ક્રિકેટમાં કમાલ કર્યા બાદ હવે ફિલ્મી દુનિયામાં ધમાલ મચાવશે ધોની? સાઉથની સુપરસ્ટાર સાથે થઈ શકે છે શરૂઆત

Share this story

After doing great in cricket

  • હાલ જણાવ મળ્યું છે કે ધોની તેના કરિયરની નવી મેચ રમવા માટે તૈયાર છે. ધોનીની પહેલી ફિલ્મમાં સાઉથની આ અભિનેત્રી નજર આવશે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને (Former Indian Cricket Team Captain Mahendra Singh Dhoni) દરેક લોકો ઓળખે છે. એમની રમતને લોકો આજે પણ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યાદ કરે છે. ધોનીનું નામ ઘણી વખત મનોરંજન ઇન્ડસ્ટ્રી (Entertainment Industry) સાથે જોડવામાં આવ્યું એ વિશે અઆપણે બધા જાણીએ છીએ.

ધોનીના કરિયરની શરૂઆતમાં તેનું નામ અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું હતું એ પછી એવું કહેવામાં આવતું હતું કે ધોની નિવૃત્તિ પછી અભિનય તરફ જઈ શકે છે. જો કે આ બધી વાતો બસ અફવા બનીને રહી ગઈ હતી.  (After Dhoni’s name was linked with actresses early in his career, it was said that Dhoni might turn to acting after retirement)

PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ

આ બધા પછી એક નવા સમાચાર સામે આવ્યા છે અને તેમ જણાવ મળ્યું છે કે ધોની તેના કરિયરની નવી મેચ રમવા માટે તૈયાર છે. વર્ષ 2019માં ધોનીએ તેનું પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેઈનમેન્ટ શરૂ કર્યું હતું એ વિશે આપણે બધા જાણીએ છીએ. હાલ એ પ્રોડક્શન હાઉસ ધોની તેની પત્ની સાક્ષી સાથે ચલાવે છે. હાલ એવી માહિતી મળી છે કે ધોની હવે તેના એ પ્રોડક્શન હાઉસને મોટા સ્તરે લઈ જવા માટે તૈયાર છે અને હવે જલ્દી જ ફિલ્મો પણ લાવશે.

સાઉથની આ અભિનેત્રી સાથે આવશે પહેલી ફિલ્મ  :

કેહાલ આ વાતને લઈને અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ધોની એન્ટરટેઈનમેન્ટ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોના પ્રોડકશનમાં આગળ વધવાનું વિચારી રહ્યા છે.જો કે આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધોનીની પહેલી ફિલ્મની અભિનેત્રી લેડી સુપરસ્ટાર નયનતારા હશે. જો કે આ અહેવાલોને હજુ કોઈ તરફથી સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચો :-