્ડસ્ટ્રી (Entertainment Industry) સાથે જોડવામાં આવ્યું એ વિશે અઆપણે બધા જાણીએ છીએ.

ધોનીના કરિયરની શરૂઆતમાં તેનું નામ અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું હતું એ પછી એવું કહેવામાં આવતું હતું કે ધોની નિવૃત્તિ પછી અભિનય તરફ જઈ શકે છે. જો કે આ બધી વાતો બસ અફવા બનીને રહી ગઈ હતી.  (After Dhoni’s name was linked with actresses early in his career, it was said that Dhoni might turn to acting after retirement)

PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ

આ બધા પછી એક નવા સમાચાર સામે આવ્યા છે અને તેમ જણાવ મળ્યું છે કે ધોની તેના કરિયરની નવી મેચ રમવા માટે તૈયાર છે. વર્ષ 2019માં ધોનીએ તેનું પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેઈનમેન્ટ શરૂ કર્યું હતું એ વિશે આપણે બધા જાણીએ છીએ. હાલ એ પ્રોડક્શન હાઉસ ધોની તેની પત્ની સાક્ષી સાથે ચલાવે છે. હાલ એવી માહિતી મળી છે કે ધોની હવે તેના એ પ્રોડક્શન હાઉસને મોટા સ્તરે લઈ જવા માટે તૈયાર છે અને હવે જલ્દી જ ફિલ્મો પણ લાવશે.

સાઉથની આ અભિનેત્રી સાથે આવશે પહેલી ફિલ્મ  :

કેહાલ આ વાતને લઈને અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ધોની એન્ટરટેઈનમેન્ટ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોના પ્રોડકશનમાં આગળ વધવાનું વિચારી રહ્યા છે.જો કે આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધોનીની પહેલી ફિલ્મની અભિનેત્રી લેડી સુપરસ્ટાર નયનતારા હશે. જો કે આ અહેવાલોને હજુ કોઈ તરફથી સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચો :-

ટ્રેનની વચ્ચે જ કેમ લગાવવામાં આવે છે એસી કોચ ? કઇંક આવું છે તેની પાછળનું કારણ

0

Why is the AC coach installed in the

  • શા માટે ટ્રેનની વચ્ચે એસી કોચ લગાવવામાં આવે છે? એ પ્રશ્નનો જવાબ અમે તમને આપવા જઈ રહ્યા છીએ.

ભારતીય રેલ્વે (Indian Railways) નેટવર્કની ગણતરી વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં કરવામાં આવે છે એ વાર આપણે બધા જાણીએ જ છીએ. ઇંડિયન રેલ્વે દેશના સરહદી વિસ્તારોને (Border areas) મોટા મોટા મહાનગરો સાથે જોડવાનું કામ કરે છે અને આપણી ભારતીય રેલ્વે વધુ સરળ અને મુસાફરી કરવાનું સુરક્ષિત માધ્યમ છે. આ જ કારણે છે દેશમાં દરરોજ કરોડો લોકો ભારતીય રેલ્વે (Indian Railways) દ્વારા મુસાફરી કરે છે.

આપની ભારતીય રેલ્વે સાથે જોડાયેલી ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે તમે વધુ નહીં જાણતા હોવ અને આજે અમે તમને એવી જ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. શું તમે જાણો છો કે એસી કોચ હંમેશા ટ્રેનની વચ્ચે જકેમ લગાવવામાં આવે છે? આ વસ્તુ આપણે બધા એ જોઈ હશે પણ આ પ્રશ્નનો જવાબ આપણે નહીં જાણતા હોઈએ. આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ટ્રેનમાં એન્જિન પછી જનરલ કોચ લગાવવામાં આવે છે અને પછી વચ્ચે સ્લીપર અને એ પછી એસી કોચ હોય છે. એસી કોચ પછી પછી ફરીથી સ્લીપર કોચ અને જનરલ કોચ રાખવામાં આવે છે. શા માટે ટ્રેનની વચ્ચે એસી કોચ લગાવવામાં આવે છે? એ પ્રશ્નનો જવાબ અમે તમને આપવા જઈ રહ્યા છીએ.

શા માટે ટ્રેનની વચ્ચે એસી કોચ લગાવવામાં આવે છે?

– મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેનની વચ્ચે એસી કોચ લગાવવામાં આવે છે. રેલ્વે સ્ટેશનો પર એક્ઝિટ ગેટ તેની બરાબર મધ્યમાં હોય છે.

– એવામાં જે મુસાફરો એસી કોચમાં મુસાફરી કરે છે એમને સામાન સાથે મુસાફરીમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી રહે ત્યારે ટ્રેનમાંથી ઉતરીને સીધા એક્ઝિટ ગેટ સુધી પહોચી જાય.

PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ

– ટ્રેનની વચ્ચે એસી કોચ અંગ્રેજોના સમયથી લગાવવામાં આવ્યા હતા અને શરૂઆતના દિવસોમાં ટ્રેનમાં સ્ટીમ એન્જિન હતા. તે સમયગાળા દરમિયાન આગળના ભાગમાં એસી કોચ લગાવવામાં આવતા હતા અને એન્જિનના અવાજને કારણે કોચની અંદર ઘણો અવાજ આવતો હતો અને યાત્રીઓને સમસ્યા થતી હતી.

– એવામાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એસી કોચને એન્જિનથી દૂર લગાવવામાં આવ્યા હતા અને આ કારણોસર હજુ સુધી ટ્રેનની વચ્ચે જ એસી કોચ લગાવવામાં આવે છે.

આ પણ વાંચો :-

 

12 ઓક્ટોબર 2022 રાશિફળ : ગણપતિ બાપાની અસીમ કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

12 October 2022 Horoscope : Gujarat Guardian

મેષઃ
માનસિક પરિતાપ રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. વસ્ત્રો ચોરાઈ જવાની શક્યતા. સંગીતના સાધનો, સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉક્ટરો, ફોટોગ્રાફી જેવા ધંધામાં પ્રગતિ સંભવે. છુપા પ્રેમસંબંધો પકડાઈ જાય. પતિની વાણી કડવી થાય.

વૃષભઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. કાર્ય સફળતા દૂર ભાગતી જણાય. સંતાનની પ્રગતિ સંભવે. માતા સાથે મતભેદની શક્યતા. માતાની તબિયત સાચવવી.

મિથુનઃ
મનોબળ મજબૂત બને. થોડું અક્કડ વલણ રહેવા પામે. ધારેલી આવક આવવામાં મુશ્કેલી પડે. કાર્યક્ષેત્રે ધંધામાં સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં વિખાવદ ટાળવો. સ્વાસ્થ્ય સારું રહેશે. સોબતનું ધ્યાન રાખવું.

કર્કઃ
મગજના રોગોથી સાચવવું. માથાના દુઃખાવાને નજરઅંદાજ ન કરવો. વિશ્વાસઘાત થવાના યોગ છે. આવક વધતી જણાય. શેરબજારના રોકાણોમાં લાભ. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ.

સિંહઃ
સફળતા માટે નકારાત્મક વિચારો ઉપર કાબુ જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયદો. પરિવારમાં આનંદ. મોજશોખમાં ખર્ચ વધે. શરદી-ખાંસી વધે. થાક લાગે. ભાગ્ય બળવાન. મિત્રોનો સહકાર મળે.

કન્યાઃ
કરેલા કાર્ય સફળ થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી. પડવા-વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંધી પ્રશ્નો ઉકેલાય. ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

તુલાઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
માનસિક પરિતાપ-ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

ધન:
માનસિક અશાંતિ વધે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી-ધંધામાં સારું. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

મકરઃ
વિચારોમાં સ્થિરતા વધે. માન-સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ઈચ્છાશક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ-વાહન સુખમાં વધારો.

મીનઃ
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે.

આ પણ વાંચો :-

અલ્પેશ ઠાકોરનું પત્તું કાપવા ભાજપના બે ઠાકોર નેતાઓ મેદાને, સમીમાં કર્યું શક્તિપ્રદર્શન

0

Two Thakor leaders of BJP made a

  • સમી તાલુકાના રણાવાડા ગામે ‘જીતશે સ્થાનિક હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક’ના સ્લોગન સાથે રાધનપુર વિધાનસભા અઢારે આલમનું મહાસંમેલન યોજાયું હતું.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે અને ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓની સક્રિયતા પણ વધી છે.

તેવામાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાધનપુર (Radhanpur) વિધાનસભામાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના જ સ્થાનિક આગેવાનોમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. ભાજપના બે પૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોરનો (Alpesh Thakor) વિરોધ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

રણાવાડા ગામે યોજાયું અઢારે આલમનું મહાસંમેલન :

તાજેતરમાં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અલ્પેશ ઠાકોરના ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. જે બાદ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર દ્વારા સ્થાનિક ઉમેદવારની માંગ સાથે અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાઇ રહ્યો છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા.

ત્યારે આજે પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરની આગેવાનીમાં ‘જીતશે સ્થાનિક હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક’ના સ્લોગન સાથે સમીના રણાવાડા ગામે રાધનપુર વિધાનસભા અઢારે આલમનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઠાકોર, ચૌધરી, માલધારી, આહિર સમાજના લોકો હાજર રહ્યા હતા.

સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે એવી ઉઠી માંગ :

મહાસંમેલનના સભા સ્થળે મોટી સખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ સંમેલનમાં ભાજપમાંથી સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે એવી માંગ ઉઠી હતી.  હાલ એવી અટકળો ચાલી રહી છે કે રાધપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે.

રાધનપુરના બે પૂર્વ ધારાસભ્ય સહિત અઢારે આલમ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ હોવાના સૂર આ વિસ્તારમાં ઉઠવા પામ્યો છે. ભાજપના નેતા નાગરજી ઠાકોર-લવિંગજી ઠાકોર જૂથ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :-

દેવામાં ડૂબેલ હતો ‘તારક મહેતા..’નો આ એક્ટર, સિરિયલમાં આવ્યા પછી બદલાઈ હતી કિસ્મત

This actor of ‘Tarak Mehta..’, who was

  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના દરેક પાત્ર વિશે તો લગભગ બધા બધુ જાણે જ છે પરંતુ શું તમે રોશન સિંહ સોઢીના વાસ્તવિક જીવનથી વાકેફ છો?

બદલાતા સમય સાથે બદલાવ જરૂરી છે. હિટ બનવા માટે બદલાવ જરૂરી છે. ટીવીના સુપરહિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ની (Tarak Mehta Ka Ulta Chashma) સફળતા સામે આ બધી વાતો ખોટી સાબિત થઈ રહી છે. 28 જુલાઈ, 2008ના રોજ શરૂ થયેલ આ શો એ લાંબા સમય સુધી ટીઆરપી લિસ્ટમાં અને લોકોના દિલ પર પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે.

ટીવી જગતના સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંનો એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ એ દરેક લોકોને પસંદ આવતો એક શો છે. આ કોમેડી સિરિયલ લગભગ 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે.

શોની સ્ટારકાસ્ટ ભલે લાંબી હોય પરંતુ લોકો દરેક પાત્રને ખૂબ પસંદ કરે છે. શોમાં દરેક કેરેક્ટરની પોપ્યુલારિટી અલગ છે. પરંતુ શોમાંથી ઘણા સ્ટાર્સે અલવિદા કહી દીધુ છે અને બીજી ઈન્ડસ્ટ્રીમાં પોતાનો રસ્તો બનાવ્યો છે. જોકે શોને ક્વિટ કરનાર આ સ્ટાર્સની કિસ્મત ત્યાં ચમકી નથી શકી અને ન તો એ પ્રકારનું સ્ટાર્ડમ મળ્યું જે તમને તારક મહેતામાં મળ્યું હતું.

આ શોમાં શરૂઆતથી જ કામ કરતા કલાકારોથી લઈને આ શોને અલવિદા કહી ચૂકેલા કલાકારો પણ ચાહકોના દિલમાં વસી ગયા છે. શોના દરેક પાત્ર વિશે તો લગભગ બધા બધુ જાણે જ છે પરંતુ શું તમે રોશન સિંહ સોઢીના વાસ્તવિક જીવનથી વાકેફ છો?

ઘણી પરેશાનીનો કર્યો છે સામનો  :

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હંમેશા પાર્ટી-શાર્ટી માટે તૈયાર રહેતા રોશન સિંહ સોઢીનું સાચું નામ ગુરચરણ સિંહ છે. ગુરચરણ સિંહે સોઢીના કરેકેટરમાં પોતાની શાનદાર સ્ટાઈલથી આ શોમાં અલગ ઓળખ ઊભી કરી છે. જો કે આજે ભલે તે આ શોનો ભાગ નથી આપણ જ્યારે પણ રોશન સિંહ સોઢીની વાત આવે છે.

તારક મહેતા : બબીતા થી લઈને અંજલિ સુધી, અસલ જીવનમાં કુંવારા છે આ સિતારાઓ, એક ની ઉંમર તો ૪૬ વર્ષની છે - Adhuri Lagani

ત્યારે ગુરચરણ સિંહનો ચહેરો સૌથી પહેલા સામે આવે છે. આટલું નામ મેળવતા પહેલા એમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો એમને કર્યો હતો. ગુરુચરણ સિંહ એક સમયે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને મજબૂરીમાં તેઓ મુંબઈ આવ્યા હતા.

તારક મહેતા શોમાં આવી રીતે મળ્યો રોલ  :

શો માં શરૂઆતમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહે પોતાના એક લાઈવ વીડિયોમાં કહ્યું હતું કે ‘હું એવા સમયે મુંબઈ આવ્યા હતા જ્યારે મારા પર ઘણો કર્જ હતો અને લોકો પૈસા માંગવા મારી પાછળ પડ્યા હતા. જ્યારે ક્યાંયથી આશા ન મળી ત્યારે મુંબઈ આવી ગયો અને છ મહિનામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં રોલ મળી ગયો હતો.’

અત્યાર સુધી બે સોઢી બદલાયા :

તારક મહેતા શોની શરૂઆતથી જ ગુરચરણ સિંહ તેનો એક હિસ્સો હતા પણ એમને 2013માં શો છોડી દીધો હતો. પણ લોકોની માંગને કારણે 2014માં પરત ફર્યા હતા અને છ વર્ષ સુધી કામ કર્યા પછી એમને ફરી એકવાર વર્ષ 2020માં શોને અલવિદા કહી દીધું હતું. એ પછી એમની જગ્યા પર બલવિંદર સિંહ સૂરી લેવામાં આવ્યા છે જે રોશન સિંહ સોઢીનો રોલ કરી રહ્યો છે.

આ પણ વાંચો :-

ચાર સંતાનોનો પિતા સુરતમાં 17 વર્ષની સગીરાને ભગાડી ગયો, લવ-જેહાદના કેસમાં પોલીસે હાથ ધરી તપાસ

Father of four children abducted

  • સુરતમાં લવ જેહાદના ષડયંત્રના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે શહેરમાંથી વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. 17 વર્ષની તરૂણીને 48 વર્ષનો વિધર્મી ભગાડી જતા ખળભળાટ મચી ગયો છે.

સુરતમાં લવ જેહાદનો (Love Jihad) વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 17 વર્ષની સગીરાને ચાર સંતાનોનો પિતા ભગાવી જતાં મામલો તંગ બન્યો છે. હાલ સચિન પોલીસ (Sachin Police) રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે.

ચાર સંતાનોનો પિતા 17 વર્ષની કિશોરીને ભગાડી ગયો :

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના સચિન વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરી હોજીવાલા ઈન્ડસ્ટ્રીઅલ (Hojiwala Industrial) એસ્ટેટ ખાતે નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. 17 વર્ષની કિશોરી લાજપોર ગામ ખાતે આવેલ જુમ્મા મસ્જિદ ફળીયામાં રહેતા 48 વર્ષીય અબ્દુલ હમીદ હાસીમ મઢીની રીક્ષામાં દરરોજ નોકરીએ આવતી જતી હતી. આ રીક્ષા ચાલક કિશોરીને પ્રેમજાળમાં (Love trap) ફસાવીને ભગાડી જતાં કિશોરીના ફોઈએ સચિન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

લવ જેહાદના કિસ્સાથી હિન્દુ સંગઠનોમાં રોષ  :

સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 48 વર્ષીય રીક્ષા ચાલકને ચાર સંતાનો છે. જેમાંથી 2 દીકરીના તો લગ્ન પણ થઈ ગયા છે. રીક્ષા ચાલક સામે અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અબ્દુલ હમીદ હાસીમ મઢી અને તરૂણીના મોબાઇલ ફોનની કોલ ડીટેઇલને આધારે તપાસ કરવામાં આવી રહી છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

ચાર સંતાનોનો વિધર્મી પિતા હિન્દુ તરૂણીને ભગાવી જતાં મામલો તંગ બન્યો છે. હિન્દુ સંગઠનોમાં પણ રોષ વ્યાપી ગયો છે. વાતાવરણ બગડે નહીં તેની પર પોલીસ નજર રાખી રહી છે.

આ પણ વાંચો :-

લો બોલો ! શોપિંગ મોલમાં વેચાઈ રહ્યા છે 10 રૂપિયાના છાણના પેકેટ, મળ્યો 3 ટન લિપણના છાણનો ઓર્ડર

0

Speak up! Dung packets of 10 rupees

  • આ દિવાળીએ રાયપુરના ગોકુલ નગર તબેલાની દેશી ગાયોનું છાણ હવે લોકોને પોસાય તેવા ભાવે સી-માર્ટ પર ઉપલબ્ધ થશે. આ દેશી ગાયનું છાણ સી-માર્ટમાં લોકોને એક કિલોના પેકેટમાં ઉપલબ્ધ થશે.

આ મહિનાની 24 તારીખે દિવાળી છે. દિવાળીના (Diwali) અવસર પર, પૂજા અને પવિત્ર વિધિઓ પાંચ દિવસ અગાઉથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં પૂજા કરવા અથવા ગૌરી ગણેશ (Gauri Ganesh) બનાવવા માટે સાથે જ સ્થાનને પવિત્ર કરવા માટે દેશી ગાયના છાણની (Cow Dung) ઉપલબ્ધતા એ શહેરોમાં એક મોટી સમસ્યા છે.

ત્યાં જ આ વર્ષે શહેરોમાં પૂજા ઘરના લિપણ માટે કોઈ મુશ્કેલી નહીં આવે. તમને જણાવી દઈએ કે છત્તીસગઢના રાયપુરમાં સસ્તામાં લિપણ માટે છાણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

લિંપણ માટે વપરાય છે ગાયનું છાણ   :

હિન્દુ ધર્મમાં તીજ-તહેવારોમાં ગાયના છાણના ઉપયોગનું પોતાનું મહત્વ છે. કોંક્રીટના રણની જેમ વિકસતા શહેરોમાં દેશી ગાયનું છાણ શોધવું એ લોકો માટે ઘણું મુશ્કેલ કામ છે. ક્યારેક આવા પ્રસંગોએ શહેરની બહારના ગામડાઓમાંથી ગ્રામજનો પાસેથી મંગાવીને ગાયનું છાણ લાવવું પડે છે. આ દિવાળીએ રાયપુરના રહેવાસીઓને આ સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે. રાયપુરમાં ગાયનું છાણ માત્ર 10 રૂપિયામાં મળશે.

સી માર્ટમાં થશે છાણનું વેચાણ  :

રાયપુરના ગોકુલ નગર તબેલાની દેશી ગાયોનું છાણ હવે સી-માર્ટમાં લોકોને પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થશે. ગોકુલ નગર ઝોન 6 ના  તબેલામાં કામ કરતી મહિલા સ્વ-સહાય જૂથની સભ્ય દેશી ગાયના છાણનું આકર્ષક પેકિંગ કરી રહી છે. અહીં લિપિંગ માટે દેશી ગાયના છાણમાં કલર ભેળવીને તેને લાલ, પીળો, લીલો અને વાયોલેટ કલર આપવામાં આવી રહ્યો છે. આ દેશી ગાયનું છાણ સી-માર્ટમાં લોકોને એક કિલોના પેકેટમાં ઉપલબ્ધ થશે.

3 ટન લિપણના છાણનો મળ્યો ઓર્ડર  :

સ્વ-સહાય જૂથના પ્રમુખ નીલમ અગ્રવાલે જણાવ્યું હતું કે ગયા વર્ષે ઘણા લોકો ગાયનું છાણ માંગવા આવતા હતા, જે મફત આપવામાં આવતું હતું. આથી આ વર્ષે મહિલાઓ માટે આવકનો નવો સ્ત્રોત બનાવી તબેલામાં જ તેને તૈયાર કરીને વેચવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

તબેલામાં 400 થી વધુ દેશી ગાયો છે જેમાંથી દરરોજ લગભગ 3 હજાર કિલો છાણ મળે છે. આ છાણનો ઉપયોગ કરીને અનેક પ્રકારના ઉત્પાદનો બનાવવામાં આવે છે અને આ વર્ષે દિવાળી પહેલા ત્રણ ટન લિપણ માટેના છાણ તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેનું વેચાણ સી-માર્ટ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો :-

લેપટોપ પર કામ કરતી વખતે તમે પણ કરો છો આવી ભૂલ ? તો ચેતી જજો, ગુમાવવું પડી શકે છે પિતા બનવાનું સુખ

Do you also make such a mistake while

  • લેપટોપ પર કામ કરવું તમારા પિતા બનવાનું સપનું તોડી શકે છે. વર્ક ફ્રોમ હોમમાં ખૂબ જ ગમતી આ ખરાબ આદત તમારે છોડી દેવી જોઈએ.

મહિલાઓની સાથે પુરુષોમાં પણ ઈનફર્ટિલિટીનો ગ્રાફ (Graph of Infertility) સતત વધી રહ્યો છે. સમસ્યાનું કારણ એક જ છે કે બદલાયેલી જીવનશૈલીમાં અનેક બિનજરૂરી વસ્તુઓની દખલ અને વધુ પડતો ઉપયોગ. જેમ કે સ્ત્રીઓના ટાઈટ ફિટિંગ જીન્સ અને હાઈ હીલ્સનો (High heels) વધુ પડતો ઉપયોગ તેમને બીમાર અને ઈનફર્ટાઈલ બનાવે છે.

એ જ રીતે ધુમ્રપાન, ડ્રિંકિંગ, મોડી રાતની પાર્ટીઓ, નશો વગેરે તેમજ લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરવું અને લેપટોપને ખોળામાં રાખીને કામ કરવાથી પુરુષોમાં ઈનફર્ટિલિટીની સમસ્યા વધી રહી છે. (Similarly, smoking, drinking, late night parties, drunkenness, etc., as well as long hours of working on a laptop and working with a laptop on the lap are increasing the problem of infertility in men)

લેપટોપ ઈનફર્ટિલિટી કેવી રીતે વધારે છે ?

  • પુરુષોમાં ઈનફર્ટિલિટી અથવા નપુંસકતા વધવાનું કારણ લેપટોપ પણ માનવામાં આવે છે કારણ કે જે પુરુષો તેમના ખોળામાં અથવા તેમની જાંઘ પર લેપટોપ સાથે કામ કરે છે, લેપટોપમાંથી નીકળતી ગરમીને કારણે તેમના અંડકોષનું તાપમાન 1 થી 2 ડિગ્રી વધી જાય છે.
  • સ્પર્મ અંડકોષમાં એટલે કે અંડકોષમાં જ ઉત્પન્ન થાય છે. જ્યારે લેપટોપની ગરમીને કારણે અંડકોષનું તાપમાન એકથી બે ડિગ્રી વધી જાય છે. જેથી સ્પર્મની સંખ્યા 40 ટકા ઘટી જાય છે. જેના કારણે પુરુષોમાં ઈનફર્ટિલિટીની સમસ્યા થાય છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

  • જ્યારે તાપમાન માત્ર 1 થી 2 ડિગ્રી વધે છે ત્યારે અંડકોષમાં સ્પર્મની સંખ્યા 40 ટકા ઘટી જાય છે, જ્યારે જો લેપટોપને આખો દિવસ ખોળામાં રાખીને કામ કરવામાં આવે અથવા જો તેને કલાકો સુધી જાંઘ પર આ રીતે રાખવામાં આવે તો તાપમાન વધે છે. અંડકોષ 5 ડિગ્રી સુધી વધી શકે છે. હવે વિચારો… જો આવું થાય તો સ્પર્મનું શું થાય અને સ્પર્મની ગુણવત્તા કેટલી ઘટી શકે છે.
  • કારણ કે લેપટોપની ગરમીને કારણે સ્પર્મ કાઉન્ટ પર અસર થવાની સાથે સ્પર્મની ગુણવત્તા પર ખરાબ અસર પડે છે અને સ્પર્મની ગુણવત્તા નબળી હોવાને કારણે પુરુષો પિતા બનવાના આનંદથી વંચિત રહી જાય છે.

જેનાઈટલ ઓર્ગન્સ પર લેપટોપની ખરાબ અસરથી કઈ રીતે બચી શકાય ?

  • ગુપ્તાંગ પર ખરાબ અસર ન પડે તે માટે સૌથી પહેલા લેપટોપને ખોળામાં રાખીને કામ કરવાની આદત છોડી દો. જો જરૂરી હોય તો, તમે એક કે બે કલાક માટે આ કરી શકો છો, પરંતુ રોજિંદા આદત ન બનાવો.
  • કામ કરતી વખતે, લેપટોપમાંથી માત્ર ગરમી જ નહીં પરંતુ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પણ બને છે. એટલે કે, EMF અને તેની અસર એટલી ખરાબ હોઈ શકે છે કે પુરુષોને જીવનભર નિઃસંતાન રહેવાનો શ્રાપ મળી શકે છે.
  • ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ માત્ર પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ ક્વોલિટી ઘટાડવાની સાથે તેની ગતિશીલતા અને તીવ્રતાને પણ ઓછી કરે છે. તેનાથી ગર્ભાષ્યમાં પહોંચવા અને ગર્ભધારણ કરવાની ક્ષમતામાં પણ કમી આવે છે.

આ પણ વાંચો :-

BCCIના નવા બોસની રેસમાં ચોંકાવનારું નામ, એક સમયે ટીમ ઈન્ડિયામાં હતો જોરદાર દબદબો

0

Shocking name in race for new BCCI boss

  • 18 ઓક્ટોબરનાં રોજ BCCIના અધ્યક્ષ પદની ચૂંટણીમાં સૌરવ ગાંગુલીનાં સ્થાન પર રોજર બિન્નીનાં પસંદ થવાની અટકળો લગાવાઈ રહી છે. જાણો વિગતવાર

હાલમાં BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) છે પણ એમનું અધ્યક્ષ પદ બસ થોડા દિવસો માટે જ બચ્યું છે. જણાવી દઈએ કે BCCIને હવે નવા અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે અને જલ્દી જ BCCI ના દરેક પદ માટે ફરી ચૂંટણી યોજાવા જઈ રહી છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

આ સાથે જ એમ પણ માહિતી મળી છે કે સૌરવ ગાંગુલી આ વખતે આ પદ માટે દાવેદાર નહીં બની શકે. આ બધી વાતો વચ્ચે BCCI ના નવા પ્રમુખ કોણ હશે તે વિશે દરેક લોકો ચર્ચા કરી રહ્યા છે અને આ બધા વચ્ચે અટકળોનું બજાર પણ ગરમ છે.  ( Amidst all this, everyone is talking about who will be the new president of BCCI and the speculation market is also hot.)

BCCIના અધ્યક્ષ પદની રેસમાં રોજર બિન્ની મોખરે :

બિન્ની અગાઉ પસંદગી સમિતિનો ભાગ પણ રહી ચૂક્યા છે. અને તે સૌરવ ગાંગુલીના સ્થાનની રેસમાં ટોચ પર છે. જ્યારે જય શાહ સેક્રેટરી તરીકે ઇનિંગ ચાલુ રાખશે તેવા રીપોર્ટ મળી રહ્યા છે. 18 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે બીસીસીઆઈના ચૂંટણી ડ્રાફ્ટમાં બિન્નીનું નામ સામે આવ્યું છે. બિન્ની કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંતોષ મેનનની જગ્યાએ તે જ દિવસે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં રાજ્ય સંસ્થાનું પ્રતિનિધિત્વ કરશે.

1983 વર્લ્ડ કપમાં બિન્નીએ રચ્યો હતો ઈતિહાસ :

ઘણાં ઓછા લોકો આ વાત જાણે છે કે રોજર બિન્ની આખી ટુર્નામેન્ટમાં ભારતની ટાઈટલ જીતમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. બિન્નીએ 8 મેચમાં 18 વિકેટ લીધી હતી. જેમાં એક ઈનિંગમાં ચાર વિકેટ લેવાનો ઇતિહાસ એક વખત બન્યો હતો.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ઊભી થશે 1512 શિક્ષકોની નવી જગ્યા, એક શાળામાં ત્રણ શિક્ષક અને એક આચાર્યની નવી નીતિના આદેશ

0

1512 new posts of teachers will be created

  • રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓ માટે નવું મહેકમ મંજૂર કરી દેવામાં આવ્યું છે. જેમાં ધોરણ 9-10નો એક વર્ગ ધરાવતી શાળાઓમાં કુલ ૩ શિક્ષક અને 1 આચાર્ય મુજબના મહેકમને મંજૂરી આપવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ (Granted Secondary School) માટે નવા મહેકમની ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી હતી. હાલમાં ધોરણ 9 અને 10નો એક-એક વર્ગ ધરાવતી ગ્રાન્ટેડ સ્કૂલોમાં (Granted Schools) વર્ગ દીઠ 1.5 શિક્ષક અને બે-બે વર્ગ ધરાવતી શાળાઓને વર્ગદીઠ 3 શિક્ષકની મંજૂરી અપાય છે.

કાનપુરમાં દુકાની બહાર સુઈ રહેલા યુવકના ખિસ્સામાંથી પોલીસકર્મીએ મોબાઈલ ચોરાયો. સમગ્ર ઘટનાના CCTV વાયરલ થયા .

પરંતુ ઓછા મહેકમને લીધે પુરતા શિક્ષકો ન મળતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે. જેના કારણે ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 3 શિક્ષક અને એક આચાર્ય મુજબનું શૈક્ષણિક સેટઅપ આપવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે દરખાસ્ત કરી હતી. જે સરકારે સ્વીકારી લીધી છે.

ગ્રાન્ટેડ સ્કૂલો માટે નવું મહેકમ મંજૂર :

રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાને લઇ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા અંતે સ્કૂલોની માંગણીને સ્વીકારી લેવાતા ગ્રાન્ટેડ સ્કૂલો માટે નવું મહેકમ મંજૂર કરી દેવામાં આવ્યું છે.

શાળામાં કુલ 3 શિક્ષક અને 1 આચાર્ય મુજબના મહેકમને મંજૂરી :

જે મુજબ ધોરણ 9  અને ધોરણ 10ના એક-એક વર્ગની સ્કૂલોમાં ગ્રામ્ય વિસ્તારમાં 50 વિદ્યાર્થી અને શહેરી વિસ્તારમાં 75 વિદ્યાર્થી સંખ્યા સામે કુલ ૩ શિક્ષક અને એક આચાર્યના સેટઅપને મંજૂરી અપાશે. આ નવા મહેકમથી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નવી 1 હજાર 512 જગ્યા ઉભી થશે.

બજેટમાં રજૂ કરાશે દરખાસ્ત :

શિક્ષણ વિભાગે નવા મહેકમની મંજૂરી કરેલા ઠરાવ મુજબ આ નવા શૈક્ષણિક સેટઅપના કારણે 1512 શિક્ષકોની જગ્યાઓ ઊભી કરવા માટે આગામી નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં નવી બાબત સ્વરૂપે દરખાસ્ત રજૂ કરાશે. બજેટમાં નવી જગ્યાઓ ભરવા જોગવાઈ થશે.

આ પણ વાંચો :-