દિવાળીમાં મોંઘવારી તોડશે મધ્યમવર્ગની કમર ! ગુજરાતમાં ફરીવાર ખાદ્યતેલના ભાવમાં ભડકો થવાની શક્યતા, જાણો હાલના રેટ

Share this story

Inflation will break the back of the

  • આ વર્ષે ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં જ મોંઘવારી જનતાની કમર તોડી નાખશે. કારણ કે રાજ્યમાં વધુ એક વખત ખાદ્યતેલના ભાવમાં ભડકો થાય તેવી શક્યતા રહેલી છે.

નવી મગફળીમાં (Fresh peanuts) ભેજ હોવાથી પીલાણ માટે જૂની મગફળીની ડિમાન્ડ વધી છે. આથી જૂની મગફળીનો ભાવ ઊંચો રહેતા તેલનાં (Oil) ભાવમાં સતત વધારો થઇ શકે છે. તમને જણાવી દઈએ કે હાલ સિંગતેલનાં (Singtel) ડબ્બાનો ભાવ રૂપિયા 2 હજાર 945એ પહોંચ્યો છે.

જ્યારે કપાસિયા તેલનાં ડબ્બાનો ભાવ રૂપિયા 2 હજાર 365એ પહોંચ્યો છે. તો પામોલીન તેલનો ભાવ રૂપિયા 1 હજાર 625એ પહોંચ્યો છે. યાર્ડમાં હાલ મગફળીનો ભાવ રૂપિયા 1 હજાર 150થી 1 હજાર 300 પ્રતિ મણ છે. (While the price of a can of cottonseed oil has reached 2 thousand 365 rupees. So the price of palm oil has reached Rs 1 thousand 625.)

તહેવારો આવતા બજારમાં ખાદ્ય તેલની માંગમાં વધારો :

આ ભાવ વધારા પર ગુજરાત ખાદ્ય તેલ વેપારી મહામંડળના પ્રમુખ બિપીન મોહનનું કહેવું છે કે, આ વખતે હવામાનના કારણે ઉત્પાદન ઓછું થયું છે. તો તહેવારો આવતા બજારમાં ખાદ્ય તેલની માંગ ઘણી વધી છે. થોડા સમય પહેલા પણ સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચી ગયો હતો. પરંતુ તેમાં ઘટાડો થયો હતો. હાલ સિંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો કરવામાં આવતા ભાવ 3050એ પહોંચ્યા છે.

ખાદ્યતેલમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા :

વેપારીઓના જણાવ્યા મુજબ સીંગતેલમાં હજુ ભાવ વધવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઇ રહી છે. આથી જો સીંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવશે તો એની અસર કપાસિયા અને પામોલીન તેલ પર પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાના લીધે હાલ લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.

PM મોદીએ ચાલુ ગાડીમાં કમાન્ડોને ઈશારો કરી સ્કેચ મંગાવ્યું…વીડિયો થયો વાયરલ

ઉલ્લેખનીય છે કે ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ અને ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યું તેલ વાપરવાનું જોખમ પણ વધવા લાગ્યું છે. ખાદ્યતેલોમાં થઇ રહેલા આસમાની ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા છે. જો કે આ જ રીતે જો તહેવારોની સીઝનમાં સીંગતેલના ભાવ વધતાં રહેશે તો સામાન્ય લોકોને તહેવારો ઉજવવા પણ મુશ્કેલ બની જશે.

આ પણ વાંચો :-